7 ઓગસ્ટનું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

astrology-news-india
|

August 07, 2020, 9:42 AM

| updated

August 07, 2020, 9:43 AM


Daily-horoscope-star-sign-reading-astrology-zodiac-forecast-today-October-20-1562776.jpg

www.vyaapaarsamachar.com

અમદાવાદ

મેષ :

પરેશાનીઓથી મુક્તિ મળશે. અચાનક ફાયદો થશે. કઈ પણ કહેતા પહેલા વિચાર કરજો. નાણાકીય મામલે ઉકેલ આવશે. ઘર અંગેની યોજના કારગર નિવડશે. રોજબરોજના કામ પૂરા થશે. રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકોને ફાયદો થશે.  

વૃષભ

સમય સાથે બધુ ઠીક થશે. અટવાયેલા કામો પાર્ટનરની મદદથી પૂરા થશે. જેની આગળ પણ ભાવનાઓ વ્યક્ત કરવા માંગતા હશો તે પાર પડશે. મનની વાત સાંભળશો તો બધુ બરાબર થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે.

મિથુન

મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. અચાનક કોઈ ખાસ કામ કરવું પડી શકે છે. એવા કામ શરૂ કરો જે જલદી પૂરા થાય. મોટાભાગના નિર્ણયો તમારી ફેવરમાં હશે. પરિવારની જરૂરિયાતો માટે સમય જશે. અધિકારીઓ  તમારાથી ખુશ થશે.  

કર્ક

ઉત્સાહિત રહેશો. અનેક જવાબદારીઓમાં વ્યસ્ત રહેશો. મકાનના નક્શામાં કોઈ ફેરફારના યોગ છે. વિવાહ પ્રસ્તાવ મળી શકે છે. નોકરીયાતો અને બિઝનેસ કરનારા લોકોને આવકના નવા સોર્સ મળી શકે છે. જૂના કામની પતાવટ થશે. 

સિંહ

કાર્યક્ષેત્રમાં થયેલા મોટા કામનું પરિણામ સામે આવશે. નવો પ્રેમ સંબંધ શરૂ થશે. દિમાગમાં પૈસાને લઈને કોઈ પ્લાનિંગ ચાલશે. જૂના મિત્રોને મળવાના યોગ છે. નવી નોકરીની વાત સામે આવી શકે છે. મુસાફરીના યોગ છે. 

કન્યા

બિઝનેસમાં પ્રગતિના યોગ છે. મહત્વકાંક્ષા વધી શકે છે. મુસાફરીના યોગ છે. કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ ઓછી થઈ શકે છે. કેટલાક  કામો પૂરા પણ થશે. આજે તમે સારો અનુભવ કરશો. 

તુલા

તમારું ધ્યાન પરિવાર અને પૈસા પર રહેશે. દરેક તકનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરો. બધા કામો સમયસર પૂરા કરી શકો છો. ઓફિસમાં સન્માન મળી શકે છે. ચીજો તમારી ફેવરમાં તશે. ધનલાભના યોગ છે. કામકાજમાં વ્યસ્ત રહેશો. 

વૃશ્ચિક

કામકાજ પર ધ્યાન આપો. ડિસ્ટર્બ થયા વગર કામ કરવાની ક્ષમતાના કારણે તમારા કામ પૂરા થશે. બોસ સાથે કોઈ ખાસ મામલે વાત થશે. વિવાહ પ્રસ્તાવ મળવાના યોગ. આસપાસના લોકોનો સહયોગ મળશે. બધા સાથે પ્રેમથી વર્તો. 

ધન

કોઈ નવી જમીન કે મકાન ખરીદવાનો વિચાર આવી શકે છે. ઘર કે નોકરીમાં જગ્યા બદલવાના યોગ. વિચારેલા કામો પૂરા કરશો. કોઈ એવી યોજના સામે આવશે જેનાથી તમારી પ્રસિદ્ધિ વધશે. અટવાયેલા નાણા પરત મળવાના યોગ છે. 

મકર

તમારી ટેક્નોલોજીકલ કે ભાવનાત્મક સમસ્યાઓ ઉકેલાઈ શકે છે. જૂનો તણાવ ખતમ થવાના યોગ છે. નવી જવાબદારીઓ આવશે. જે વસ્તુઓ તમારા માટે ખાસ છે તેના માટે કોઈ સમાધાન કરવાની જરૂર નથી. અચાનક કોઈ નિર્ણય લેશો. 

કુંભ

અધૂરા અને અટવાયેલા કામો પૂરા થશે. રોજબરોજના કામકાજથી ફાયદો થશે. સામાજિક કામોમાં સફળતા મળશે. ખાસ લોકો સાથે સંબધ બનશે. કોઈ સહકર્મી સાથે મળીને કરેલા કામોમાં સફળ થશો. 

મીન

આગળ વધવા માટે એકથી વધુ તક મળશે. નાણાકીય મામલે ઊંડાણપૂર્વક વિચાર કરો. સકારાત્મક રહો. કેટલાક ખાસ કામો પૂરા થશે. કોઈ નવી વ્યક્તિ તરફ આકર્ષણ મહેસૂસ કરશો. આત્મવિશ્વાસ સાથે રોજબરોજના કામો પૂરા થશે.

Web Title: August ,7,2020 Horoscope: Find out what the stars have in store for you today