એક્સિસ બેંકે AI પાવર્ડ કન્વર્સેશનલ બેંકિંગ IVR આસિસ્ટન્ટ AXAA લોંચ કર્યું

ભારતમાં ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેંક એક્સિસ બેંકે ગ્રાહકોની સતત વધતી ક્વેરીને અસરકારક રીતે અને ઝડપથી પૂર્ણ કરવાના ઉદ્દેશ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાવર્ડ કન્વર્સેશનલ વોઇસ BOT ઓટોમેટેડ વોઇસ આસિસ્ટન્ટ ‘AXAA’ લોંચ કરવાની આજે જાહેરાત કરી હતી. AXAA બેંકની “દિલ સે ઓપન” ફિલોસોફીને સુસંગત છે, જે ગ્રાહકને સેવા આપવા ધ્યાન કેન્દ્રિત કરશે તથા સતત ઇનોવેશન અને સંવર્ધનની સફર શરૂ કરશે. AXAA હ્યુમેનોઇડની જેમ કામ કરે છે તેમજ પરંપરાગત ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ (IVR)માંથી કોલ સ્ટીઅરિંગના નવા યુગમાં લઈ જશે તથા ઊંચી સચોટતા અને સાતત્યતા સાથે સચોટ રિસ્પોન્સ આપશે. આ ગ્રાહકોને IVR દ્વારા ગ્રાહકોને મદદ કરશે તથા તેમની ક્વેરી અને રિક્વેસ્ટ પૂર્ણ કરશે, એ પણ મોટા ભાગના કેસમાં કોઈ પણ પ્રકારનાં માનવીય હસ્તક્ષેપની જરૂરિયાત વિના.

AXAA એકથી વધારે ભાષાઓમાં અદ્યતન BOT છે, જે અંગ્રેજી, હિંદી અને હિંગ્લિશમાં આદાનપ્રદાન કરી શકે છે. આ વિશિષ્ટ સેવા જોડાણને વધારવાની સ્ટ્રેટેજીમાં મદદરૂપ થશે તથા અદ્યતન ઓટોમેટેડ સ્પીચ રેકગ્નિશન, સ્વાભાવિક રીતે ભાષાની સમજણ આપતી ટેકનોલોજી છે, જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાવર્ડ બિઝનેસ અલ્ગોરિધમ પ્રોત્સાહન મળ્યું છે. AXAA ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે, જે કોન્ટેક્ટ સેન્ટર કામગીરીનું ઓટોમેશન કરશે તેમજ ઝડપથી સ્કેલ વધારવાની ક્ષમતા સાથે દરરોજ એક લાખ કસ્ટમર ક્વેરી અને રિક્વેસ્ટનું સમાધાન કરવા સક્ષમ છે. આ ઓટોમેટેડ વોઇસ આસિસ્ટન્ટ ગ્રાહકની ક્વેરી, એનો સંદર્ભ અને કોલનો આશય ઊંડાણપૂર્વક સમજવા સક્ષમ બનાવીને ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા સ્થાપિત કરવામાં આવી છે.

આ લોંચ પર એક્સિસ બેંકના રિટેલ ઓપરેશન્સ અને સર્વિસના ઇવીપી અને હેડ શ્રી રતન કેશે કહ્યું હતું કે, “અમારો ઉદ્દેશ અમે ગ્રાહક સેવાના નવા ક્ષેત્રમાં ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપીને અમારા ગ્રાહકોના જીવનમાં કામગીરીને નવેસરથી પરિભાષિત કરવાનો છે. આ પહેલો બેંકના ત્રણ લક્ષ્યાંકો (GPS – Growth, Profitability, Sustainability) વૃદ્ધિ, નફાકારકક્ષમતા અને સસ્ટેઇનેબિલિટી પર આધારિત એની સ્ટ્રેટેજીમાં જણાવેલા લક્ષ્યાંકો અને પ્રાથમિકતાનો ભાગ છે. આ નવી ટેકનોલોજી ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની સાથે અમારા કોન્ટેક્ટ સેન્ટરની કામગીરીમાં પણ વધારો કરશે. વધારે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, એનાથી અમારા કર્મચારીઓને વધારે જટિલ ક્વેરી અને ગ્રાહકો પાસેથી રિક્વેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે, જે ગુણવત્તા અને ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની સાથે ઉત્પાદકતા વધારશે. AXAA ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવામાં કુશળ કસ્ટમર સર્વિસ ઓફિસરો સાથે કામ કરશે. AXAA અમને IVR પર વધારે ઓટોમેટેડ સેલ્ફ સર્વિસીસને સામેલ કરવા અને ગ્રાહકો વચ્ચે ડિજિટલ પ્લેટફોર્મની સ્વીકાર્યતા વધારવા સક્ષમ બનાવશે.”

બેંકે ફોનબેંકિંગ IVR પર AXAA તૈનાત કરવા સર્વિસ પ્રોવાઇડર Vernacular.Ai સાથે પાર્ટનરશિપ કરે છે. Vernacular.Ai એક્સિસ બેંકના એપ્લિકેશન્સ સાથે વોઇસ BOTને તૈનાત કરવા અને ઇન્ટિગ્રેશન માટે પ્રોફેશનલ સેવાઓનો લાભ મેળવશે.

આ પ્રસંગે Vernacular.Aiના સીઇઓ અને સહ-સ્થાપક શ્રી સૌરભ ગુપ્તાએ કહ્યું હતું કે, “અમે ભારતમાં એના લાખો ગ્રાહકોને પ્રથમ પ્રકારના બેંકિંગ અનુભવ પ્રદાન કરવા તેમની ડિજિટલ સફર પર એક્સિસ બેંક સાથે પાર્ટનરશિપ કરીને ખુશી છીએ. નવી ટેકનોલોજીઓના વહેલાસર સ્વીકાર્યતા સાથે એક્સિસ બેંક ઇનોવેશનના એના ગ્રાહક-કેન્દ્રિત અભિગમ માટે જાણીતી છે. અમારા વોઇસ AI પ્લેટફોર્મ – AXAA એક્સિસ બેંકને એના ગ્રાહકોને એમને અનુકૂળ ભાષામાં જોડાણનો શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડશે તેમજ કોઈ પણ પ્રકારના વેઇટિંગ સમય વિના વધારે સમસ્યાઓનું સમાધાન કરશે. મશીનો સાથે માનવીય કામગીરીનું ભવિષ્ય વોઇસ છે અને AXAA સૌથી વધુ અદ્યતન છે અને ભારતીય ભાષામાં સ્પીચ અને બોલી માટે સચોટ વોઇસ AI પ્લેટફોર્મ છે.”

AXAA ઉદ્યોગના હાલના માપદંડથી વધારે સફળતાના દર સાથે ગ્રાહકની ક્વેરીને ઓળખવા અને એનું સમાધાન કરવા સક્ષમ છે તેમજ કોઈ પણ પ્રકારના માનવીય હસ્તક્ષેપ વિના IVR પર કોલ માટે સક્ષમ છે. AXAA કસ્ટમરની ખાસ ક્વેરીની સેવા આપવા સક્ષમ ન હોય એવા કેસમાં તેઓ એક્ષ્પર્ટ સર્વિસ ઓફરો (હ્યુમન આસિસ્ટન્ટ) પૈકીની એકમાં કોલને ડાયરેક્ટ કરશે, સુવિધાજનક IVR પર નેવિગેશન ટાઇમ ઘટાડશે. એક્સિસ બેંક એના ગ્રાહકોને વધારે સારી રીતે સેવા આપવા સક્ષમ બનવા ડિજિટલ ટેકનોલોજીઓને સ્વીકારવા કટિબદ્ધ છે.