ગોદરેજ એન્ડ બૉય્સ અને WWF ઇન્ડિયા દ્વારા મેન્ગ્રોવ પર જાગૃતિ લાવવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મેજિકલ મેન્ગ્રોવ્સ’

આંતરરાષ્ટ્રીયમેન્ગ્રોવ ઇકોસિસ્ટમના સંરક્ષણ દિવસના પ્રસંગે ગોદરેજ એન્ડ બૉય્સ મેનુફેક્ચરિંગ કંપની લિમિટેડે WWF ઇન્ડિયા (વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, ઇન્ડિયા) સાથે મળી રાષ્ટ્રીય સ્તરનું અભિયાન ‘મેજિકલ મેન્ગ્રોવ્સ’ લોંચ કર્યું છે, જેમાં વર્તમાન સમયમાં મેન્ગ્રોવ્સના સંરક્ષણના મહત્ત્વને સૂચવે છે અને નાગરિકોને આ અભિયાનમાં સામેલ થવા અપીલ કરવામાં આવી છે.

આ અભિયાન 8 રાજ્યો મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચાલશે, જ્યાં તેઓ મેન્ગ્રોવ્સની ઇકોસિસ્ટમના મહત્ત્વ પર જાગૃતિ વધારશે અને નાગરિકોને અન્ય લોકોમાં વધુ જાગૃતિ લાવવા માટે સ્વયંસેવક બનવા પ્રેરિત કરશે. સ્વયંસેવકો છ મહિનાના ગાળા માટે કામ કરશે અને વેબિનાર, ફિલ્મ સ્ક્રીનિંગ, ઓનલાઇન ક્વિઝ, ડિજિટલ સ્ટોરી-ટેલિંગ સેશનમાં સામેલ થશે.

છેલ્લાં થોડાં દાયકામાં ગોદરેજ એન્ડ બૉય્સની વેટલેન્ડ મેનેજમેન્ટ સર્વિસીસની ટીમ વિક્રોલીમાં મુંબઈમાં સૌથી મોટા મેન્ગ્રોવ્સના જંગલ પૈકીના એકનું સંચાલન અને સંરક્ષણ કરવા સક્રિય છે. આ પ્રયાસને નવી ઊંચાઈએ લઈ જવા ગોદરેજે સંરક્ષણના પ્રયાસોને વધારે મજબૂત કરવા અને દેશભરમાં વ્યાપક સ્તરે જાગૃતિ લાવવા WWF ઇન્ડિયા સાથે સત્તાવાર રીતે જોડાણ કર્યું છે. WWF ઇન્ડિયા છેલ્લાં બે દાયકાથી વધારે  સમયથી દેશભરમાં ઊંચાઈ પર સ્થિત વિસ્તારોમાં, પૂરના મેદાનોમાં, શહેરી કેન્દ્રોમાં અને રામસાર સાઇટ પર વેટલેન્ડનું સંરક્ષણ કરવા કાર્યરત છે.

આ પહેલ વિશે ડૉ. ફીરોઝા ગોદરેજે કહ્યું હતું કે, “ગોદરેજ એન્ડ બૉય્સે વિવિધ પ્રસંગો પર WWF સાથે સફળ જોડાણ કર્યું છે. આ જોડાણ અમારા પ્રયાસને વધારશે અને અમને અસરકારક રીતે સમુદાયને જાગૃત કરવામાં મદદરૂપ થશે, જેથી તેમને સમજણ પડશે કે તેમના વ્યક્તિગત સ્તરે નાનાં નાનાં પગલાંથી મેન્ગ્રોવ્સનું સંરક્ષણ થાય છે, જે છેવટે ભવિષ્યમાં મોટા પાયે પર્યાવરણલક્ષી પરિવર્તનમાં પ્રદાન કરશે.”

WWF ઇન્ડિયાના સેક્રેટરી જનરલ અને સીઇઓ શ્રી રવિ સિંહે ઉમેર્યું હતું કે, “મેન્ગ્રોવ્સ આબોહવામાં પરિવર્તનના કુદરતી અવરોધક તરીકે કામ કરે છે, નર્સરી તરીકે સેવા આપે છે અને એકથી વધારે જળપ્રજાતિઓ માટે પોષણ પૂરું પાડે છે. જમીનનાં ધોવાણનાં નિયંત્રણ પર તેમની અસર આપણા દરિયાકિનારાની ભૂગોળને આકાર આપવા આવશ્યક છે. ભારતમાં કુદરતી સંરક્ષણમાં મુખ્ય હિતધારકો તરીકે યુવા પેઢી અને જાગૃતિ નાગરિકોની ભૂમિકાને પિછાણીને આ અભિયાનનો ઉદ્દેશ તૂટતી ઇકોસિસ્ટમમાં મેન્ગ્રોવ્સની આવશ્યકતા વિશે જાણકારી ઊભી કરવાનો છે અને તેમને મેન્ગ્રોવ્સના સંરક્ષણ સકારાત્મક કામગીરી કરવા સક્ષમ બનાવવાનો છે.”

ગોદરેજમાં વેટલેન્ડ મેનેજમેન્ટ સર્વિસીસ ટીમે કેટલીક પહેલો દ્વારા મેન્ગ્રોવ્સ ઇકોસિસ્ટમ વિશે જાગૃતિ ઊભી કરી છે, જેમ કે 11 ભાષાઓમાં પહેલી વાર પ્રથમ પ્રકારની મેન્ગ્રોવ્સ મોબાઇલ એપ લોંચ કરવી, ગયા વર્ષે વિશિષ્ટ ચિલ્ડ્રન્સ સ્ટોરી બુક પ્રકાશિત કરવી અને મુંબઈમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પોસ્ટર પ્રદર્શનનું આયોજન.