D2Hની જોરદાર ઓફર : હવે ફ્રી જોઈ શકશો ચેનલો, જાણો સંપૂર્ણ માહિતી

india-news
|

August 10, 2020, 10:00 PM


D2H Offering Four Days Of Free Service On Two Months Of Recharge (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ડાયરેક્ટ-ટુ-હોમ (D2H) સર્વિસ પ્રોવાઇડર તેના વરરાશકર્તાઓનેને 4 દિવસ માટે મફત સેવા આપી રહી છે. કંપનીની યોજના તેના પોર્ટફોલિયોમાં એક મહિનાથી 12 મહિનાની માન્યતાવાળા પ્લાન ઉપલબ્ધ છે. કંપની પહેલેથી જ લાંબા ગાળાની યોજના સાથે રિચાર્જ કરનારા યુઝર્સને મફત સેવા આપી રહી છે, પરંતુ આ વખતે કંપની જોરદાર ઓફર લઈને આવી છે. કંપની દ્વારા બે મહિનાના રિચાર્જ પર મફત સેવા આપવામાં આવી રહી છે.

બે મહિનાના રિચાર્જ પર 4 દિવસ ફ્રી ચેનલો જોવાની તક

  • આ ઓફર હેઠળ યુઝર્સોએ એક સાથે ઓછામાં ઓછા બે મહિનાનું સબ્સ્ક્રિપ્શન લેવાનું રહેશે.
  • ઓફર હેઠળ બે મહિનાના રિચાર્જ પર ચાર દિવસ મફત ચેનલ જોવાની તક આપી રહી છે.
  • યુઝર્સે કંપનીની વેબસાઇટ અથવા એપ્લિકેશન-D2h Infinityથી તેમના D2h કનેક્શનનું રિચાર્જ કરી શકે છે. આમાંથી કોઈપણ રિચાર્જ કર્યા પછી, યુઝર્સને મફત વાઉચર મળશે.

3 મહિનાના રિચાર્જ પર 7 દિવસ મફત જુઓ ચેનલ

  • કંપની તેના યુઝર્સ માટે કેટલીક શ્રેષ્ઠ નિશુલ્ક સેવા ઓફર આપી રહી છે. આમાં, યુઝર્સને ત્રણ મહિનાના રિચાર્જ પર 7 દિવસની મફત સેવા આપવામાં આવી રહી છે.
  • કંપની 6 મહિનાના રિચાર્જ પછી 15 દિવસની મફત સેવા આપી રહી છે. જો તમે D2hની એક વર્ષની લાંબા ગાળાની યોજના વિશે વાત કરો છો, તો તમને એક મહિનાનું સબ્સ્ક્રિપ્શન મફત મળશે.

એન્ડ્રોઈડ સેટ-ટૉપ બૉક્સનો પણ વિકલ્પ

  • કંપની તેના યુઝર્સને સેટ-ટોપ બોક્સના પાંચ વિકલ્પો આપી રહી છે.
  • D2hના પહેલું ડિજિટલ સેટ-ટોપ બોક્સની કિંમત 1499 રૂપિયા છે.
  • યુઝર્સે તેના HD વેરિએન્ટ માટે 1599 રૂપિયા ચૂકવવા પડશે.
  • D2hના HD RF સેટ-ટોપ બોક્સની કિંમત રૂ.1799 રૂપિયા અને Magicstick સાથે લેવા પર કિંમત રૂ.2198 ચૂકવવા પડશે.
  • કંપની યુઝર્સને એન્ડ્રોઇડ સેટ-ટોપ બોક્સ પણ આપી રહી છે, જેની કિંમત રૂ.2499 છે.

Web Title: D2H Offering Four Days Of Free Service On Two Months Of Recharge