Appleનું ભારતમાં સ્માર્ટફોન પ્રોડક્શન શરૂ, મળી શકે છે સસ્તા iPhone

gadget-news-india
|

July 26, 2020, 3:21 PM


Apple starts making first flagship iPhone 11 in India (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : અમેરિકાની કંપની Apple પોતાનો સૌથી લેટેસ્ટ સ્માર્ટફોન 11 સિરીઝ ઘણા સમયથી લોન્ચ થઇ ગયો છે. એપલના લેટેસ્ટ ફ્લેગશિપ સીરીઝ iphone 11ની મેન્યુફેક્ચરિંગ ભારતમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. એપ્પલે પોતાના સૌથી વધુ વેચાનાર મોડલ iPhone 11sનું ઉત્પાદન ભારતમાં શરૂ કરી દીધું છે જે “મેક ઇન ઇન્ડીયા” પહેલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચેન્નઈના પાસ Foxconn ના પ્લાન્ટમાં બનાવાઈ રહ્યા છે IPhone 11

  • IPhone 11 ચેન્નઈના પાસ Foxconn ના પ્લાન્ટમાં બનાવવામાં આવી રહ્યા છે. જોકે, આ પ્રથમ તક નહી જ્યારે Aplle ભારતમાં આઈફોન બનાવી રહી છે.
  • આ પહેલા પણ કંપનીએ કેટલાક મોડલ ભારતમાં એસેમ્બલ કરવામાં આવ્યા છે, પરંતુ પ્રથમ વખત કંપનીએ ફ્લેગશિપ સીરીઝને ભારતમાં બનાવવાનુ કામ શરુ કર્યુ છે.
  • ETના એક રીપોર્ટ પ્રમાણે આગામી સમયમાં Apple ભારતમાં પ્રોડક્શન વધારશે, પરંતુ આ ઘણા ચરણોમાં કરવામા આવશે.
  • અહેવાલમાં જણાવાયું છે કે, આગામી સમયમાં ભારતમાં Iphone 11 બનાવી બીજા દેશમાં ઓક્સપોર્ટ પણ કરી શકે છે.

ભારતમાં આઈફોન સસ્તા થવાની સંભાવના

  • ભારતમાં આઈફોન પ્રોડક્શનથી અહીંયા આઈફોન સસ્તા થઈ શકે છે, પરંતુ તેની કોઈ ગેરન્ટી નથી.
  • લોકોલ મેકિંગના કારણે કંપની 22 ટકા સુધી ઈંપોર્ટ ટેક્સ બચાવી શકે છે અને iphone 11 ને ભારમાં કેટલીક કિંમત પર પણ વેંચી શકે છે.
  • રિટેલ સૂત્રોએ જણાવ્યું છે કે ભારતમાં બનેલા iPhone 11s ની કેટલી યૂનિટ તેમના સ્ટોર પર પહોંચી ગઇ છે.
  • તેમના અનુસાર લોકડાઉનના લીધે મેડ ઇન ઇન્ડીયા iPhone 11s બજારમાં આવતાં મોડું થયું પરંતુ હવે ધીરે ધીરે આપૂર્તિ વધારવામાં આવી રહી છે.

અગાઉ પણ એપલે ભારતમાં બનાવ્યા હતા આઈફોન

  • કોમર્સ એન્ડ ઈંડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલે એક ટ્વી કર્યુ છે. આ ટ્વીટમાં તેમણે લખ્યુ છે કે, ‘મેક ઈન ઈંડિયા માટે મહત્વૂપૂર્ણ બૂસ્ટ છે.
  • એપલે ભારતમાં iPhone 11 બનાવવાનુ શરૂ કરી દીધુ છે. પ્રથમ વખત Aplle ભારતમાં ટોપ ઓફ દ લાઈન મોડલ બની રહ્યુ છે.
  • આ પહેલા Apple Focconn ના પ્લાન્ટમાં iphone XRનુ પ્રોડક્શન કર્યુ છે, પરંતુ તેમ છતાં તેની કિંમતમાં કોઈ ખાસ ખામી જોવા મળી નથી. તે સિવાય કંપનીએ ભારમાં Iphone SE પણ એસેમ્બલ કર્યુ છે.
  • એપ્પલ અને ફોક્સકોને આ સંબંધમાં કોઇ નિવેદન આપ્યું નથી. એપ્પલના iPhone 11s ની ભારતમાં શરૂઆતી કિંમત લગભગ 68,000 રૂપિયામં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી. ભારતમાં બનેલા iPhone 11s ની કિંમત એ જ છે, જે પહેલાં હતી.

Web Title: Apple starts making first flagship iPhone 11 in India