AGR ચુકાદા બાદ વોડા-આઈડિયા હવે પૈસા ભેગા કરવા દોડી

share-market-news-india
|

September 02, 2020, 1:00 PM


AGR Clarification Voda-Idea Rush for Fund Raising, Board Meet on 4th September.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : દેશની ટોચની ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાને ગઈકાલે એકંદરે રાહત પણ અને ફટકા સમાન એજીઆર ચુકાદામાં 10 વર્ષની મહોલત મળ્યા બાદ હવે 10% અપફ્રન્ટ ચૂકવણી અને અન્ય નાણાંકીય દેવાદારી ચૂકવવા માટે પૈસાની જરૂર પડશે તેથી હવે કંપની ભંડોળએકત્રીકરણ પર ફોકસ કરશે.

કંપનીએ જણાવ્યું કે શુક્રવારે વોડાફોન-આઈડિયાનું બોર્ડ એકત્ર થઈને કંપનીની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરશે અને એક કે તેથી વધુ તબક્કામાં ભંડોળ એકત્ર કરવાનો નિર્ણય કરશે. પૈસા એકઠા કરવા પબ્લિક ઈશ્યુ, ઈક્વિટી કે અન્ય સિક્યોરિટી ઈશ્યુ કરીને પૈસા એકત્ર કરવા કે અન્ય કોઈ વિકલ્પ થકી પૈસા એકઠા કરવા મુદ્દે નિર્ણય લેશે.

ગઈકાલે એક ઐતિહાસિક ચુકાદામાં સુપ્રિમ કોર્ટે વોડાફોન-આઈડિયા સહિતની તમામ ટેલિકોમ કંપનીઓને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(AGR) સહિતના પૈસા ચૂકવવા માટે 10 વર્ષનો સમય મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમની ગણતરી મુજબ વોડાફોન-આઈડિયાએ કુલ રૂ. 58,254 કરોડ ચૂકવવાના છે અને ઓક્ટોબર, 2019ના ચુકાદા બાદ  ભરેલ રકમ બાદ કરતા હવે રૂ. 50.399 કરોડ ચૂકવવાના બાકી છે.

Web Title: AGR Clarification: Voda-Idea Rush for Fund Raising, Board Meet on 4th September