Cryptocurrency : ક્રિપ્ટો કરંસી પર લાગી શકે છે 28 ટકા GST

Cryptocurrency News : GST કાઉન્સિલ ક્રિપ્ટોકરન્સી પર 28 ટકા ટેક્સ લાદવાનું વિચારી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Cryptocurrencies May Face GST Of 28 Percent

Cryptocurrency News

Cryptocurrency : નાણા મંત્રાલયે પહેલેથી જ ક્રિપ્ટો એસેટ્સ અને NFT ના ટ્રાન્સફરથી થતા નફા પર 30 ટકા ટેક્સ લાદ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2022-23 સત્રમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ ટ્રાન્ઝેક્શન પર નવા ટેક્સની જાહેરાત કરી હતી. હવે, એવું લાગે છે કે ક્રિપ્ટોકરન્સી ટૂંક સમયમાં અન્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નો સામનો કરી શકે છે.

CNBC TV-18ના એક અહેવાલ અનુસાર સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે GST કાઉન્સિલ ક્રિપ્ટોકરન્સી અને તમામ સંબંધિત સેવાઓ પર 28 ટકા ટેક્સ લાદવાનું વિચારી રહી છે. કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે દરખાસ્ત રજૂ કરવામાં આવશે તેમ કહેવાય છે.

રિપોર્ટ સૂચવે છે કે ભારત સરકાર ક્રિપ્ટોકરન્સીને સટ્ટાબાજી, લોટરી અને કેસિનોની સમાન રાખવા માંગે છે. જો કે હજી  સુધી ક્રિપ્ટો પર 28 ટકા GST અંગે કાઉન્સિલ તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી  નથી. GST કાઉન્સિલની આગામી બેઠક ક્યારે યોજાશે તે પણ રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

CNBC TV-18 ના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે જો દરખાસ્ત પસાર થાય તો વેચાણ અને ખરીદી તેમજ ક્રિપ્ટો માઇનિંગ જેવી સેવાઓ પર 28 ટકા GST લાગવાની શક્યતા છે.

ક્રિપ્ટો આવક પર 30 ટકા ટેક્સ લાદવાની નાણા પ્રધાન સીતારમણની દરખાસ્ત એપ્રિલથી અમલમાં આવી હતી. નવી ગાઈડલાઈન મુજબ કરદાતાની કુલ આવક રૂ. 2.5 લાખની મર્યાદા કરતાં ઓછી હોય તો પણ ક્રિપ્ટો માટેની આવક કરપાત્ર રહેશે.

સોમવારે બિટકોઈનની કિંમત 34,000 ડોલરથી નીચે આવી ગઈ હતી. આ નવેમ્બર 2021 માં ટોચ પર પહોંચ્યા પછી વિશ્વની સૌથી જૂની અને સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં 50 ટકાનો જંગી ઘટાડો દર્શાવે છે.


Tags:
India
gst-
Cryptocurrencyઆ વેબસાઇટ કૂકીઝ અથવા સમાન ટેકનોલોજીનો ઉપયોગ બ્રાઉઝિંગ અનુભવને વધારવા અને વ્યક્તિગત કરેલી ભલામણોના આધારે કરે છે. અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારી ગોપનીયતા નીતિ સાથે સહમત થાવ છો.