ટાટા પાવર ક્લબ એનર્જી નાણાકીય વર્ષ 2019-20માં 26.4 મિલિયન નાગરિકો સુધી પહોંચી

ટાટા પાવર ક્લબ એનર્જી આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા વિવિધ પહેલો દ્વારા કુદરતી સંસાધનોના અસરકારક ઉપયોગ અને જાળવણી સાથે ઊર્જાના ઉચિત વપરાશને હંમેશા પ્રોત્સાહન આપે છે. આ 12 વર્ષથી ચાલતી પર્યાવરણ સંરક્ષણની પહેલ અત્યારે દેશભરમાં 533 શાળાઓમાં પહોંચી ગઈ છે અને 4.1 લાખ એનર્જી એમ્બેસેડર્સ સાથે 3.6 લાખથી વધારે એનર્જી ચેમ્પિયન્સ ઊભા કર્યા છે.

વર્ષ 2007માં એની શરૂઆતથી અત્યાર સુધી આ પહેલથી 26.4 મિલિયન લોકો ઊર્જાના અસરકારક ઉપયોગ કરવા જાગૃત થયા છે તથા નવી દિલ્હી, મુંબઈ, પૂણે, અમદાવાદ, બેંગાલુરુ, કોલકાતા અને અજમેર એમ સાત શહેરોમાં 31.8 મિલિયન યુનિટથી વધારે બચત કરવામાં મદદ મળી છે. આ પહેલને દેશભરમાં અનેક વિદ્યાર્થીઓ, આચાર્યો, શિક્ષકો, માતાપિતાઓ અને પાર્ટનર્સને સાથસહકાર મળ્યો છે.

આ પહેલનો ઉદ્દેશ બાળકો વચ્ચે ઊર્જા સંરક્ષણના મૂલ્યો અને દુર્લભ સંસાધનો પર વ્યાપક સમજણ લાવવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં જવાબદાર નાગરિકો અને સક્રિય લીડર તરીકે વિકસી શકે.

આ વર્ષો દરમિયાન ક્લબ એનર્જીએ દેશભરમાં સંદેશ આપવા વિવિધ અભિયાનો શરૂ કરીને સામાજિક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. ગયા વર્ષે કંપનીએ ચાર નવીન અભિયાનો શરૂ કર્યા હતા, જેમ કે ‘આઇ હેવ ધ પાવર’, ‘આઇ લિવ સિમ્પ્લી’, ‘#SwitchOff2SwitchOn’ અને ‘આઇ કેન’, જેના પરિણામે ભારતની યુવા પેઢી વચ્ચે ક્લબ એનર્જીની સફળતામાં વધારો થયો છે. આ અભિયાનોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યા યુવા વર્ગ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

ઉપરાંત ક્લબ એનર્જીએ ‘ઇ-લર્નિંગ ફ્રાઇડેઝ’ મોડ્યુલ પણ શરૂ કર્યું હતું, જે બાળકો અને તેમના માતાપિતાઓ માટે લોકડાઉન વચ્ચે ડિજિટલ અને સોશિયલ પ્લેટફોર્મ્સ પર જીવનમાં પર્યાવરણને અનુકૂળ વિવિધ રીતો સ્વીકારવા વીકલી વેબિસોડ સીરિઝ ધરાવે છે. ઇ-લર્નિંગ ફ્રાઇડેઝ ટાટા પાવરની પ્રસ્તુત અને વ્યવહારિક માહિતી પૂરી પાડીને ભવિષ્યની પેઢી સુધી ઓનલાઇન પહોંચવાની રીત છે, જે બાળકો અને પુખ્તોમાં વિચારવાની અને કામ કરવાની રીતમાં એકસમાન રીતે પરિવર્તન લાવશે એવી આશા છે.

આ સીરિઝ તેમને રોજિંદા ધોરણે તેમને ઊર્જાની બચત કરવા સક્ષમ બનાવવાની સાથે આપણી ઊર્જા સંરક્ષણની સફરના મહત્ત્વપૂર્ણ ભાગરૂપે તેમને ઊર્જાની બચતના ફાયદા વિશે જાણકારી પ્રદાન કરે છે. મોડ્યુલને ભારતમાં 2,00,000થી વધારે ઇમ્પ્રેસ્સન્સ મળી છે અને 35000થી વધારે વ્યૂ મળ્યાં છે. આ નવી સીરિઝના એપિસોડ દર શુક્રવારે ક્લબ એનર્જીના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. આગામી એપિસોડ સક્રિય નાગરિકતા વિશે છે અને 31 જુલાઈના રોજ http://www.clubenerji.com/resources/e-learning-fridays.aspx પર લોંચ થશે. આ ઓનલાઇન મોડ્યુલ્સ દ્વારા ક્લબ એનર્જીનો ઉદ્દેશ આબોહવામાં પરિવર્તનો સામનો કરવાની અને જવાબદાર નાગરિકોમાં તેમને પરિવર્તિત કરવાની રીતો પર સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને જાણકારી આપવાનો છે.

આ રાષ્ટ્રીય સ્તરનાં અભિયાનને સોશિયલ ઇનોવેશન કેટેગરી અને સોશિયલ એનર્જી સોલ્યુશન્સ સબકેટેગરી અંતર્ગત એના “ક્લબ એનર્જી #Switchoff2SwitchOn” અભિયાન બદલ પ્રતિષ્ઠિત “એડિસન એવોર્ડ” એનાયત પણ થયો છે.

ટાટા પાવરના કોર્પોરેટ કમ્યુનિકેશન્સ એન્ડ સસ્ટેઇનેબિલિટીના ચીફ શ્રીમતી શાલિની સિંહે કહ્યું હતું કે, “ક્લબ એનર્જીએ એની શરૂઆતથી લાંબી મજલ કાપી છે. મને આ પહેલનો ભાગ બનવા પર ગર્વ છે, જે અત્યારે અસરકારક આંતરરાષ્ટ્રીય અભિયાન બની ગઈ છે. વર્ષોથી અમે આબોહવામાં પરિવર્તનની સમસ્યાનો સામનો  કરવા અને એમાં મદદરૂપ થવા સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કર્યું છે અને આ રીતે અમે વિવિધ અભિયાનો દ્વારા જવાબદાર નાગરિક બનવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપ્યું છે. તાજેતરમાં આ પહેલને એડિસન એવોર્ડ એનાયત થયો છે, જે ટાટા પાવરમાં બાળકો, માતાપિતાઓ અને શિક્ષકો તથા હજારો અમારા સાથીદારોના સાથસહકારનું પરિણામ છે. અમને આ અભિયાનને નવી ઊંચાઈ પર લઈ જવાનો વિશ્વાસ છે, જેથી ભવિષ્યમાં વધારે મોટું રાષ્ટ્રીય અભિયાન બની શકે.”

4E અભિગમ એટલે કે Educate (શાળાના બાળકોને ઊર્જા સંરક્ષણની રીતો વિશે જાણકારી આપવી), Engage (એનર્જી ચેમ્પિયન્સને સાથીદારો અને સમુદાયમાં જાગૃતિ લાવવા સક્ષમ બનાવવા), Enhance (ક્લબ એનર્જીની પહેલોમાં સહભાગી થવા અને પ્રદાન કરવા શાળાઓને પ્રોત્સાહન આપવું) અને Empower (અભિયાન ચલાવવા સ્વનિર્ભર મિનિ ક્લબ ઊભી કરવી) સાથે ક્લબ એનર્જી સફળ પહેલ બની છે અને આંતરરાષ્ટ્રીય અભિયાન બની ગઈ છે. ભારત ઉપરાંત ટાટા પાવર ક્લબ એનર્જી ફ્રાંસ, જર્મની, અમેરિકા, આયર્લેન્ડ, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ આફ્રિકા અને નેપાળ જેવા દેશોમાં પણ ફોલોઅર્સ ધરાવે છે. ક્લબ આઇઆઇએમ-અમદાવાદમાં કેસ સ્ટડી છે અને પ્રતિષ્ઠિત TEDx પ્લેટફોર્મ પર એના વિશે જાણકારી આપવામાં આવી હતી.