GST આવકની બબાલ : કેન્દ્રે વચન તોડી હાથ અધ્ધર કર્યા, રાજ્ય સરકારો લડતના મૂડમાં

gst
|

July 30, 2020, 8:40 PM

| updated

July 30, 2020, 9:32 PM


Centre Government Unable To Pay GST Dues To States.gif

www.vyaapaarsamachar.com

  • કોરોના સંકટ વચ્ચે સરકારની આવક ઘટી
  • કેન્દ્ર ઇચ્છે છે કે, રાજ્ય બજારમાંથી લોન લે
  • રાજ્ય ઇચ્છે છે કે, કેન્દ્ર લોન લઈને મહેસૂલી આવકની ભરપાઈ કરે
  • એ પણ શક્યતા છે કે, GST કાઉન્સિલ દરો અને સેસમાં ફેરફાર કરે

નવી દિલ્હી : કોરોનાને કારણે અર્થવ્યવસ્થાનું કદ ઘટતું જઈ રહ્યું છે. સરકારને ટેક્સમાંથી જે આવક થાય છે તેમાં પણ ઘટાડો થયો છે, જેના કારણે કેન્દ્ર રાજ્ય સરકારોને પણ હિસ્સો આપી શકતી નથી. મહારાષ્ટ્ર, ગુજરાત જેવા મોટા રાજ્યો સિવાયના રાજ્યોની આવકનો મુખ્ય સ્રોત GST છે, જે કેન્દ્ર પાસેથી મળે છે. લોકડાઉનને કારણે કેન્દ્રની જીએસટી આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં કેન્દ્રએ પણ હાથ ઊંચા કરી દીધા છે.

કેન્દ્ર ઇચ્છે છે કે, રાજ્ય બજારમાંથી લોન ઉઠાવે

આવકના મુદ્દા પર રાજ્યો અને કેન્દ્ર વચ્ચે હવે કાનૂની લડત શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે, આવકમાં થયેલા ઘટાડાના કારણે રાજ્ય સરકારો બજારમાંથી ઉધારી લે. જોકે કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, લોન લેવાની અને આવકમાં થયેલા ઘટાડાની ભરપાઈ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.

5 વર્ષ સુધી મહેસૂલના નુકસાનની ભરપાઇ કરવાનું વચન

GTSને જ્યારે 2017માં લાગુ કરાયું હતું ત્યારે રાજ્યોને વચન આપવામાં આવ્યું હતું કે, આગામી પાંચ વર્ષ સુધી આવકમાં થયેલા કોઈપણ નુકસાનની ભરપાઈ કેન્દ્ર કરશે. રાજ્ય સરકારો આ જ વાતનો ઉલ્લેખ કરી રહી છે. રાજ્યોની આ દલીલ પર એટર્ની જનરલે કાયદાકીય પક્ષ સામે રાખ્યો છે.

GST કાઉન્સિલ કરશે નિર્ણય

એટર્ની જનરલે કહ્યું કે, આ નિર્ણય GST કાઉન્સિલ કરશે કે તેઓ આવકના નુકસાન માટે બજારમાંથી લોન ઉઠાવવાનો નિર્ણય કરે છે કે અન્ય વિકલ્પ અંગે વિચારી રહ્યા છે. જીએસટી કાઉન્સિલ પાસે વધુ આવક માટે દરમાં ફેરફાર, વળતર સેસના દરમાં વધારો અથવા તેમાં વધુ વસ્તુઓ શામેલ કરવાનો વિકલ્પ છે. ઉપરાંત સ્લેબમાં ધરમૂળથી ફેરફાર કરવાનો વિચાર પણ આપી શકાય છે.

હાલ રાજ્યો બજારમાંથી લોન લે

એ પણ શક્ય છે કે, જીએસટી કાઉન્સિલ રાજ્યોને સૂચન આપી શકે છે કે, હાલ તેઓ બજારમાંથી લોન લે અને આગામી દિવસોમાં વળતરથી તેની ભરપાઈ કરે. નાણાકીય વર્ષ 2019-20માં રાજ્યોને વળતર રૂપે રૂ.1.65 લાખ કરોડ આપવામાં આવ્યા હતા, જ્યારે સેસથી થતી આવક 95444 કરોડ રૂપિયા હતી.

Web Title: Centre Government Unable To Pay GST Dues To States