Gujaratમાં Jioનો દબદબો, માત્ર 5 વર્ષમાં બની રાજ્યની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર કંપની

અમદાવાદઃ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિયોએ ગુજરાતમાં દબદબો બનાવી લીધો છે. માત્ર પાંચ ના સમયગાળામાં ગુજરાતમાં સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર કંપની બની ગઈ છે.  કંપનીએ રાજ્યમાં સબસ્ક્રાઇબરની દ્રષ્ટિએ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બર, 2020માં પૂર્ણ થયેલા મહિના માટે જાહેર કરેલા સબસ્ક્રાઇબરના આંકડા મુજબ, જિયોએ ગુજરાતમાં નવા 3.36 લાખ મોબાઇલ નંબર ઉમેર્યાં હતા અને સર્કલમાં કુલ 2.54 કરોડ સબસ્ક્રાઇબર સાથે સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની ગઈ હતી.

જિયોએ સપ્ટેમ્બર 2016માં એની સેવાઓ શરૂ કરી હતી ડિસેમ્બર  2020ના અંત સુધીમાં સર્કલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતું. ટ્રાઇના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આશરે 25 વર્ષ સુધી સર્કલમાં લીડર રહેલી વોડાફોન આઇડિયાએ ડિસેમ્બર 2020માં આશરે 1.62 લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યાં હતા, જેના પગલે આ કંપની 2.50 કરોડ સબસ્ક્રાઇબર સાથે બીજા સ્થાને સરકી ગઈ છે.

લાંબા સમય અગાઉ જિયો રાજ્યમાં આવકની દ્રષ્ટિએ 45 ટકા હિસ્સા સાથે સૌથી વધુ આવક કરતી ઓપરેટર કંપની બની હતી.અત્યારે જિયો રાજ્યમાં સૌથી વધુ 37.51 ટકા ગ્રાહકો સાથે સૌથી મોટી ઓપરેટર બની ગઈ છે.   ગુજરાતમાં કુલ સબસ્ક્રાઇબર માં જિયો અને વોડાફાન આઇડિયા સંયુક્તપણે 74.42 ટકા હિસ્સો ધરાવે છે. રાષ્ટ્રીય સ્તરે પણ ડિસેમ્બરમાં એરટેલ અને જિયોના નવા ગ્રાહકોમાં વધારો થયો હતો. એમાં જિયોને 4.78 લાખ નવા ગ્રાહકો મળ્યાં હતા.

રાજ્યમાં નેતાઓના પ્રચારના પાપે વકર્યું કોરોનાનું સંક્રમણ, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ

રાશિફળ 23 ફેબ્રુઆરીઃ  આજે છે જયા એકાદશી, જાણો કેવો રહેશે તમારો દિવસ