1 જુલાઈથી આ બેંકના IFSC કોડ બદલાઈ જશે, બેકાર થઈ જશે ચેકબુક, જાણો તમારા ખાતા પર શું અસર થશે

નવી દિલ્હીઃ દેશના બેન્કિંગ સેક્ટરમાં 1 જુલાઈ બાદ કેટલાક ફેરફાર થવા જઈ રહ્યા છે. આઈએફએસસી કોડમાં ફેરફારથી લઈને કેટલીક સેવાઓમાં ચાર્જ વધવાનું સામેલ છે. સિન્ડિકેટ બેંકનું કેનેરે બેંકમાં મર્જર થયુ છે. માટે એક જુલાઈથી સિન્ડિકેટ બેંકનાં આઈએફએસસી કોડ કામ નહીં કરે. સિન્ડિકેટ બેંકના ગ્રાહકોએ કેનેરા બેંકના આઈએફએસસી કોડનો ઉપયોગ કરવાનો રહેશે. ગ્રાહકોને આઈએફએસસી કોડની જરૂરત એનઈએફટી, આરટીજીએસ અંતર્ગત લેવડદેવડ માટે જરૂરત પડે છે. તેની સાથે જ સિન્ડિકેટ બેંકના ગ્રાહકો જૂની ચેકબુકનો ઉપયોગ પણ નહીં કરી શકે.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2019માં 10 સરકારી બેંકોનું ચાર મોટી બેંકમાં મર્જરની જાહેરાત કરી હતી. આ મર્જર એપ્રિલ 2020માં થયું હતુ. કેનેરા બેંક ઉપરાંત બેંક ઓફ બરોડા, દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્રા બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું અલાહબાદ બેંકમાં મર્જર થયું હતું. આ વર્ષે 1 એપ્રિલ 2021થી જ બેંકોના આઈએફએસસી અને એમઆઈસીઆર કોડ અપડેટ થવાનું શરૂ થયું છે.

ખાતાધારકોના ગજવા પર પડશે અસર

એસબીઆઈઆ પોતોના ગ્રાહકો માટે ઉપલબ્ધ બેન્કિંગ સેવાઓના નિયમોમાં એક જુલાઈ 2021થી એટલે કે આવતીકાલથી કેટલાક મોટા ફેરફાર કરવા જઈ રહી છે. એસબીઆઈના આ નવા નિયમો અંતર્ગત હવે ગ્રાહકો ચાર વખત જ એટીએમ અને બેંકની કોઈપણ બ્રાન્ચથી સર્વિસ ચાર્જ વગર લેવડ દેવડ કરી શકશે. ઉપરાતં જો કોઈ ગ્રાહક એટીએમ અથવા બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડે છે તો તેને સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. ઉપરાંત ચેક બુકના મામલે પણ એક જુલાઈથી નવા સર્વિસ ચાર્જ લાગુ પડશે.

એસબીઆઈના નવા નિયમ બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ ગ્રાહકો માટે છે. BSBDને ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ પણ કહેવામાં આવે છે અને ગ્રાહકોએ તેમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂરત નથી પડતી. દેશમાં ગરીબ વર્ગોને બચત માચે પ્રોત્સાહિત કરવા માટે કોઈપણ ચાર્જ વગર આ એકાઉન્ટ ખોલવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

એક્સિસ બેંકમાં થશે આ ફેરફાર

એસએમએસ એલર્ટ માટે 1 જુલાઈ 2021થી ફીસ વધી જશે.

હાલમાં પસંદગીના વેલ્યૂ એડેડ સર્વિસ એલર્ટ માટે સબ્સક્રિપ્શન બેસિસ પર વેલ્યૂ એડેડ એસએમેસ ફી 5 રૂપિયા પ્રતિ મહિનો છે.

1 જુલાઈ 2021થી ગ્રાહકોને એસએમએસ એલર્ટ માટે પ્રતિ એસએમએસ 25 પૈસા ચૂકવવા પડશે.

એસએમએસ એલર્ટ ફી વધુમાં વધુ 25 રૂપિયા પ્રતિ માસ રહેશે.

બેંક તરફતી મોકલવામાં આવેલ પ્રમોશનલ મેસેજ અને ઓટોપી એલર્ટ પર આ ચાર્જ લાગુ નહીં થાય.