સિડબી અને ટ્રાન્સયુનિયન સિબિલે MSMEshaksham રજૂ કર્યું

ભારતના અર્થતંત્રને પુનર્જિવિત કરવાના તેમજ એમએસએમઈને મજબૂત કરવાના પ્રયાસરૂપે સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા(સીડબી) એ ટ્રાન્સયુનિયન સિબિલ સાથે સંયુક્તપણે MSMEshaksham(એમએસએમઈસક્ષમ) નામે સર્વગ્રાહી ફાઈનાન્સિયલ એજ્યૂકેશન અને નોલેજ પ્લેટફોર્મ રજૂ કર્યું છે. આ પ્લેટફોર્મ માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટપ્રાઈસિઝ માટે ખાસ રજૂ કરવામાં આવ્યું છે. આ આગવું વન-સ્ટોપ નોલેજ પોર્ટલ ધિરાણ મેળવવા આતુર એમએસએમઈને સીમલેસ અને ઝડપી માર્ગદર્શન પૂરું પાડવા સાથે લઘુ ઉદ્યોગ સાહસિકોને તેમની ઋણ સંબંધી જવાબદારીઓના સંચાલનમાં સહાયરૂપ બનશે.

MSMEshakshamનો મૂળભૂત ઉદ્દેશ એમએસએમઈને તેમની ક્રેડિટ લાઈફસાઈકલ(ધિરાણચક્ર)ને લઈને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવાનો છે. જેમાં ધિરાણ મેળવવાથી લઈને બિઝનેસ શરૂ કરવો, વૃદ્ધિ કરવી, બિઝનેસને મજબૂત બનાવવા માટે ધિરાણ ક્ષમતા જાળવવી જેવી બાબતોનો સમાવેશ થશે. સાથે તેમાં ક્રેડિટની સુવિધાના સમયસર બંધ થવા તેમજ રિન્યૂઅલ જેવી બાબતોનો સમાવેશ પણ થતો હશે. ફાઈનાન્સિયલ નોલેજ અને ધિરાણ ઉપલબ્ધિ જેવા બે મુખ્ય પાયા પર ધ્યાન આપતું MSMEshaksham બંને ભાગીદાર સંસ્થાઓના મજબૂત પાસાઓનો લાભ મેળવીને લઘુ ઉદ્યોગને જરૂર સહાય પૂરી પાડશે. બે સંયોજકોમાં સિડબી પાસે એમએસએમઈનું વિશાળ નેટવર્ક ઉપલબ્ધ છે. જ્યારે ટ્રાન્સયુનિયન સિબિલ પાસે ઈન્ફોર્મેશન અને સમજણ પ્રાપ્ય છે. જે એક એવી શૈક્ષણિક પ્રણાલી તૈયાર કરશે જે માળખાકિય રીતે મજબૂત એમએસએમઈ બાંધવામાં સહાયરૂપ બનશે.

MSMEshakshamની રજૂઆત વખતે સિડબીના ચેરમેન અને એમડી મોહમ્મદ મુસ્તફા(આઈએએસ)એ જણાવ્યું હતું કે ,“જ્યારે એમએસએમઈ વર્તમાન પડકારોમાંથી બહાર આવવા માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે અમને એક જવાબદાર અને વિશ્વાસપાત્ર માહિતી અને સીમલેસ ક્રેડિટ પ્રાપ્તિ માટે એક દૂત તરીકેની અમારી ભૂમિકા સમજાય છે. સિડબી ટ્રાન્સયુનિયન સિબિલ સાથે મળીને એમએસએમઈને નાણાકિયરીતે જાગૃત અને લોન-રેડી બનાવવામાં આનંદની અનુભવી રહી છે. આમ થવાથી એમએસએમઈને સમયસર અને પોસાય તેવા ભાવે  નાણાકિય ટેકો મળી શકશે. આ બાબત અમારા મિશન સ્વાવલંબન સાથે સંકળાયેલી છે. જ્યાં અમે યુવાનોમાં સાહસિક્તા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. MSMEshaksham એક ડિજિટલ પ્લેટફોર્મ હોવાથી તે દેશભરમાં એમએસએમઈ માટે ક્રેડિટ સંબંધી માહિતીનું માળખું મજબૂત બને તેવો ઉદ્દેશ ધરાવે છે. આત્મનિર્ભર ભારત કાર્યક્રમના ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ(ઈસીએલજીએસ) હેઠળ એમએસએમઈ માટે વિશાળ પાયા પર ક્રેડિટ ઈન્ફ્યૂઝન એમએસએમઈ માટે ખૂબ સારી તક છે. જેનો લાભ લઈને તેઓ વર્તમાન પડકારોમાંથી બહાર આવી શકે છે તેમજ વિશ્વાસપૂર્વક વૃદ્ધિના નવા તબક્કામાં પ્રવેશી શકે છે,”

ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઈઓ રાજેશ કુમારે જણાવ્યું હતું કે,‘‘એમએસએમઈને મજબૂત બનાવવીએ આર્થિક પુનરુત્થાન માટે ખૂબ મહત્વની બાબત છે અને ધિરાણ ઉદ્યોગ, સરકાર અને એમએસએમઈને ટેકો પૂરો પાડવા માટે પ્રતિબધ્ધ છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમારી સમજ અને સોલ્યુશન્સની સહાય વડે એમએસએમઈ વિશ્વાસ સાથે વર્તમાન પડકારોમાંથી બહાર આવે. અમારા સોલ્યુશન્સ મારફતે અમે બેંક્સ અને ક્રેડિટ સંસ્થાઓને એમએસએમઈ માટે ધિરાણ પ્રક્રિયા ઝડપી બનાવવા તેમજ તેમને ડિજીટલી ક્રેડિટ ઉપલબ્ધ બને તે માટે સહાય પૂરી પાડીએ છીએ સાથે અમે એમએસએમઈને માર્ગદર્શન સાથે સિબિલ રેંક અને કમર્સિયલ ક્રેડિટ રિપોર્ટ પ્રાપ્ય બને તેવો પ્રયાસ કરીએ છીએ. MSMEshakshamની રજૂઆત સાથે અમે એમએસએમઈને વધુ શક્તિશાળી બનવવાની અમારી પ્રતિબધ્ધતાને મજબૂત કરીએ છીએ સાથે ક્ષેત્ર માટે ઉત્પાદક ઈકોસિસ્ટમ બનાવવામાં સહાયરૂપ બનીએ છીએ જેથી ક્ષેત્રમાં વૃદ્ધિ જાળવી શકાય. MSMEshakshamએ એમએસએમઈ માટે સહાયરૂપ નાણાકિય માહિતી અને સાધનો જેવાકે સરકારી યોજનાઓ અને હસ્તક્ષેપો, સિબિલ રેંક અને સ્કોરની પ્રાપ્તિ, બેંક્સ તરફથી લોન ઓફર્સ માટે સિંગલ ડેસ્ટિનેશન બની રહેશે. ઉપરાંત તે બિઝનેસ વિશેની સમજ, ક્રેડિટ અને ક્રેડિટવર્ધીનેસ અંગેનું જ્ઞાન પૂરું પાડશે.”

 કોવિડ-૧૯ મહામારી એમએસએમઈ માટે એક વધુ પીડાદાયી બની રહી છે. તેને કારણે ક્ષેત્રને પ્રાપ્ય કેશ ફ્લોમાં ઘટાડો થયો છે. તેમજ માગમાં પણ ખૂબ ઘટી છે. એમએસએમઈ માટે લાંબા ગાળા માટે સ્થિરતા અને બિઝનેસ વૃદ્ધિ જાળવી રાખવા માટે નાણાકિય શિસ્ત જાળવણી માટે માર્ગદર્શન મળી રહે તે જરૂરી છે. ક્રેડિટને સારી રીતે જાળવવી અને ઊંચી સિબિલ રેંક બનાવવી એ માળખાકીય રીતે મજબૂત બિઝનેસ બનાવવા માટે આવશ્યક છે.