FMCG કંપનીઓ દ્વારા ચીનની બાદબાકી, કાચો માલ ખરીદવા સ્થાનિક સપ્લાયરોને પ્રાથમિકતા

india-news
|

September 02, 2020, 4:50 PM


Instead Of China, FMCG Companies Are Buying Raw Materials From Local Suppliers (1).jpg

www.vyaapaarsamachar.com

  • દેશમાં ‘આત્મનિર્ભર ભારત’, ‘બોયકોટ ચાઈના’, ‘વોકલ ફોર લોકલ’ પર ફોકસ
  • દેશના મોટાભાગના સેક્ટરોમાં ચીન સહિતના દેશો પરની નિર્ભરતા ઘટાડવા પર ધ્યાન
  • હવે અમે સ્થાનિક આયાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ : ગોદરેજ કન્ઝ્યુમર
  • હિન્દુસ્તાન યુનીલીવરે કહ્યું, અમે ચીન પરની નિર્ભરતા ઘટાડીશું
  • ચાઇના વિશ્વનો સૌથી મોટો સપ્લાયર, વિકલ્પ ઉભો કરવામાં સમય લાગશે : ગોદરેજ કન્ઝ્યુમર

નવી દિલ્હી : ગલવાન ખીણની ઘટના બાદ ભારતમાં લોકો અને કંપનીઓ ‘આત્મનિર્ભર ભારત’, ‘બોયકોટ ચાઈના’ તેમજ ‘વોકલ ફોર લોકલ’ વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. દેશના મોટાભાગના સેક્ટરોમાં ચીન સહિતના દેશો પર નિર્ભરતા ઘટાડવાની અપીલ હવે રંગ લાવી રહી છે. ભારતની મોટી મોટી FMCG કંપનીઓ જેવી કે, હિન્દુસ્તાન યૂનીલીવર, ડાબર અને ગોજરેજ કન્જ્યૂમરે કાચો માલ ખરીદવાના મામલે ચીન પરની નિર્ભરતા ઘટાડવાની શરૂ કરી દીધી છે.

લોકલ કંપનિઓ પાસેથી જ ખરીદી

આ કંપનીઓએ હવે સ્થાનિક કંપનીઓ પાસેથી કાચા માલની ખરીદી શરૂ કરી દીધી છે. ગોદરેજ કન્ઝ્યુમર સીઈઓ સુનીલ કટારિયાએ જણાવ્યું કે, હવે અમે સ્થાનિક આયાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, ચાઇના હાલમાં વિશ્વનો સૌથી મોટો સપ્લાયર છે, આવી સ્થિતિમાં તેનો વિકલ્પ ઉભો કરવામાં થોડો સમય જરૂર લાગશે.

યૂનિલીવર ચીન પરની નિર્ભરતા ઘટાડશે

જુલાઈમાં હિન્દુસ્તાન યુનીલીવરે કહ્યું કે, તે ચીન પર તેની નિર્ભરતા ઘટાડશે. કંપનીના ચેરમેન સંજીવ મહેતાએ 87મી એન્યુઅલ જનરલ મિટિગમાં જણાવ્યું હતું કે, કંપની ચીનમાંથી વાર્ષિક 429 કરોડનો કાચો માલ અને પેકિંગ મટીરીયલ આયાત કરે છે. હવે અમે ચીનથી આયાત ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.

Web Title: Instead Of China, FMCG Companies Are Buying Raw Materials From Local Suppliers