આઇકોનિક ફેશન બ્રાન્ડ એની ક્લેઇને ભારતમાં પર્યાવરણને અનુકૂળ વોચની રેન્જ ‘કન્સિડર્ડ’ લોંચ કરી

પર્યાવરણને અનુકૂળ ઘડિયાળો પ્રસ્તુત કરવાના પ્રયાસમાં WHP ગ્લોબલની માલિકીની અમેરિકન ખાનગી કંપની એની ક્લેઇને આજે વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડેના પ્રસંગે ભારતમાં એની ક્લેઇન કન્સિડર્ડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. વિચારપૂર્વકના અભિગમ અને નૈતિક ધારાધોરણોનું પાલન કરીને ખરીદવામાં આવેલી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી 11 વોચની આ આધુનિક રેન્જ ચાર આદર્શોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છેઃ પ્રામાણિકતા, વિચારશીલતા, સંસ્કૃતિ અને સમુદાય.

આ કલેક્શનમાં પ્રોડક્ટને વધારે સસ્ટેઇનેબલ બનાવવા ત્રણ ઇનોવેશન કરવામાં આવ્યાં છે – જવાબદાર ચામડું, સૂર્ય દ્વારા પાવર્ડ અને રિન્યૂએબલ પ્લાસ્ટિક. કલેક્શનમાં દરેક વોચ સોલર-પાવર્ડ બેટરી ધરાવે છે, જેને સૂર્યની સાથે કોઈ પણ પ્રકાશના સ્ત્રોત દ્વારા પાવર મળે છે. બેટરી સંપૂર્ણપણે રિચાર્જેબલ છે અને એને ક્યારેય બદલવાની જરૂર નથી. જ્યારે 5 કલાક માટે વોચને સીધો સૂર્યપ્રકાશ મળશે, ત્યારે બેટરી સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને સિંગલ ચાર્જ પર આશરે 4 મહિના કામ કરી શકે છે. જવાબદાર ચામડાની રેન્જમાં પ્લાન્ટ-આધારિત વેગન લેધર સ્ટ્રેપ્સનો ઉપયોગ થયો છે, જે સફરજનની છાલ, પાઇનેપલ અને બૂચના ઝાડની છાલ જેવા ઓર્ગેનિક સામગ્રી ધરાવે છે. વોચના કેટલાંક પટ્ટા રિસાઇકલેબલ કોર્ક લાઇનિંગ ધરાવે છે. પરંપરાગત પ્લાસ્ટિક સાથે સંકળાયેલા નુકસાનને ટાળવા રિન્યૂએબલ પ્લાસ્ટિક કલેક્શનમાં ઓઇલ-આધારિત સામગ્રીને બદલે કુદરતી કપાસ અને લાકડાના રેષામાંથી બનેલા સેલ્યુલોઝ એસિટેટનો ઉપયોગ થયો છે. વોચ 80 ટકા પોસ્ટ-કન્ઝ્યુમર વેસ્ટ, રિસાઇકલ કરેલા પેપર અને ઓર્ગેનિક કોટનમાંથી બનેલા સુંદર બોક્સ સાથે આવે છે.

આ કલેક્શન વિશે ટાઇટન કંપની લિમિટેડના વોચીસ એન્ડ વેરેબલ્સ ડિવિઝનના સીઇઓ શ્રીમતી સુપર્ણા મિત્રાએ કહ્યું હતું કે, પર્યાવરણ પ્રત્યે સભાન ગ્રાહકોની માગને પૂર્ણ કરવા અમને દેશમાં એની ક્લેઇન કન્સિડર્ડ વોચની સ્પેશ્યલ રેન્જ પ્રસ્તુત કરવાની ખુશી છે. આ કલેક્શનમાં જવાબદાર એન્જિનીયરિંગ તથા ઇનોવેટિવ અને જવાબદાર ચામડાનો ઉપયોગ થયો છે. એની ક્લેઇન કન્સિડર્ડને આજના વિચારશીલ અને પર્યાવરણ પ્રત્યે સભાન ગ્રાહકો માટે ટ્રેન્ડી કલર્સમાં ડિઝાઇન કરેલી અત્યાધુનિક વોચ પર ગર્વ છે.

સ્ટાઇલ અને સુંદરતાનો સુભગ સમન્વય ઇચ્છતી મહિલાઓ માટે આ સ્ટાઇલિશ વોચ કાર્યસ્થળે કે મિત્રો સાથે પાર્ટીમાં પરફેક્ટ છે. મેટલિક વોચ ગોલ્ડ, રોઝ અને સિલ્વરના કલર પેલેટમાં આવે છે. લેધર સ્ટ્રેપ ધરાવતી વોચ ફોરેસ્ટ કલરની થીમ ધરાવે છે. કેટલીક વોચ સ્વેરોવ્સ્કી ક્રિસ્ટલ ધરાવે છે, જે નીતિમત્તાના ધારાધોરણો જાળવીને ખરીદવામાં આવ્યાં છે અને લીડમુક્ત છે, જે એમની વિન્ટેજ આકર્ષકતામાં વધારો કરે છે. રૂ. 9,499થી રૂ. 14,995ની કિંમતની રેન્જ ધરાવતી આ વોચની ખરીદી ગ્રાહકો ભારતમાં હિલિઓસ સ્ટોર્સ, પસંદગીના વર્લ્ડ ઓફ ટાઇટન સ્ટોર્સ, શોપર્સ સ્ટોપ, લાઇફસ્ટાઇલ અને સેન્ટ્રલમાં કરી શકે છે. તમે આ સુંદર કલેક્શનની ઓનલાઇન ખરીદી www.titan.co.in, helioswatchstore.com અને અન્ય ઓનલાઇન સ્ટોર્સમાં કરી શકો છો.