બેંક ઓફ બરોડાની ક્રેડિટ કાર્ડ કંપની ડિજિટલ પરિવર્તન કરવા ફિસર્વ ટેકનોલોજીને અપનાવશે

બેંક ઓફ બરોડાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની BOB ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ લિમિટેડ (BFSL)એ તેમના સંપૂર્ણ કાર્ડ ઇશ્યૂઅન્સ અને પ્રોસેસિંગ સાયકલના ડિજિટાઇઝેશનને સક્ષમ બનાવવા તેમજ કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડ, ટોકનાઇઝેશન અને બ્રાન્ડ વોલેટ અને વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ સાથે ઇન્ટિગ્રેશન જેવી નવી અને કેટલીક નવી અને અદ્યતન પ્રોડક્ટ લોંચને સપોર્ટ કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી પેમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ ટેકનોલોજી સોલ્યુશન્સ કંપની ફિસર્વ, ઇન્ક.  (નાસ્ડેક: FISV)ની પસંદગી કરી છે.

BFSL ભારતમાં ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી શરૂઆતની કંપનીઓમાં સામેલ છે તથા એના ગ્રાહકોને શ્રેષ્ઠ કાર્ડ પ્રોડક્ટ અને સર્વિસ આપવા માટે જાણીતી છે. પોતાની ડિજિટલ સ્ટ્રેટેજીને આગળ વધારવા અને ગ્રાહકોની ઝડપથી બદલાતી અપેક્ષાઓ પૂર્ણ કરવા BFSL સંપૂર્ણ મેનેજ સર્વિસ સોલ્યુશન ફિસર્વના ફર્સ્ટવિઝનTMનો ઉપયોગ કરશે, જે આંતરરાષ્ટ્રીય સ્તરના સ્કેલ અને સંકલિત ક્ષમતા સાથે કાર્ડ ઇશ્યૂઇંગ અને પ્રોસેસિંગને સક્ષમ બનાવશે, જે કાર્ડની લાઇફસાઇકલ દરમિયાન મળશે.

ફર્સ્ટવિઝનની આ સર્વિસ-ઓરિએન્ટેડ આર્કિટેક્ટર અને ઓપન APIs ઝડપી એપ્લિકેશન ડેવલપમેન્ટની સુવિધા આપશે, ઓછા ખર્ચે, વધારે ઝડપથી બજરામાં પહોંચવા નવી ક્ષમતા વિકસાવવા સક્ષમ બનાવશે. સોફ્ટવેર એઝ એ સર્વિસ (SaaS) સોલ્યુશ ભારતમાં સ્થાનિક રીતે હોસ્ટેડ છે અને દેશભરમાં મુખ્ય ઇશ્યૂઅર્સ માટે કાર્ડ પ્રોસેસિંગને સક્ષમ બનાવે છે, જેથી સ્થાનિક પેમેન્ટ અને કસ્ટમર ડેટા નિયમનની સુનિશ્ચિતતા કરે છે.

BOB ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ શૈલેન્દ્ર સિંહે કહ્યું હતું કે, “અમારા ગ્રાહકોને મજબૂત, સુરક્ષિત ઉત્પાદનો અને શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવા અમારી પ્રાથમિકતા છે. ફિસર્વ આપણા બજારને સમજે છે અને અમે જાણીએ છીએ કે, ભારતમાં તેમના કાર્ડની પ્રોસેસિંગ ક્ષમતા સ્થાપિત કરેલી છે. ફિસર્વની સ્કેલેબલ, ઇન્ટિગ્રેટેડ ટેકનોલોજી અમને અમારા ગ્રાહકોને હાલ અને ભવિષ્યમાં શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની સુવિધા આપશે, કારણ કે અમે તમામ મુખ્ય ઇશ્યૂઅર્સ દ્વારા સ્વીકાર્ય નવા પ્રોડક્ટ અને નવી સેવાઓ ઝડપથી લોંચ કરીશું.”

ફર્સ્ટવિઝન પ્લેટફોર્મ BFSLને સંપૂર્ણ સંકલિત કાર્ડ મેનેજમેન્ટ ટૂલ્સ સાથે એની ડિજિટલ પરિવર્તનની સફરમાં આગળ વધવા સક્ષમ બનાવશે, જેમાં ડિજિટલ કાર્ડ અને લૉયલ્ટી મેનેજમેન્ટ, અદ્યતન ફ્રોડ મોડ્યુલ્સ, રિસ્ક મેનેજમેન્ટ અને એનાલીટિક્સ સોલ્યુશન્સ સામેલ છે.

ફિસર્વના એશિયા પેસિફિકના ઇવીપી અને હેડ આઇવો ડિસ્ટેલબ્રિન્કે કહ્યું હતું કે, “ડિજિટલ સેવાઓ માટે ગ્રાહકની માગ સંતોષવા જે ઝડપે નાણાકીય સેવાઓ પ્રદાન કરવાની જરૂર છે, એને વધારે વેગ મળ્યો છે, જે માટે કોવિડ-19ની અસર જવાબદાર છે. ફિસર્વ સાથે BFSL કસ્ટમર જર્નીની નવેસરથી કલ્પના કરી શકે છે અને ઝડપથી બદલાતી ડિજિટલ-કેન્દ્રિત દુનિયામાં તમના ગ્રાહકોને વધારે સારી ઝડપથી બજારમાં લોંચ કરી શકીએ.”