AGR: વોડા-આઇડિયાએ સરકારને રૂ.1,000 કરોડની ચૂકવણી કરી

share-market-news-india
|

July 18, 2020, 6:50 PM

| updated

July 18, 2020, 6:55 PM


AGR Vodafone Idea pays additional ₹1,000 crore to Telecom Department.jpg

મુંબઇઃ એડજસ્ટડેટ ગ્રોસ રેવન્યૂ મામલે સરકારી દબાણનો સામનો કરી રહેલી ખાનગી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાએ ટેલિકોમ વિભાગને બાકી AGR પેટે રૂ.1,000 કરોડની ચૂકવણી કરી છે. આમ અત્યાર સુધીમાં કંપનીએ કુલ રૂ. 7854 કરોડની ચૂકવણી કરી છે. વોડાફોન આઇડિયા એ એક રેગ્યુલેટરી નોટિફિકેશનમાં જણાવ્યુ કે, કંપનીએ અગાઉ ત્રણ તબક્કામાં રૂ. 6854 કરોડની ચૂકવણી કરી હતી.      

સુપ્રીમ કોર્ટે હાલ આંશિક રકમ ચૂકવવા કર્યો હતો નિર્દેશ

AGR મામલે સુપ્રીમ કોર્ટે પાછલી સુનાવણીમાં કહ્યુ હતુ કે વોડાફોન આઇડિયા સહિતની ખાનગી કંપનીઓને યોગ્ય પેમેન્ટ સ્કીમ સાથે હાજર થવું જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, કંપનીઓએ હાલ બાકી AGRનું આંશિક પેમેન્ટ કરવુ જોઇએ, જેથી ખાતરી થઇ શકે કે તેઓ સંપૂર્ણ ચૂકવણી કરવાની નિયત ધરાવે છે. વોડાફોન આઇડિયાની ઉપર AGR પેટે કુલ 58 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી બાકી છે.

TDSAT એ ટ્રાઇના વોડાફોન આઇડિયાને તેની પ્રાથમિકતા વાળી યોજનાને લાગુ નહીં કરવાના વચગાળાના નિર્દેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં કંપનીએ ન્યાયાલયમાં અરજી દાખલ કરીને આ આદેશને પડકાર્યો હતો, જેમાં કેસની સમીક્ષા સુધી યોજનાને ટાળવા માટે વિનંતી કરી હતી.

Web Title: Vodafone Idea pays additional ₹1,000 crore to Telecom Department towards AGR dues