5paisa.comએ 5 મિલિયન યુઝર્સ માટે ભારતની એકમાત્ર એકથી વધારે પ્રાદેશિક ભાષાઓમાં માર્કેટ એપ લોંચ કરી

5paisa.com ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતી ડિસ્કાઉન્ટ બ્રોકર કંપની છે. એણે દેશભરમાં પ્રાદેશિક રોકાણકારોને તક પ્રદાન કરવાના પ્રયાસના ભાગરૂપે 5 મિલિયનથી વધારે યુઝર્સને દેશની એકમાત્ર એકથી વધારે ભાષાઓમાં સ્ટોક માર્કેટ એપ લોંચ કરી છે. 5paisa.comએ અંગ્રેજી ઉપરાંત હિંદી, મરાઠી અને ગુજરાતી ભાષામાં રોકાણ કરવા ઇન્વેસ્ટિંગ એપની સુવિધા પૂરી પાડી છે તેમજ ટૂંક સમયમાં તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બંગાળી વર્ઝન લોંચ કરશે, જેથી મોટા ભાગના ભારતીયોને એમની ભાષાઓમાં સ્ટોક માર્કેટ્સ, મ્યુચ્યુઅલ ફંડ અને રોકાણના અન્ય વિકલ્પો સુલભ થશે.

5paisa.comના પ્રકર્ષ ગગ્દાણીએ કહ્યું હતું કે, “અત્યાર સુધી સ્ટોક માર્કેટ અને રોકાણના અન્ય મોટા ભાગનાં સ્વરૂપો અંગ્રેજી જાણતા યુઝર્સને સુલભ હતા, જેના પરિણામે પ્રાદેશિક યુઝર્સ રોકાણ અને સંપત્તિનું સર્જન કરવાના ઘણા સ્વરૂપોથી સંપૂર્ણપણે દૂર રહેતા હતા. તેમણે ઉમેર્યું હતું કે, “અમે ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં નોંધપાત્ર ભાગીદારી જોઈ છે તથા પોતાની ભાષામાં આદાનપ્રદાન કરવાની વધારે સુવિધા ઇચ્છતાં નવા રોકાણકારોની સંખ્યામાં વધારો જોયો છે. અમારા રોજિંદા એક્ટિવ યુઝર્સમાંથી લગભગ 30 ટકા અંગ્રેજી સિવાયની ભાષાનો વિકલ્પ પસંદ કરે છે. અમે ટૂંક સમયમાં દક્ષિણ ભારતમાં વધુ ચાર ભાષા ઉમેરવા ઇચ્છીએ છીએ.”

5paisa.comને અપેક્ષા છે કે, ભારતમાં સ્માર્ટફોન્સ અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટની ઉપલબ્ધતા સાથે એકથી વધારે ભાષામાં એપ રોકાણકારોને સમજદારી સાથે રોકાણ કરવાની સુવિધા આપશે અને તેમને ઘણા અનુચિત પાસાઓ પ્રદાન કરતા નકલી રોકાણના સોલ્યુશનો પર નિર્ભર નહીં રહેવું પડે. 5paisa.com તાજેતરમાં એની શરૂઆત પછી 17 ત્રિમાસિક ગાળાઓ બાદ નફો કરતી ભારતમાં એકમાત્ર લિસ્ટેડ પ્રોફિટેબલ ડિસ્કાઉન્ટ બ્રોકર બની છે. કંપની 7 લાખથી વધારે એક્ટિવ યુઝર્સ ધરાવે છે તથા એના પ્લેટફોર્મ પર ઝીરો બ્રોકરેજ, મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમો અને લોન જેવી સુવિધાઓ પૂરી પાડે છે.