ટાઇટન આઈપ્લસે દેશભરમાં એના ગ્રાહકો માટે ટેલી-કન્સલ્ટેશન સેવાઓ શરૂ કરી

જ્યારે દુનિયાના લોકોને ઘરે ડિજિટલ સ્ક્રીન સામે જકડાઈ રહેવાની ફરજ પડી છે અને દૂરની આઈ-હોસ્પિટલની મુલાકાત લેવાનું જોખમી છે, ત્યારે વિશ્વસનિય અને સુલભ આઈ-કેર કન્સલ્ટેશન માટે સતત વધતી જરૂરિયાત પૂર્ણ કરવા ટાઇટન આઈપ્લસે સંકર નેત્રાલય સાથે જોડાણમાં પસંદગીનાં શહેરોમાં એના સ્ટોર્સમાં ઓપ્થેલ્મોલોજિસ્ટો સાથે ટેલીકન્સલ્ટેશનની સુવિધા શરૂ કરી છે.

ટાઇટન કંપની અને સંકર નેત્રાલય વચ્ચે વર્ષ 2008થી ટાઇટન આઈપ્લસ સ્ટોરના સ્ટાફને તાલીમ આપવા માટે અને દ્રષ્ટિ સંબંધિત જાણકારી આપવા ટેકનિકલ જોડાણ ધરાવે છે. દેશવાસીઓને વધારે સારી સેવા આપવા પાર્ટનરશિપને નવી ઊંચાઈ પર લઈ જવાનો અત્યારે સમય છે. હવે સંકર નેત્રાલયના સુપર સ્પેશ્યાલિસ્ટ આઈ ડૉક્ટરો આઈ-કેર કન્સ્લ્ટેશન ચેન્નાઈમાં એમની માલિકીના સેન્ટર પૂરતું મર્યાદિત નહીં રહે, પણ ટાઇટન આઈપ્લસના તમામ સ્ટોર્સ અને વેબસાઇટ પર ચેટ/ટેલીફોનિક કોલ/વીડિયો કોલ વર્ચ્યુઅલ/ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ઉપલબ્ધ થશે. એનાથી ગુણવત્તાયુક્ત આઈકેર મેળવવા દેશમાં કે શહેરમાં ટ્રાવેલ કરવાની જરૂરી નહીં રહે અને સમય પણ બચશે. જ્યારે સ્ટોરમાં ઓપ્ટોમેટ્રિસ્ટને આઈગ્લાસીસથી વધારે સારવારની જરૂર લાગે એવી મેડિકલ સ્થિતિની જાણકારી મળે છે, ત્યારે તેઓ ગ્રાહકોને સ્ટોરમાંથી કેટલીક વાર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો પાસે ચેકિંગ કરાવવા મોકલે છે. હવે સ્ટોરમાં આંખના સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ માટે સ્પેશ્યલાઇઝ કન્સલ્ટેશનની ઉપલબ્ધતા લાંબા ગાળે ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપશે.

ટાઇટન કંપની લિમિટેડનાં આઈવેર ડિવિઝનના સીઇઓ શ્રી સૌમેન ભૌમિકે આ સેવા શરૂ કરવા પાછળના વિચાર વિશે કહ્યું હતું કે, “ટાઇટન આઈપ્લસના બિઝનેસ મોડલનું હાર્દ પરિવર્તનકારક નવીનતા અને ગ્રાહક સાથેનું જોડાણ છે. ટાટા ગ્રૂપે ઓપ્ટિકલ રિટેલ ચેઇન શરૂ કરી ત્યારથી અત્યાર સુધી અમે અમારા સર્ટિફાઇડ તમામ 580 સ્ટોરના 2500થી સ્ટાફમાં દરેકને સંકર નેત્રાલય સાથે જોડાણમાં દ્રષ્ટિ સાથે સંબંધિત અદ્યતન જાણકારી મળે એ સુનિશ્ચિત કરવામાં ગર્વ અનુભવીએ છીએ. રોગચાળાએ અમને ગ્રાહકને નવીન રીતે સેવા આપવાની ફરજ પાડી છે. ભારતમાં આઈવેર બિઝનેસમાં માર્કેટ લીડર તરીકે અમે ગુણવત્તાયુક્ત આઈકેર પ્રદાન કરવા બંધાયેલા છીએ. અમે અમારા નેટવર્ક સ્ટોર્સ દ્વારા 230 શહેરો અને નગરોમાં સંકર નેત્રાલયની વૈશ્વિક સ્તરની આઈ કેર સુવિધા પ્રદાન કરીને ખુશ છીએ.”

આ પ્રસંગે ચેન્નાઈમાં સંકર નેત્રાલયના મેડિકલ રિસર્સ ફાઉન્ડેશનના મેડિકલ ડાયરેક્ટર (એડમિનિસ્ટ્રેશન) એન્ડ પ્રેસિડન્ટ ડૉ. ગિરીશ એસ રાવે કહ્યું હતું કે, “અમે છેલ્લાં 4 મહિનામાં આપણી દુનિયામાં વાયરસને કારણે પેદા થયેલી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છીએ. આ પ્રતિકૂળતા નથી, પણ એને લઈને આપણો પ્રતિભાવ છે, જે આપણું જીવન હવે કેવું હશે એ નક્કી કરશે.

આપણી ધારણા અને અભિગમ બદલીને પ્રતિકૂળતાને તકમાં પરિવર્તિત કરી શકાશે. સંકર નેત્રાલયને ખુશી છે કે, જ્યારે અમે અમારા ક્લાયન્ટ સુધી પહોંચવા અમારા સંસાધનો અને સંબંધિત નિષ્ણાતોનો ઉપયોગ કરવા તથા તેમના ઘરઆંગણે ગુણવત્તાયુક્ત આઈકેર સેવા પ્રદાન કરવા જોડાણ કરીને તકને ઓળખી છે, ત્યારે ટાઇટન સાથે અમે જોડાણ કર્યું છે. અમે અમારી SN-TCS EMRનો ઉપયોગ કરીશું, જેને ટેલી-કન્સલ્ટેશનનું સંચાલન કરવા અપગ્રેડ કરવામાં આવી છે, જેને અમારા ડેટાબેઝ સાથે સાતત્યપૂર્ણ રીતે સંકલિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે તમામ દર્દીઓ ઝેઇસ અને અપ્પાસામી સહિત પાર્ટનર સંસ્થાઓ પર વધારા ભારણ નાંખ્યા વિના સલામત વાતાવરણમાં તમામ દર્દીઓને ગુણવત્તાયુક્ત ટેલીકન્સલ્ટેશન પ્રદાન કરીશું.” sankaranethralaya.org વેબસાઇટ પર અને titaneyeplus.com પર ટેલીકન્સલ્ટેશન સર્વિસ બુકિંગ રૂ. 500ની વાજબી કન્સલ્ટેશન ફી પર ઉપલબ્ધ થશે.