આગામી ‘હુવેઈ વેરેબલ ડેઝ’ પ્રમોશન દરમિયાન પસંદગીના ડિવાઇઝ પર આકર્ષક ઓફર અને ડિસ્કાઉન્ટનો લાભ લો

હુવેઈ કન્ઝ્યુમર બિઝનેસ ગ્રૂપ ઇન્ડિયાએ 6 ઓગસ્ટથી 11 ઓગસ્ટ, 2020 સુધી હુવેઈ વેરેબલ ડેઝની જાહેરાત કરી છે. હુવેઈ વેરેબલ ડેઝ વેરેબલ્સની ઉત્કૃષ્ટ રેન્જ પર કેટલીક આકર્ષક ડિલ તથા વોચ GT 2 અને વોચ GT 2e પર ડિસ્કાઉન્ટ આપશે તેમજ હુવેઈના લેટેસ્ટ ફ્રીબડ્સ 3iની ભેટ આપશે.

હુવેઈએ હુવેઈ GT2e પછી હુવેઈ GT 2 કરીને ભારતમાં વેરેબલ સેગમેન્ટમાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે. ઉપરાંત કંપનીનું ઇયરફોન સેક્શનમાં લેટેસ્ટ ટેકનોલોજીકલ ઇનોવેશન – ફ્રીબડ્સ 3iએ TWS સેગમેન્ટમાં માપદંડ સ્થાપિત કર્યો છે. ઓફરમાં દરેકની મનપસંદ હુવેઈ વોચ GT 2, વોચ GT 2Eના વેરિઅન્ટ પર કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે તથા ફ્રીબડ્સ 3i સાથે ફ્રીમાં આકર્ષક ડિવાઇઝની ભેટ સંકળાયેલી છે. વેરેબલ્સ પર આ તમામ ડિલ એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ એમ બંને પર તથા ભારતમાં ક્રોમાના મુખ્ય રિટેલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે!

જે લોકો તાત્કાલિક ધોરણે વોચ GT 2e મિન્ટ ગ્રીન, રેડ અને બ્લેક વેરિઅન્ટ ખરીદવા ઇચ્છતાં હોય તેમના માટે કિંમત ફક્ત રૂ. 9,990 છે, જેની ઓરિજિનલ કિંમત રૂ. 11,990 છે. વળી વોચ GT 2 સ્પોર્ટ વેરિઅન્ટ પણ રૂ. 12,990માં ઉપલબ્ધ છે, જેની ઓરિજિનલ કિંમત રૂ. 14,990 હતી. રૂ. 2000ના મોટા ડિસ્કાઉન્ટ સાથે વ્યક્તિ વોચ GT 2ના ક્લાસિક અને પ્રીમિયમ વેરિઅન્ટની ખરીદી કરી શકે છે.

ગ્રાહકોને હુવેઈ બેન્ડ 4 મળશે, જે સુંદર ડિઝાઇન ધરાવે છે અને હુવેઈ ફ્રીબડ્સ 3i સાથે તમારી સહાયક પણ છે, જે બે ક્લાસિક કલરમાં ઉપલબ્ધ છેઃ કાર્બન બ્લેક અને સિરામિક વ્હાઇટ, જેની કિંમત પ્રાઇડ ડે ઓફર પર રૂ. 9990 છે – હુવેઈ બેન્ડ 4ની કિંમત ઝીરો ખર્ચ પર રૂ. 3099 છે.

હુવેઈ વેરેબલ ડેઝ વિશે વધારે જાણકારી મેળવવા અધિકૃત વેબસાઇટની મુલાકાત લો અને હુવેઈ ફ્રીબડ્સ 3i વિશે વધારે જાણકારી મેળવો.

હુવેઈના ઉપલબ્ધ અનેક વેરેબલ્સમાં વોચ સેગમેન્ટમાં લેધર સ્પોર્ટ વેરિઅન્ટ પણ જુઓ, જેની કિંમત રૂ. 17,990 છે, ટાઇટેનિયમ ગ્રે વેરિઅન્ટની કિંમત રૂ. 21,990 છે અને બ્લેક સ્પોર્ટ વેરિઅન્ટની કિંમત રૂ. 15,990 છે.

રસ ધરાવતા ગ્રાહકો એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ પર 6 ઓગસ્ટથી 11 ઓગસ્ટ, 2020 સુધી આ લાઇફટાઇમ ડિલ ચકાસી શકે છે તથા આગામી અઠવાડિયાઓમાં વિવિધ ઓફરો, ડિસ્કાઉન્ટ અને ભેટસોગાદોનો લાભ લઈ શકે છે.