આઈઆરબી ઈન્ફ્રા ગણદેવા-એના એઈટ લેન હાઈબ્રીડ એન્યૂઈટી(એચએએમ) પ્રોજેક્ટ માટે પસંદગીનો બીડર

ભારતનો સૌથી મોટો હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ(આઈઆરબી) ગુજરાતમાં ગણદેવા-એનાને જોડતાં ૨૭.૫ કિમીનું અંતર ધરાવતાં આંઠ લેન સાથેના હાઈવેના બાંધકામ માટે પસંદગીના બીડર તરીકે ઊભરી આવ્યાં છે. ગણદેવા-એનાનો જોડતો આ માર્ગ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનો એક ભાગ છે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ૧,૭૫૫ કરોડ થવા જાય છે.

ગણદેવા-એના સ્ટ્રેચ માટે પસંદગીના બીડર તરીકે ઊભરવા અંગે આઈઆરબી ઈન્ફ્રા.ના ચેરમેન અને એમડી વિરેન્દ્ર મ્હાઈસ્કરે જણાવ્યું હતું કે કંપનીને ખૂબ મહત્વના અને પ્રતિષ્ઠિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ભાગરૂપ બીજો પ્રોજેક્ટ મળતાં અમે ખુશ છીએ. ફરી એકવાર પ્રોજેક્ટનું મળવું એ અંતિમ બે દાયકા દરમિયાન કંપનીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને લઈને દર્શાવેલી ઊંડી સમજ અને નિપુણતા, ઊંડા અનુભવ તથા પ્રોજેક્ટને સફ‌ળ રીતે કાર્યસાર્થ કરવાની ક્ષમતાનું પ્રમાણ છે.

એ વાત નોંધવી રહી કે કંપની બહુ પ્રતિષ્ઠિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર પાદરા-વડોદરાને જોડતાં ૨૩.૭૪ કિમીના માર્ગનું બાંધકામ પણ કરી રહી છે. જેનો પ્રોજેક્ટ ખર્ચ રૂ૨૦૪૩ કરોડ છે.

પ્રોજેક્ટ્સની મુખ્ય હાઈવાઈટ્સ:

·         આ પ્રોજેક્ટ(પેકેજ-૭) એ એનએચએઆઈના ફેઝ-૧ હેઠળના દેશના મહત્વાકાંક્ષી ‘ભારતમાલા પરિયોજના’નો ભાગ છે

·         આ એક આંઠ લેનનો ગ્રીન-ફિલ્ડ પ્રોજેક્ટ છે. જે વડોદરા-મુંબઈ વચ્ચે આવી રહેલા એક્સપ્રેસવે પર ગણદેવા-એનાના ૨૭.૫ કિમીના સ્ટ્રેચને જોડે છે.

·         કંપનીને ૭૩૦ દિવસમાં માર્ગનું બાંધકામ કરવાની તથા ત્યારબાદ ૧૫ વર્ષ સુધી ઓપરેશન્સ અને મેઈન્ટેનન્સનો અધિકાર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

·         આ પ્રોજેક્ટ મળ્યાં બાદ કંપનીની ઓર્ડર બુક રૂ૧૩૭૫૫ કરોડની રહેશે.