હવે SBIના ATMમાંથી બેલેન્સ ચેક કરશો તો આવશે આ મેસેજ

india-news
|

September 03, 2020, 10:15 PM


SBI Introduces New Facility For ATM Users. All Details Here (1).jpg

www.vyaapaarsamachar.com

  • કોરોના સંકટ વચ્ચે બેન્કિંગ છેતરપિંડી રોકવા SBIએ નવી સુવિધા શરૂ કરી
  • ATM પર બેલેન્સ ઈન્કવાયરી, મીની સ્ટેટમેન્ટની રિક્વેસ્ટ માટે નવી સુવિધા શરૂ કરી
  • SBI ગ્રાહક ATM દ્વારા ખાતાનું બેલેન્સ ચેક કરશે તો મોબાઇલ પર એક SMS આવશે
  • SBIએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલમાં આ નવી સુવિધા વિશેની માહિતી આપી

નવી દિલ્હી : કોરોના સંકટ વચ્ચે બેન્કિંગ છેતરપિંડી ઘટનાઓમાં ઝડપી વધારો થયો છે અને આવી ઘટનાઓ અટકાવવા માટે ઘણા પગલાં પણ લેવામાં આવ્યા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેબેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ATM પર બેલેન્સ ઈન્કવાયરી Balance Inquiry) અને મીની સ્ટેટમેન્ટ (Mini Statement)ની રિક્વેસ્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે નવી સુવિધા શરૂ કરી છે. આ અંતર્ગત, જો કોઈ SBI ગ્રાહક કોઈ ATM દ્વારા તેના ખાતાનું બેલેન્સ ચેક કરે છે, તો તેના મોબાઇલ પર એક સંદેશ આવશે. આ સુવિધાથી ગ્રાહકને આ રીતની રિક્વેસ્ટની જાણ થઈ શકશે.

SBIએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલમાં આ નવી સુવિધા વિશેની માહિતી આપી છે. આ માહિતી મુજબ જ્યારે પણ ગ્રાહક બેલેન્સ ઈન્કવાયરી અથવા મીની સ્ટેટમેન્ટની રિક્વેસ્ટ કરશે, ત્યારે ગ્રાહકના મોબાઇલ પર SMS કરવામાં આવશે. SMSમાં જણાવાશે કે, ‘તેમના ડેબિટ કાર્ડથી આ રીતના ટ્રાન્જેક્શનની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આમ જો ગ્રાહકોએ આવી કોઈ રિક્વેસ્ટ કરી નથી તો તે સાવધાન થઈ જશે. જો ખાતા ધારક દ્વારા આવી કોઈ રિક્વેસ્ટ કરાઈ નથી તો તે તુરંત તેનું કાર્ડ બ્લોક કરાવી શકે છે.

Introducing a new feature for our customers’ safety.


Now every time we receive a request for #BalanceEnquiry or #MiniStatement via ATMs, we will alert our customers by sending an SMS so that they can immediately block their #DebitCard if the transaction is not initiated by them. pic.twitter.com/LyhMFkR4Tj

— State Bank of India (@TheOfficialSBI) September 1, 2020

બેંકનું કહેવું છે કે, જો ગ્રાહકે બેલેન્સ ઈન્કવાયરી અથવા મીની સ્ટેટમેન્ટ માટે રિક્વેસ્ટ કરી નથી, તો તેણે SMS ચેતવણીને અવગણવી ન જોઈએ. કારણ કે, આ તમારા બેંક એકાઉન્ટનું બેલેન્સ જાણવાની એક છેતરપિંડીનો પ્રયાસ હોઈ શકે છે. આ અંગે તુરંત બેંકને જાણકારી આપવી જોઈએ અને કાર્ડને બ્લોક કરાવવું જોઈએ.

Web Title: SBI Introduces New Facility For ATM Users. All Details Here