હીરાના કારખાનાનો સમય 4થી વધારીને 8 કલાક કરવાની રત્નકલાકારોની માંગ

gujarat-samachar-news
|

July 27, 2020, 1:23 PM


Diamond workers’ demand to increase work time from 4 to 8 hours.jpg

vyaapaarsamachar.com

સુરત: રત્નકલાકાર અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં કોરોનાનું સક્રમણ વધતા હાલમાં બપોરે 2થી સાંજે 6 વાગ્યા સુધી કારખાના અને બજારો ચાલુ રાખવાની પરવાનગીને પગલે હીરા પ્રોસેસિંગની કામગીરી ટલ્લે ચઢી છે. પરિણામે અમદાવાદ, અમરેલી અને ગારિયાધાર સહિતના વિસ્તારના રત્કલાકારોને કામ મેળવવા ફાંફા પડી રહ્યા હોવાથી સમયમાં ફેરફાર કરવામાં આવે તેવું ચર્ચાય રહ્યું છે.

વાયરસના સક્રમણને અટકાવવા માર્ચ માસમાં અમલમાં મુકાયેલા લોક્ડાઉન બાદથી આજ દિન સુધી હીરા ઉદ્યોગને પુરતો વેપાર મળી શકયો નથી. બીજી તરફ અનલોક સાથે કારખાના અને બજાર શરૂ તો કરવામાં આવ્યા પરંતુ રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય લોકો વાયરસથી સક્રમીત થતા હાલમાં તા. 31 જુલાઈ સુધી વરાછાનું ચોક્સી અને મીની બજાર બંધ કરવામાં આવ્યું છે.

બીજી તરફ મનપાના આદેશ મુજબ હાલમાં હીરા બજાર અને કારખાનાઓ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા એમ માત્ર 4 કલાક જ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. પરિણામે એક માત્ર સુરત જ નહીં પરંતુ અમદાવાદ, અમરેલી, ગારિયાધાર સહિતના વિસ્તારના રત્નકલાકારોને કામ મેળવવા ફાંફા પડી રહ્યા છે. જેથી મનપાની પોલીસીમાં ફેરફાર કરી હીરા બજાર અને કારખાનાઓ શરૂ કરવા માટેના સમયમાં વધારો કરવા ગત રોજ ચેમ્બર ઓફ કોમર્સ અને આજે સુરત ડાયમંડ એસોસિએશને મનપા કમિશનરને રજુઆત કરી છે.

આ અંગે ડાયમંડ એસોસિએશનના મહામંત્રી બાબુ વીડિઆ જણાવ્યું હતું કે સુરતમાં ઘણા હીરા ઉદ્યોગકારો એવા છે કે જે રફ હીરાનું એસોર્ટિંગ કરી, લેસર કટિંગ કરી ફોર પીની પ્રક્રિયા માટે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં મોકલે છે. સુરતમાં માત્ર 4 કલાક બજાર અને કારખાનાઓ ખોલવાની મંજૂરીના કારણે સુરત સહિત રાજ્યના અન્ય શહેરોના લોકોને પણ કામ મળી શકતું નથી. જેથી સવારે 10થી સાંજે 6 વાગ્યાનો સમય કરવામાં આવે તો અટવાયેલા કામો પાર પડી શકે એમ છે.

Web Title: Demand of diamond workers to increase time of diamond factory from 4 to 8 hours