21 લાખ કરોડના રોકાણનુ લક્ષ્ય: વિશ્વની 45 ઓઈલ અને ગેસ કંપનીઓના વડા સાથે વાતચીત કરશે PM મોદી

Capture.JPG

vyaapaarsamachar.com

અમદાવાદ : પીએમ મોદી દુનિયાની દિગ્ગજ ઓઈલ અને ગેસ કંપનીઓના સીઈઓ સાથે સોમવારે વાતચીત કરવાના છે.

નીતિ આયોગ તેમજ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આ વાતચીતનુ આયોજન કરાયુ છે.જેમાં તે દુનિયાની 45 કંપનીઓના સીઈઓ સાથે વાત કરશે.સરકારના નિવેદન પ્રમાણે આ બેઠકનો ઉદ્દેશ ભારતના ઓઈલ અને ગેસ સેક્ટરમાં વિદેશી રોકાણને આકર્ષવાનો છે.ભારત દુનિયામાં ત્રીજા નંબરનો એનર્જી વપરાશકાર દેશ છે.ઓઈલ અને ગેસની વધતી માંગને પૂરી કરવા માટે ભારતમાં 2030 સુધીમાં 300 અબજ ડોલર એટલે કે 21 લાખ કરોડ રુપિયાનુ રોકાણ કરવાનુ લક્ષ્યાંક છે.

આ સંદર્ભમાં બેઠક મહત્વપૂર્ણ બની રહે તેવી ધારણા છે.પીએમ મોદી ભારતીય સમય પ્રમાણે વિડિયો કોન્ફન્સિંગથી સાંજે 5.30 વાગ્યે સીઈઓ સાથે વાત કરશે.ભારત ઓઈલ અને ગેસ સેક્ટરમાં વૈશ્વિક સ્તરે મહત્વનો રોલ અદા કરી શકે તેમ છે.ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઓઈલ આયાતકાર દેશ છે.જ્યારે ગેસ આયાત કરવામાં ભારતનો નંબર વિશ્વમાં ચોથો છે.આમ આ સેક્ટરમાં વિદેશી કંપનીઓ માટે ભારતમાં રોકાણ કરવામાં સારી તકો રહેલી છે તેવુ સરકારનુ માનવુ છે.

2016માં પણ આ જ પ્રકારે ઓઈલ અને ગેસ કંપનીઓ સાથે કોન્ફન્સનુ આયોજન કરાયુ હતુ.આ વખતે યોજનારી બેઠકમાં કંપનીઓને ભારતના ઓઈલ અને ગેસ સેક્ટરમાં સરકારની યોજનાઓ અને તકો અંગે જાણકારી આપવામાં આવશે.

Web Title: PM Modi to interact with 45 CEOs of leading global Oil & Gas companies on Monday