NPCIએ રિકરિંગ પેમેન્ટ માટે UPI ઓટોપે સુવિધા શરૂ કરી

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ જણાવ્યું હતું કે, કોર્પોરેશને રિકરિંગ પેમેન્ટ માટે UPI ઓટોપે સુવિધા શરૂ કરી છે. UPI 2.0 અંતર્ગત શરૂ થયેલી આ નવી સુવિધા સાથે ગ્રાહકો હવે રૂ. 2000 સુધીના મોબાઇલ બિલ, વીજળીનું બિલ, EMI પેમેન્ટ, એન્ટરટેઇન્મેન્ટ/OTT સબસ્ક્રિપ્શન, વીમો, મ્યુચ્યુઅલ ફંડ અને લોન પેમેન્ટ, ટ્રાન્ઝિટ/મેટ્રો પેમેન્ટ વગેરે જેવા રિકરિંગ પેમેન્ટ માટે કોઈ પણ UPI એપ્લિકેશનનો ઉપયોગ કરીને રિકરિંગ ઇ-મેન્ડેટ સુવિધાનો લાભ લઈ શકે છે. જો રકમ રૂ. 2000થી વધારે હશે, તો ગ્રાહકો UPI PIN સાથે દરેક પેમેન્ટ કરી શકશે.

કોઈ પણ UPI-સક્ષમ એપ્લિકેશ ‘મેન્ડેટ’ સેક્શન પણ ધરાવશે, જેના થકી ગ્રાહકો ઓટો ડેબિટ મેન્ડેટ ક્રીએટ કરી શકે છે, એને મંજૂરી આપી શકે છે, એમાં સુધારાવધારા કરી શકે છે, પૉઝ કરી શકે છે તેમજ એને ફરી શરૂ કરી શકે છે. મેન્ડેટ સેક્શન ગ્રાહકોને તેમના સંદર્ભ અને રેકોર્ડ માટે અગાઉના મેન્ડેટ જોઈ શકશે. UPI યુઝર્સ UPI ID, QR સ્કેન કે ઇન્ટેન્ટ દ્વારા ઇ-મેન્ડેટ ક્રીએટ કરી શકે છે. ગ્રાહકના રિકરિંગ પેમેન્ટ પર ખર્ચને ધ્યાનમાં રાખીને ઓટો ડેબિટ મેન્ડેટ માટે પેટર્ન ક્રીએટ કરવામાં આવી છે. મેન્ડેટ વન-ટાઇમ, ડેઇલી, સાપ્તાહિક, પખવાડિક, દ્વિ-માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક સમયગાળા માટે સેટ કરી શકાશે.

વ્યક્તિગત યુઝર્સ અને વેપારીઓ એમ બંને આ સુવિધાનો પુષ્કળ લાભી શકે છે, કારણ કે મેન્ડેટ તાત્કાલિક જનરેટ થાય છે અને પેમેન્ટ અધિકૃત તારીખે ઓટોમેટિક કપાઈ જાય છે. ગ્રાહકોએ વન-ટાઇમ માટે UPI PIN દ્વારા તેમના ખાતાને અધિકૃત કરવું પડશે અને પછી દર મહિને ઓટોમેટિક પેમેન્ટ કપાઈ જશે.

UPI ઓટોપે સાથે લાઇવ થયેલી કેટલીક બેંકો, મર્ચન્ટ અને એગ્રીગેટર્સમાં એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, HDFC બેંક, HSBC બેંક, ICICI બેંક, IDFC બેંક, ઇન્ડસઇન્ડ બેંક, પેટીએમ પેમેન્ટ્સ બેંક, ઓટોપે-દિલ્હી મેટ્રો, ઓટોપે-ડિશ ટીવી, CAMS પે, ફર્લેન્કો, ગ્રોફિટર, પોલિસી બાઝાર, Testbook.com, ધ હિંદુ, ટાઇમ્સ પ્રાઇમ, પેટીએમ, પેU, રેઝરપે સામેલ છે. UPI ઓટોપે સાથે જિયો પેમેન્ટ્સ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને યસ બેંક ટૂંક સમયમાં લાઇવ થશે.

ઇન્ફોસિસ લિમિટેડનાં ચેરમેન અને સહ-સ્થાપક નંદન નિલેકણીએ કહ્યું હતું કે, “ગ્રાહકોની રોજિંદા ખર્ચની ચુકવણી માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે UPI ડિજિટલ ઇન્ડિયાના આધારસ્તંભ તરીકે કામ કરે છે. UPI પર UPI ઓટોપેની શરૂઆત ડિજિટલ પેમેન્ટ સ્પેસમાં સતત ઇનોવેશનનો પુરાવો છે. ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા પર રચિત RBIની સમિતિની મુખ્ય ભલામણોમાં આ ભલામણ સામેલ હતી. હું આ સમિતિનો અધ્યક્ષ હતો. UPI ઓટોપે જેવી ખાસિયતો ધરાવવી ઇકોસિસ્ટમ માટે ગર્વની ક્ષણ છે, જે ટેકનોલોજી સંચાલિત છે અને એના માટે ઓછામાં ઓછા માનવીય હસ્તક્ષેપની જરૂર છે.”

SBIના ચેરમેન રજનીશ કુમારે કહ્યું હતું કે, “અમને આ સીમાચિહ્નરૂપ પ્રસંગે UPI ઓટોપે સુવિધા શરૂ કરવાની ખુશી છે. અમારું માનવું છે કે, આ વિશિષ્ટ સુવિધા ગ્રાહકોને તેમના રિકરિંગ બિલ પેમેન્ટને સરળ બનાવવામાં મદદરૂપ થશે અને તેમને બિલોની ચુકવણી મેન્યુઅલી કરવામાંથી મુક્તિ આપશે. ગ્રાહકોને સૌથી વધુ સુવિધા પ્રદાન કરવા બેંકો અને ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ એમ બંને સંયુક્તપણે કામ કરે છે એ જોવું આનંદદાયક છે. અમને ખાતરી છે કે, આગામી વર્ષોમાં ગ્રાહકોને ચુકવણીની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને વિવિધ ઇનોવેટિવ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશનો પ્રસ્તુત થશે.”

NPCIનાં MD & CEO દિલીપ આસ્બેએ કહ્યું હતું કે, UPI ઓટોપેની શરૂઆત ભારતની ડિજિટાઇઝેશનની સફરને આગળ વધારે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અમે રિકરિંગ પેમેન્ટમાં ગ્રાહકોની રીતમાં વિવિધ પરિવર્તનો જોયા છે. જ્યારે UPI ઓટોપે UPIના લાખો યુઝર્સને સુવિધા અને સલામતી પ્રદાન કરશે, ત્યારે રિકરિંગ પેમેન્ટની સુવિધા આપશે. અમારું માનવું છે કે, આ સુવિધા ગ્રાહકોની સાથે વેપારીઓને તમામ નવા રિકરિંગ પેમેન્ટનો અનુભવ પણ આપશે. અમને આશા છે કે, P2M પેમેન્ટ સ્પેસમાં ખાસ કરીને UPIની કામગીરીને વધારીને નવું સીમાચિહ્ન સર કરશે. જ્યારે RBI સતત ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા પ્રોત્સાહન આપે છે, UPI ઓટોપે જેવી સુવિધાઓ ગ્રાહકોને UPI પર આવવા આકર્ષશે અને ડિજિટલ પેમેન્ટના નવા યુગની શરૂઆત થશે. UPI 2.0 ગ્રાહકોને ઓવરડ્રાફ્ટ સુવિધા, વન-ટાઇમ મેન્ડેટ, ઇનબોક્ષમાં ઇનવોઇસ અને સાઇન ઇન્ટેન્ટ તથા QR અને ફોરેન ઇનવર્ડ રેમિટન્સ જેવી સુવિધાઓ પૂરી પાડશે.