મહિન્દ્રા યુનિવર્સિટીએ ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે નવો ચીલો ચાતરવાની રૂપરેખા રજૂ કરી

મહિન્દ્રા ગ્રૂપે આજે મહિન્દ્રા યુનિવર્સિટી (એમયુ) લોંચ કરી હતી, જે ભારતમાં વૈશ્વિક સ્તરની ભવિષ્યલક્ષી શિક્ષણ ઓફર કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. એનું મિશન એકથી વધારે કુશળતા ધરાવતા લીડર વિકસાવવાનું છે, જે રિફ્લેક્શન અને ઇનોવેશનમાં સક્ષમ હશે અને સાથે સાથે નૈતિક ગુણો અને સહાનુભૂતિનું વલણ ધરાવતા હશે. દેશમાં ઉચ્ચ શિક્ષણમાં અર્થસભર પરિવર્તન કરવા MU આંતરશાખીય શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને વેગ આપશે, માનવતા, નીતિશાસ્ત્ર અને ફિલોસોફી તેમજ ડિઝાઇન સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસનો સમન્વય કરશે.

આ સ્વાયત્ત યુનિવર્સિટી તરીકે કામ કરશે, જેમાં ડેટા સાયન્સ, બ્લોકચેઇન અને ડેટા એનાલીટિક્સ જેવી વિકસતી ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવા બનાવવામાં આવેલા સમકાલીન, અદ્યતન અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. MU એના વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસ માટે વિશિષ્ટ રીતે સક્ષમ બનશે, જેમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ (જમણું મગજ) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (ડાબું મગજ)ની કામગીરીનો સમન્વય થશે.

મહિન્દ્રા યુનિવર્સિટી એ ટેક મહિન્દ્રાની નોટ-ફોર-પ્રોફિટ પેટાકંપની મહિન્દ્રા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સ (એમઇઆઇ)નો ભાગ છે. આ સંપૂર્ણ મહિન્દ્રા ગ્રૂપના ધારાધોરણો અને પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે, જે લોકો અને સમુદાયો એમ બંનેને જીવનમાં પ્રગતિ કરવા સક્ષમ બનાવવા સકારાત્મક પરિવર્તન લાવવાનો મુખ્ય ઉદ્દેશને વ્યક્ત કરે છે.

યુનિવર્સિટી સમાજનાં જટિલ પડકારોનું સમાધાન કરવા ઉદ્યોગસાહસિકતા સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ દ્વારા વાસ્તવિક દુનિયાના અનુભવ સાથે સંતુલિત શિક્ષણ માટેનું પ્લેટફોર્મ બનશે. આ રમતગમત અને સંગીત જેવી અભ્યાસક્રમ બહારની પ્રવૃત્તિઓની જોગવાઈ સાથે મિલેનિયલ્સ માટે ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તન લાવવામાં અને અતિ-કુશળ, ભવિષ્ય માટે સજ્જ પ્રતિભાશાળી લીડર્સ ઊભા કરવામાં મદદરૂપ થશે.

મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન અને મહિન્દ્રા યુનિવર્સિટીના ચાન્સેલર આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ વ્યક્તિ અને દેશ એમ બંનેમાં પરિવર્તન લાવવાની એકસમાન ક્ષમતા ધરાવે છે. મહિન્દ્રા યુનિવર્સિટી વધારે સંતુલિત શિક્ષણ પ્રદાન કરવા આતુર રહેશે, જેમાં દુનિયા પ્રત્યે સંપૂર્ણ દ્રષ્ટિકોણ ધરાવતા ભવિષ્યના લીડર્સ ઊભા કરવા મુક્ત કળાઓ સાથે અદ્યતન ટેકનોલોજીનો સમન્વય થશે.

હૈદરાબાદમાં 130 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું એકથી વધારે શૈક્ષણિક શાખાઓ ધરાવતું કેમ્પસ અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને PhD અભ્યાસક્રમો ઓફર કરશે. MUમાં ઇકોલ સેન્ટ્રલ સ્કૂલ ઓફ એન્જિનીયરિંગ સામેલ છે, જેની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી.

મહિન્દ્રા યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય વિનીત નાયરે કહ્યું હતું કે, શૈક્ષણિક ક્ષેત્રમાં સતત પરિવર્તન થઈ રહ્યું હોવાથી વ્યવસાયથી પર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગની ટેકનોલોજીકલ માગને પૂરી કરે એવા શિક્ષણ પ્રત્યેના ગતિશીલ અને સક્ષમ અભિગમ માટેની જરૂર છે. આ જરૂરિયાત પૂર્ણ કરવા મહિન્દ્રા યુનિવર્સિટી સંપૂર્ણ શિક્ષણ અને શૈક્ષણિક અનુભવ પ્રદાન કરવા મુખ્ય અનેબલર બનશે, જેમાં એનાલીટિકલ અને ડિઝાઇન-સંચાલિત વિચારસરણી, ક્વોન્ટિટેટિવ અને રચનાત્મક રીતે સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતા તથા ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા માટેનો ઉત્સાહ સામેલ છે.

ટેક મહિન્દ્રાના એમડી અને સીઇઓ તથા મહિન્દ્રા યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય સી પી ગુર્નાનીએ કહ્યું હતું કે, “મહિન્દ્રા યુનિવર્સિટી કૌશલ્યમાં અંતર ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં લીડર ઊભા કરવાની અમારી કટિબદ્ધતાનો પુરાવો છે. આ લીડર્સ બજારની જરૂરિયાતો અને વ્યાવસાયિક વાતાવરણને અનુરૂપ પરિવર્તન કરવા, સ્વીકાર કરવા અને કાયાપલટ કરવા તૈયાર હશે. યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇમોશનલ ઇન્ટેલિજન્સની ક્ષમતાનો ઉપયોગ કરવા વિવિધ શાખાઓના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સુલભતા પણ પ્રદાન કરશે. આ વિદ્યાર્થીઓની અંદર સમાજના જટિલ પડકારોનું સમાધાન કરવા સક્ષમ બનાવવા અદ્યતન સક્ષમતાઓ કેળવવા અને ઉદ્યોગસાહસિકતાનો ગુણ વિકસાવવામાં મદદરૂપ થશે.”

યુનિવર્સિટી તાત્કાલિક યોજનાના ભાગરૂપે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (2021-22), સ્કૂલ ઓફ લૉ (2021-22), ઇન્દિરા મહિન્દ્રા સ્કૂલ ઓફ એજ્યુકેશન (2021-22) અને સ્કૂલ ઓફ ડિઝાઇન (2023-24) લોંચ કરશે.

આગામી પાંચ વર્ષમાં મહિન્દ્રા યુનિવર્સિટીમાં વિવિધ સ્કૂલ્સમાં અંદાજે 4,000 વિદ્યાર્થીઓ અને 300થી વધારે ફેકલ્ટી મેમ્બર્સનું પ્લેસમેન્ટ થશે.

ધ મિનેર્વા ફંડ – મહિન્દ્રા યુનિવર્સિટી સ્કોલરશિપ પ્રોગ્રામ એ સુનિશ્ચિત કરવા ઉપલબ્ધ છે કે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સુલભતા મળે. તમામ વિસ્તારો, લિંગ અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા ધરાવતા લોકોને શિષ્યાવૃત્તિ આપીને સર્વસમાવેશકતા લાવવાનો પ્રયાસો પણ થઈ રહ્યાં છે, જેથી મજબૂત સમાજનું નિર્માણ થાય તેમજ ઉદ્યોગ અને શૈક્ષણિક જગત માટે એકસમાન રીતે વિવિધ પ્રતિભાઓ મોટી સંખ્યામાં ઊભી થાય.

મહિન્દ્રા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર પ્રોફેસર યજુલુ મેદુરીએ કહ્યું હતું કે, “મહિન્દ્રા યુનિવર્સિટીનો ઉદ્દેશ વર્તમાન પડકારો અને ભવિષ્યમાં ઉદ્યોગની જરૂરિયાતો માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા ઉદ્યોગ અને શિક્ષણજગત વચ્ચે જરૂરી જોડાણ દ્વારા આપણા દેશમાં ભવિષ્યની વર્કફોર્સ માટે શૈક્ષણિક વાતાવરણમાં પરિવર્તન લાવવાનો છે. યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ફેકલ્ટીની કુશળતાનો સમન્વય કરશે તથા ટોચના શૈક્ષણિક પાર્ટનર્સ સાથે ઇનોવેશન અને સંશોધન કેન્દ્રોની સુલભતા પ્રદાન કરશે. અમે વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ શૈક્ષણિક પ્લેટફોર્મ ઊભું કરવાની, તેમને એન્જિનીયરિંગ, લૉ, મેનેજમેન્ટ, એજ્યુકેશન, મીડિયા એન્ડ લિબરલ આર્ટ્સ, ડિઝાઇન અને અન્ય શાખાઓ સાથે સંબંધિત અભ્યાસોની સુલભતા પ્રદાન કરવાની યોજના ધરાવીએ છીએ.”

MU એના સેન્ટર્સ ઓફ એક્સલન્સ દ્વારા કોર્પોરેટ અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ પણ લાવશે. વિદ્યાર્થીઓ સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મહિન્દ્રા ગ્રૂપની કુશળતાનો, વિઝિટિંગ ફેકલ્ટીનો અને અન્ય વ્યૂહાત્મક જોડાણનો લાભ પણ મેળવશે. વિદ્યાર્થીઓને દેશભરની કંપનીઓના CEOs, CXOs સાથે ચર્ચા કરવાની તક મળશે.

MU અદ્યતન એનવીડિયા GPU-આધારિત સુપરકમ્પ્યુટર DGX-1 સાથે સુપરકમ્પ્યુટર લેબ ધરાવે છે. આ સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (CAI), સેન્ટર ફોર ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (CIE) અને સેન્ટર ફોર સસ્ટેઇનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ્સ (CSIS) પણ ધરાવે છે. વધારાના CoEsની વિચારણા ચાલુ છે, જેમાં સેન્ટર ફોર કમ્પ્યુટેશનલ એન્ડ એક્સપેરિમેન્ટલ મિકેનિક્સ (CCEM), સેન્ટર ફોર રિસર્ચ ઇન ઓપ્ટિક્સ એન્ડ ફોટોનિક્સ (CROP) અને સેન્ટર ફોર એક્ઝિક્યુટિવ એજ્યુકેશન (CEE) સામેલ છે.