SBI કાર્ડ અને IRCTCએ રુપે પ્લેટફોર્મ પર કો-બ્રાન્ડેડ કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડ લોંચ કર્યું

SBI કાર્ડ અને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC)એ આજે રુપે પ્લેટફોર્મ પર IRCTC SBI કાર્ડ લોંચ કર્યું હતું. રેલવેમાં અવારનવાર પ્રવાસ કરતાં પ્રવાસીઓ માટે ડિઝાઇન કરવામાં આવેલું આ કાર્ડ પ્રવાસીઓને તેમના ભારતીય રેલવે પર મહત્તમ બચત ઓફર કરે છે તેમજ સાથે સાથે નાણાકીય વ્યવહારોની ફીમાં માફી સાથે રિટેલ, ડાઇનિંગ અને મનોરંજન પર શ્રેષ્ઠ લાભ  આપે છે.

રુપે પ્લેટફોર્મ પર IRCTC SBI કાર્ડધારકોને IRCTCની વેબસાઇટ પર AC1, AC2, AC3, AC CC બુકિંગ પર 10 ટકા સુધીનું મૂલ્ય પરત મળશે. કાર્ડ નાણાકીય વ્યવહારની ફી પર 1 ટકા માફી અને કાર્ડ એક્ટિવેશન પર 350 બોનસ રિવોર્ડ પોઇન્ટ પણ ઓફર કરે છે. કાર્ડ પર સંચિત રિવોર્ડ પોઇન્ટને IRCTC વેબસાઇટ પર ફ્રી ટિકિટ સામે રીડિમ કરી શકાશે.

કાર્ડ નીયર ફિલ્ડ કમ્યુનિકેશન (NFC) ટેકનોલોજી સાથે સજ્જ છે. ગ્રાહકો સુવિધાજનક, સુરક્ષિત અને ઝડપી નાણાકીય વ્યવહારો માટે સીક્યોરિટી રીડર પર તેમના કાર્ડને સરળતાપૂર્વક ટેપ કરી શકે છે. આ લોંચ સાથે SBI કાર્ડે એનો પોર્ટફોલિયો રુપે નેટવર્ક પર વધાર્યો છે.

આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી રજનીશ કુમારે કહ્યું હતું કે, “ભારતમાં અવારનવાર પ્રવાસ કરતા રેલવે પ્રવાસીઓનું બજાર બહુ મોટું છે અને આ પ્રકારના પ્રવાસીઓની જરૂરિયાતો પૂર્ણ કરવા ક્રેડિટ કાર્ડ માટે મોટી સંભવિતતા છે. વર્ષ 2006માં લોંચ થયેલું IRCTC SBI કાર્ડ એ SBI કાર્ડની શ્રેષ્ઠ કામગીરી કરતી ટ્રાવેલ પ્રોડક્ટ પૈકીની એક છે. સ્વદેશી રુપે નેટવર્ક પર આ ફ્લેગશિપ પ્રોડક્ટ લોંચ કરવાની સાથે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાર્ડની વિવિધ સુવિધાઓનો લાભ લેવા સક્ષમ બનશે. આ લોંચ સાથે SBI કાર્ડે ગ્રાહકોને એક વાર ફરી સુવિધાજનક, મૂલ્ય સંવર્ધિત, કેશલેસ પેમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરવાની એની કટિબદ્ધતા પુનઃવ્યક્ત કરી છે.”

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એમડી, જીબી એન્ડ એસ શ્રી દિનેશકુમાર ખારાએ કહ્યું હતું કે, “ત્રણ આઇકોનિક ભારતીય બ્રાન્ડ ઝડપથી વિકસતા, સ્વદેશી રુપે નેટવર્ક પર IRCTC SBI કાર્ડ લોંચ કરવા એકમંચ પર આવી છે. IRCTC SBI કાર્ડ IRCTC સાથે પાર્ટનરશિપમાં એકમાત્ર ક્રેડિટ કાર્ડ છે. રુપે પ્લેટફોર્મ પર આ પ્રોડક્ટ લોંચ કરવાથી યુઝરને પાવરફૂલ, વન સ્ટોપ પેમેન્ટ સોલ્યુશન મળશે, જેઓ ભારતીય રેલવેના બહોળા નેટવર્ક પર અવારનવાર પ્રવાસ કરે છે. આ સુસ્થાપિત હકીકત છે કે, ભારતીય ક્રેડિટ કાર્ડ બજારમાં SBI કાર્ડ સૌથી મોટો, સૌથી વધુ વિવિધતાસભર કો-બ્રાન્ડ કાર્ડ પોર્ટફોલિયો ધરાવે છે. આ લોંચ ટ્રાવેલ કાર્ડ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરશે.”

SBI કાર્ડના એમડી અને સીઇઓ શ્રી હરદયાલ પ્રસાદે કહ્યું હતું કે, “IRCTC SBI કાર્ડ અમારી વિવિધ ફ્લેગશિપ ઓફર પૈકીની એક છે અને IRCTC સાથે પાર્ટનરશિપમાં એકમાત્ર ક્રેડિટ કાર્ડ છે. અમને રુપેના પ્લેટફોર્મ પર IRCTC SBI પ્લેટિનમ કાર્ડ પ્રસ્તુત કરવા એની સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે. આકર્ષક લાભ પ્રદાન કરતું અને રેલવે પ્રવાસીઓના બહોળા વર્ગને લક્ષ્યાંક બનાવતું આ કાર્ડ રુપે પ્લેટફોર્મ પર અમારા પોર્ટફોલિયોને મજબૂત કરશે. સોશિયલ ડિસ્ટન્સિંગ ન્યૂ નોર્મલ છે એવા વાતાવરણમાં આ નવું કોન્ટેક્ટલેસ કાર્ડ ગ્રાહકોને ઓનલાઇન અને POS (પોઇન્ટ ઓફ સેલ) પર ટેપ એન્ડ પેનો ઉપયોગ કરીને સુરક્ષિત અને સલામત રીતે નાણાકીય વ્યવહાર કરવા સક્ષમ બનાવશે. અમે કાર્ડધારકોના વિવિધ સેગમેન્ટને વિશિષ્ટ અને કસ્ટમાઇઝ અનુભવ પૂરો પાડવા સતત પ્રયાસ કરીએ છીએ તેમજ આ લોંચ સાથે અમને મોટા વર્ગની જરૂરિયાતો પૂર્ણ કરવાની આશા છે.

આ પાર્ટનરશિપ પર IRCTCના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી એમ પી મલ્લે કહ્યું હતું કે, IRCTC દેશમાં સૌથી વધુ ઉપયોગ થતી ટ્રાવેલ પોર્ટલ પૈકીની એક છે અને ભારતમાં રિઝર્વ ટ્રેન ટિકિટ બુકિંગ્સમાં આશરે 72 ટકા હિસ્સો ધરાવે છે. SBI કાર્ડ સાથે આ પાર્ટનરશિપ અમારું વધુ એક આકર્ષક પ્રોડક્ટ છે, જેનું લોંચિંગ રુપે પ્લેટફોર્મ પર વધુ એક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ/લૉયલ્ટી પ્રોગ્રામ પ્રસ્તુત કેર છે. આ  કાર્ડ રેલવેના નિયમિત પ્રવાસીઓ માટે ટ્રેન ટિકિટનું બુકિંગ કરવાની પ્રક્રિયા સરળ બનાવવાના અમારા વિઝનને સુસંગત છે. રુપેની સતત વધતી લોકપ્રિયતા/સતત વધી રહેલા બજારહિસ્સા અને SBI કાર્ડની ડિજિટલ ક્ષમતાઓ સાથે IRCTCની સૌથી વધુ ક્ષમતાનો એટલે કે ટ્રાફિક અને એના વફાદાર ગ્રાહકવર્ગનો સમન્વય થશે. આ જોડાણ દ્વારા અમે કાર્ડધારકોના મોટા વર્ગ સુધી પહોંચવાની મોટી સંભવિતતા ધરાવીએ છીએ.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના એમડી અને સીઇઓ શ્રી દિલીપ આસ્બેએ કહ્યું હતું કે, અમને રુપે પ્લેટફોર્મ પર ઇનોવેટિવ IRCTC SBI કાર્ડ માટે SBI કાર્ડ અને IRCTC સાથે જોડાણ કરવાની ખુશી છે. અમારું માનવું છે કે, આ કાર્ડ રુપેના ગ્રાહકોને લાઇફસ્ટાઇલ સેગમેન્ટમાં ખરીદી કરવાની સાથે તેમના રેલવે પ્રવાસ પર નોંધપાત્ર બચત કરવા સક્ષમ બનાવશે. રુપેનો બજારહિસ્સો સતત વધી રહ્યો છે અને ભારતીય ગ્રાહકોમાં એની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે એટલે રુપે પ્લેટફોર્મ પર IRCTC SBI કાર્ડ રુપેના યુઝર્સને ખરીદીનો આનંદદાયક અનુભવ પ્રદાન કરવા એક વધુ પગલું છે.

રેલવેના પ્રવાસ પર વધારાની બચત કરવા IRCTC SBI કાર્ડ ઓનલાઇન ગ્રાહકોને કેટલાંક લાભ પૂરાં પાડે છે. જ્યારે ગ્રાહકો બિગબાસ્કેટ, OXXY, foodfortravel.in, એજિયો વગેરે પર ખરીદી કરે છે, ત્યારે તેઓ આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. વેલનેસથી લઈને મનોરંજન સુધી રુપે ગ્રાહકોને રોમાંચક લાભ પૂરાં પાડે છે, જેમ કે મેડલાઇફ પર દવાઓ પર 20 ટકા ડિસ્કાઉન્ટ, ફિટરનિટી પર 25 ટકા ઓફ, 1 મહિના હંગામા મ્યુઝિક માટે રૂ. 1, મી એન મોમ્સ પર રૂ. 250ની છૂટ વગેરે સામેલ છે. રુપે એના ગ્રાહકોને વેલ્કમ બેનિફિટ પણ ઓફર કરે છે, જેમ કે, પેથોલોજી પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને 1 મિલિગ્રામ સુધીની દવાઓની ખરીદી પર 18 ટકા ઓફ, કોઈ પણ અપગ્રેડ કોર્સ પર 10 ટકા ફી માફી, ધ મેન કંપની પર ખરીદી પર રૂ. 250ની છૂટ તથા મામાઅર્થ અને અપોલો ફાર્મસી પર 10-10 ટકાનું ડિસ્કાઉન્ટ.

ગ્રાહકોને ખરીદીનો સંપૂર્ણ અનુભવ પ્રદાન કરવા રુપે કાર્લટ્ન, એરિસ્ટોક્રેટ, વીઆઇપીસ, સ્કાયબેગ અને કાપ્રેસી પર ખરીદી માટે 10 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. રુપે કાર્ડધારકોને મૈન્ત્રા પર રૂ. 300 સુધીની છૂટ, ક્યુમેથ પર 15 ટકા ડિસ્કાઉન્ટ, બાટા પર 25 ટકા ઓફ, રેલ રેસાઇપમાંથી ટ્રેનમાં ઓર્ડર પર 10 ટકા ઓફ અને એડ્ડા247 દ્વારા ઓલ ટેસ્ટ સીરિઝ પર 50 ટકા ઓફ પણ ઓફર કરશે.

રુપે પ્લેટફોર્મ પર IRCTC SBI કાર્ડનાં મુખ્ય ફાયદા
  • irctc.co.in પર AC1, AC2, AC3, AC CC બુકિંગ્સ પર 10 ટકા સુધીનું વેલ્યુ બેક
  • IRCTC વેબસાઇટ પર બુકિંગ બદલ નાણાકીય વ્યવહારોની ફીમાં 1 ટકાની માફી
  • 350 એક્ટિવેશન બોનસ રિવોર્ડ પોઇન્ટ
  • બિગબાસ્કેટ, OXXY, foodfortravel.in, એજિયો જેવી ઇકોમર્સ સાઇટો પર ડિસ્કાઉન્ટ
  • IRCTC વેબસાઇટ પર ફ્રી ટિકિટ માટે રિવોર્ડ પોઇન્ટનું રિડેમ્પ્શન
  • કોન્ટેક્ટલેસ કાર્ડનો ટેપ એન્ડ પે ઉપયોગ
  • ફ્યુઅલ સરચાર્જ પર 1 ટકા માફી