હિન્દુ ધર્મની પરંપરા અને સ્વાસ્થ્યનો ખ્યાલ એટલે એટલે શ્રાધ્ધમાં ખીરનું સેવન

www.vyaapaarsamachar.com

અમદાવાદ: સદીઓ પહેલાં ઋષિ મુનીઓએ આર્યુવેદને હિન્દુ ધર્મના રીત રીવાજને સાંકળી લઈ ધાર્મિક તહેવારોમાં લોકોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખ્યો છે. તે પરંપરા આજે પણ ચાલી આવે છે. આજથી શરૂ થયેલા શ્રાધ્ધ પક્ષમાં તમામ સોળ દિવસ ચોખાળાળું મીઠું દુધ (ખીર) ખાવાનું મહત્વ છે. શ્રાધ્ધ પક્ષમાં ખીર ખાવાની ધાર્મિક માન્યતા પાછળ વૈજ્ઞાનિક માન્યતા પણ દ્રઢ પણે જોવા મળી રહી છે.

ચોમાસાની ઋતુમાં પાણીવાળા શાકભાજી, વાતાવરણ અને દુષિત પાણીના કારણે શરીરમાં પિત્ત સાથે અનેક રોગ ઘર કરી જાય છે. તેથી ભાદરવા મહિનામાં મીઠું દુધ પિત્તનો નાસક હોવાથી તેને ખાવાનો મહિમા વર્ષોથી જોવા મળી રહ્યો છે. લોકોના સ્વાસ્થ્યને સારૂ રાખવા માટે સેંકડો વર્ષ પહેલા ધર્મ અને વિજ્ઞાનને જોડીને આચાર સંહિતા બનાવવામાં આવી તેનો આજે પણ અમલ થઈ રહ્યો છે.

આજથી શરૂ થયેલા શ્રાધ્ધ હિન્દુઓ માટે ધર્મ અને સમાજની દ્રષ્ટિએ ઘણાં જ મહત્વના છે. પોતાના ઘરમાં કોઈનું અવસાન થયું હોય તે  તિથી પ્રમાણે શ્રાધ્ધ કરીને કાગડાં- ગાય અને કુતરાને ખવડાવવા સાથે લોકો પણ પરિવાર સાથે ચોખાવાળું મીઠું દુધ (ખીર) ખાતા હોય છે. શ્રાધ્ધ પક્ષમાં મીઠું દુધ ખાવા પાછળ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે તેવું આર્યુવેદિક કોલેજના તબીબ કહે છે.

તેઓ કહે છે આરોગ્ય માટે સીધી વાત લોકો માનતા ન હોવાથી સેંકડો વર્ષ પહેલાં ધર્મચાર્યો અને આર્યુવેદાચાર્યોએ ધર્મ અને આર્યુવેદનો સંગમ કરીને કેટલીક આચાર સંહિતા ઘડી કાઢી હતી તેમાંની એક શ્રાધ્ધ પક્ષમાં દુધ ખાવું તે છે. ચોમાસા દરમિયાન ભેજવાળું વાતાવરણ અને પાણીવાળા શાકભાજી સાથે દુષિત પાણી પણ પિવાતું હોવાથી શરીરમાં પિત્ત થઈ જાય છે. 

આ ઉપરાંત ચોમાસામં અનેક રોગ થવાની શક્યતારહે છે. જો લોકોને ભાદરવા મહિનામાં રોજ ખીર ખાવું એક કહે તો લોકો માનતા નથી. જેના કારણે શ્રાધ્ધ પક્ષમાં ખીરનું મહત્વ ઉભુ કરવામાં આવ્યું છે.

કાગળા, કુતરા અને ગાયને નાખવાથી લોકોમાં પશુ-પક્ષીઓ પ્રત્યે લાગણી વધે સાથે પોતે પરિવારસાથેદુધ આરોગતા હોવાથી આ ઋતુમાં શરીરમાં જમામ થયેલો પિત્ત સમી જાય છેતેથી ભાદરવા મહિનામાં શ્રાધ્ધ પક્ષમાં ખીરનુંમહત્વ ઉભુ કરવામા આવ્યું છે. ધર્મ અને વિજ્ઞાનને જોડવામાં આવ્યું હોવાથી જે લોકો ઓછું સમજે છેતેઓ પણ ધર્મના નામે પોતાના શરીરના રોગને દુર ભગાવવાનું કામ કરી રહ્યાં છે.

સુરત સહિત સમગ્ર દેશમાં શ્રાધ્ધ પક્ષમાં સદીઓથી ખીર ખાવાની પ્રથા ચાલી આવી છે તે આજે પણ જોવા મળે છે. ચોમાસમાં જે પિત્ત થઈ ગયો હોય તેનું આ ખીરના કારણે સમન થઈ જાય છે તેવું ઘણાં ઓછા લોકોને ખબર હોય છે. પરંતુ વર્ષોથી હિન્દુ ઘરોમાં શ્રાધ્ધ પક્ષે ખીર ખાવાની પરંપરા આજે પણ યથાવત હોવાથી જાણ્યે અજાણ્યે લોકોમાં થયેલા પિત્તનું શ્રાધ્ધ પક્ષમાં સમન થઈ જાય છે.

કેટલાક પરિવાર શ્રાધ્ધનું સામુહિક ભોજન કરે છે

હાલ આધુનિકરણના કારણે સંયુક્ત પરિવારો ઘટીને વિભક્ત પરિવાર થયાં છે પરંતુ શ્રાધ્ધ પક્ષમાં આ પરિવારો વડિલોની મૃત્યુ તિથિમાં ફરી સંયુક્ત પરિવાર બની જાય છે. 

મૂળ સુરતી પરિવાર ગણાંતા અનેક પરિવારો શ્રાધ્ધ પક્ષમાં આખે આખો પરિવાર ભેગો થઈને શ્રાધ્ધનું ભોજન કરે છે. આમ શ્રાધ્ધ પક્ષમાં ખીર ખાવાનો મહિમા  જળવાઈ રહે છે સાથે સાથે ઘર નાના હોવાથી પરિવાર જુદા જુદા રહેતાં હોય તેઓમાં એકતા આવે છે અને શ્રાધ્ધમાં ભેગા થઈ રહ્યાં છે.

હવે બજારમાં તૈયાર ખીર પણ વેચાઈ છે

શ્રાધ્ધ પક્ષમાં ખીર ખાવાની પરંપરા આજે પણ જોવા મળે છે પરંતુ સમયના અભાવે લોકો ખીર બનાવવાની ઝઝટમાં પડવાના બદલે બજારમાંથી રેડિમેડ ખીર વેચાતી લાવતા થયાં છે. શ્રાધ્ધ પક્ષમાં જે ખીર બનાવવામાં આવે છે તેમાં દુધને લાંબો સમય સુધી ઉકાળવું પડે છે અને કળાના ચોખા (લાલ ચોખા)ને તેમાં જ પકવવા પડે છે. 

આ પ્રક્રિયામાં ઘણો સમય જતો હોવાથી કેટલાક લોકો ઘરે ખીર બનાવવાનું ટાળી રહ્યાં છે. લોકોની આળસ કે ખીર બનાવવાની પુરતી આવડત ન હોવાથી કેટલીક મીઠાઈની દુકાનવાળાઓ કે ઘરે રસોઈ બનાવતાં લોકોએ શ્રાધ્ધ પક્ષમાં ખીર બનાવી તેનું વેચાણ શરૂ કર્યું છે. સમયનો અભાવ હોય તેવા લોકો કે ખીર બનાવતાં આવડતુ ન હોય તેવા લોકો તૈયાર ખીર લાવીને શ્રાધ્ધ પક્ષમાં ખીરનું સેવન કરી રહ્યાં છે.