હારુન ગ્લોબલ-500 રેન્કઃ  દુનિયાની સૌથી મૂલ્યવાન 500 કંપનીઓમાં 11 ભારતની

share-market-news-india
|

January 13, 2021, 2:05 PM

| updated

January 13, 2021, 3:02 PM


Hurun's Top 500 Ranking 11 indian companies in Top-500 Globally by highest value.jpg

www.vyaapaarsamachar.com

મુંબઇઃ દુનિયાની સૌથી વધુ મૂલ્યવાન 500 કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 11 ભારતીય કંપનીઓ સ્થાન મેળવવામાં સફળ થઇ છે. આ યાદીમાં ભારત 10માં ક્રમે આવ્યુ છે.આ માહિતી હારુન ગ્લોબલ-500 રિપોર્ટમાં જાહેર કરવામાં આવી છે.

હારુન ગ્લોબલ-500 યાદીમાં શામેલ આ 11 ભારતીય કંપનીઓનું કુલ બજારમૂલ્ય પાછલા વર્ષે 14 ટકા વધ્યુ છે. તેમની વેલ્યૂએશન 805 અબજ ડોલર આંકવામાં આવી છે જે ભારત દેશની કુલ જીડીપીના લગભગ એક તૃત્યાંશ બરાબર છે.

આ રિપોર્ટ મુજબ, આઇટીસી અને આઇસીઆઇસીઆઇ બેન્કને બાદ કરતા યાદીમાં શામેલ તમામ ભારતીય કંપનીઓની વેલ્યૂએશન કોરોના કટોકટીના વર્ષ 2020માં વધી છે.     

મુકેશ અંબાણીના આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ 11 ભારતીય કંપનીઓમાં સૌથી ટોચ પર છે. 1લી ડિસેમ્બર સુધી કંપનીની માર્કેટ વેલ્યૂએશન વર્ષ દરમિયાન 20.5 ટકા વધીને 168.8 અબજ ડોલરે પહોંચી ગઇ હતુ. કંપની હારુન ગ્લોબલ-500ની યાદીમાં 54માં સ્થાને છે.

ત્યારબાદ ટાટા ગ્રૂપની ટીસીએસનો નંબર છે અને હારુન ગ્લોબલ-500ની યાદીમાં 73માં ક્રમે આવી છે. પાછલા વર્ષે ટીસીએસની માર્કેટ વેલ્યૂ 30 ટકા વધીને 139 અબજ ડોલર થઇ છે. જે ભારતની બીજા ક્રમની સૌથી વધુ મૂલ્યવાન કંપની રહી છે.

હારુન ગ્લોબલ-500માં શામેલ મૂલ્યવાન 11 ભારતીય કંપનીઓ

કંપનીઓનું નામ

માર્કેટવેલ્યૂ

વર્ષ 2020માં વૃદ્ધિ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

168.8 અબજ ડોલર

20.5 ટકા

ટીસીએસ

139.0 અબજ ડોલર

30.0 ટકા

એચડીએફસી બેન્ક

107.5 અબજ ડોલર

11.5 ટકા

હિન્દુસ્તાન યુનીલિવર

68.2 અબજ ડોલર

3.3 ટકા

ઇન્ફોસિસ

66.0 અબજ ડોલર

56.6 ટકા

એચડીએફસી

56.4 અબજ ડોલર

2.1 ટકા

કોટક મહિન્દ્રા બેન્ક

50.6 અબજ ડોલર

16.8 ટકા

આઇસીઆઇસીઆઇ બેન્ક

45.6 અબજ ડોલર

-0.5 ટકા

આઇટીસી

32.6 અબજ ડોલર

-22.0 ટકા

રિપોર્ટ મુજબ, એચડીએફસી બેન્કની વેલ્યૂએશન 11.5 ટકા વધીને 107.5 અબજ ડોલર રહી છે, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરની વેલ્યૂ 3.3 ટકાની વૃદ્ધિ સાથે 68.2 અબજડોલરે પહોંચી ગઇ છે. ઇન્ફોસિસની માર્કેટ વેલ્યૂ 56.6 ટકા વધીને 66 અબજ ડોલર જ્યારે એચડીએફસીની માર્કેટ વેલ્યૂ 2.1 ટકા વધીને 56.4 અબજ ડોલર રહી છે.

કોટક મહિન્દ્રા બેન્કનું બજારમૂલ્ય 16.8 ટકા વધીને 50.6 અબજ ડોલર થયુ. તો આઇસીઆઇસીઆઇ બેન્કની વેલ્યૂએશન 0.5 ટકા ઘટીને 45.6 અબજ ડોલર થઇ છે અને આ સાથે તે હારુન ગ્લોબલ-500 યાદીમાં 316માં ક્રમે છે. આઇટીસીની વેલ્યૂ 22ટકા ઘટીને 32.6 અબજ ડોલર ઘટી છે અને તે યાદીમાં 480માં સ્થાને રહી છે.   

હારુન ગ્લોબલ-500 રેન્કિંગમાં એપલ ઇન્ક 2100 અબજ ડોલરની માર્કેટકેપ સાથે સૌથી ટોચ ઉપર છે. આ યાદીમાં બીજા ક્રમે 1000 અબજ ડોલરની વેલ્યૂએશન સાથે માઇક્રોસોફ્ટ છે. આ યાદીમાં સૌથી વધુ અમેરિકાની 242 કંપનીઓ છે, જ્યારે ચીનની 51 અને જાપાનની 30 કંપનીઓ છે.

આ રિપોર્ટ મુજબ જાહેર ક્ષેત્રની કંપનીઓમાં ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) 45 કંપનીઓની યાદીમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે. આ સરકારી બેન્કની વેલ્યૂએશન 33 અબજ ડોલર રહી છે અને તે હારુન ગ્લોબલ-500 રેન્કિંગમાં સૌથી છેલ્લે છે.  

હારુન ગ્લોબલ-500- વિશ્વની સૌથી મૂલ્યવાન 10 કંપનીઓ

ક્રમ

કંપનીઓનું નામ

માર્કેટવેલ્યૂ

1

એપલ

2,120 અબજ ડોલર

2

માઇક્રોસોફ્ટ

1,640 અબજ ડોલર

3

એમેઝોન

1,610 અબજ ડોલર

4

આલ્ફાબેટ

1,220 અબજ ડોલર

5

ફેસબુક

816 અબજ ડોલર

6

ટેન્સેન્ટ

715 અબજ ડોલર

7

અલીબાબા

712 અબજ ડોલર

8

બ્રેકશાયર હાથવે

548 અબજ ડોલર

9

ટેસ્લા

546 અબજ ડોલર

10

વીસા

465 અબજ ડોલર

11 ભારતીય કંપનીઓમાં સાત કંપનીઓનું હેડક્વાર્ટર દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છે, જ્યારે પૂના, દિલ્હી, કલક્તા અને બેંગ્લોરમાં એક-એક કંપનીનું હેડક્વાર્ટર છે. આ યાદીમાં 239 કંપનીઓ એવી છે જેમનું હેડક્વાર્ટર ભારતની બહાર છે પરંતુ તેઓ ભારતમાં વેપારી પ્રવૃત્તિ કરે છે.

Web Title: Hurun’s Top 500 Ranking : 11 indian companies in Top-500 Globally by highest value