હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયા BS-VIના વેચાણનાં 1 મિલિયનનો આંકડો પાર કરનાર ઉદ્યોગમાં પ્રથમ 2વ્હીલર કંપની બની

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (HMSI)એ મોખરે રહીને BS-VI ટેકનોલોજી ક્રાંતિને આગળ વધારવા આજે જાહેરાત કરી હતી કે, સ્થાનિક બજારમાં કંપનીનાં BS-VI ટૂ-વ્હીલરનું કુલ વેચાણ 11 લાખથી વધારે થયું છે.

હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયા #AQuietRevolution શરૂ કરનાર દેશમાં પ્રથમ ટૂ વ્હીલર ઉત્પાદક હતી અને કંપનીએ નિયત સમયમર્યાદાથી છ મહિના અગાઉ સપ્ટેમ્બર, 2019માં એક્ટિવા 125 લોંચ કરીને BS-VIના વિવિધ મોડલનું વેચાણ શરૂ કર્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે, હોન્ડાએ નાણાકીય વર્ષ 2019-20માં ઉદ્યોગમાં સૌથી વધુ 6.5 લાખથી વધારે BS-VI યુનિટનું વેચાણ કર્યું હતું.

અત્યારે 11 લાખથી વધારે ડિસ્પેચ અને એમાં વધારા સાથે વધુને વધુ ભારતીયો તેમના મનપસંદ BS-VI હોન્ડા 2વ્હીલર પર સવારી કરી રહ્યાં છે, જે હોન્ડાની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસનીય પેટન્ટેડ ટેકનોલોજી, ક્લાસમાં પ્રથમ ખાસિયતો, સ્ટાઇલ, સુવિધા વગેરે સાથે આવે છે.

આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી અને સેગમેન્ટમાં અગ્રણી ખાસિયતો સાથે સજ્જ હોન્ડાના BSVI પ્રોડક્ટ સ્વીકારવા માટે પોતાના સતત વધી રહેલા BSVI ગ્રાહકોનો આભાર માનતા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “હોન્ડામાં અમારા માટે આ ગર્વની બાબત છે કે, 11 અદ્યતન BS-6 મોડલે ભારતભરમાં ગ્રાહકો વચ્ચે વિશ્વાસ હાંસલ કર્યો છે અને સવારીનો નવો આનંદ આપ્યો છે. BSVI યુગમાં હોન્ડાની આ ખરાં અર્થમાં #AQuietRevolution છે, કારણ કે અમારો પ્રોડક્ટ પોર્ટફોલિયો ઉદ્યોગનો સૌથી વધુ વિવિધતાસભર છે, જેની શરૂઆત 110cc સ્કૂટર્સથી થાય છે અને 1100cc પ્રીમિયમ એડવેન્ચર બાઇક સુધી વિસ્તરેલો છે. અત્યારે ઘણા ગ્રાહકો નવી સ્થિતિસંજોગોમાં પડકારજનક સમયમાં સલામતી અને સ્વચ્છતા માટે પર્સનલ મોબિલિટીને પસંદ કરતા હોવાથી હોન્ડા ઓનલાઇન બુકિંગ્સ, આકર્ષક રિટેલ ફાઇનાન્સ યોજનાઓ, ઉદ્યોગમાં સૌપ્રથમ 6 વર્ષની વોરન્ટીનો વિકલ્પ વગેરે સાથે નવું મૂલ્ય આપે છે. અમને વિશ્વાસ છે કે, આગળ જતાં લાખો ભારતીયો વિંગ્સ ઓફ હોન્ડા સાથે મોબિલિટીના તેમના સ્વપ્નો સાકાર કરવાનું ચાલુ રાખશે.”