ટાઇટનની જ્વેલરી કંપની તનિષ્કે સલામતીના પગલાં 2.0 સાથે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ સલામતીમાં વધારો કર્યો

ભારતની અગ્રણી અને ટાટા હાઉસની સૌથી વિશ્વસનિય જ્વેલરી બ્રાન્ડ તનિષ્કે આજે અગાઉ જાહેર કરેલા સલામતીના પગલાં ઉપરાંત સલામતીની નવી ખાસિયતો પ્રસ્તુત કરી હતી. જ્યારે કોવિડ-19ના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કંપનીએ સલામતીના પગલાંને મજબૂત કરવા સ્ટોર્સમાં UVC ચેમ્બર્સ, પલ્સ ઓક્સિમીટર અને ફેસ શીલ્ડનો ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી.

તનિષ્ક એની ગોલ્ડ સ્ટાન્ડર્ડની સેફ્ટી ઇ-બુક સાથે ટચ-પોઇન્ટમાં તમામ ગ્રાહકો અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે. આ ઇ-બુકમાં કંપનીની સ્ટોરમાં ગ્રાહકો અને કર્મચારીઓની સલામતી અને સ્વાસ્થ્યની કટિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો છે. તનિષ્ક ફૂટવેર સેનિટાઇઝિંગ મેટ્સ, થર્મલ ગન દ્વારા તાપમાનમાં ચકાસણી સાથે એન્ટ્રન્સથી શરૂ કરીને કોન્ટેક્ટલેસ બિલિંગ માટે ડિજિટલ પેમેન્ટના વિકલ્પોને પ્રોત્સાહન આપવા સુધી સલામતીની અનેક ખાસિયતો સાથે સજ્જ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ઉપરાંત સ્ટાફના તમામ સભ્યોને સ્ટોરમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરતા સલામતીના પ્રસ્તુત ઉપકરણો ધારણ કરીને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરવાની તાલીમ આપવામાં આવી છે.

સલામતીના હાલના ધારાધોરણો ઉપરાંત તનિષ્કે એના તમામ સ્ટોરમાં હાથ ધરેલા સાવચેતીનાં પગલાને વધારે મજબૂત કરવા સલામતીના વધારાના પગલાનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. બ્રાન્ડ સ્ટીમ ક્લીનર, સેનિટાઇઝર્સ અને અલ્ટ્રાસોનિક બીમ સાથે દરેક ટ્રાયલ પછી જ્વેલરી સેનિટાઇઝેશન માટે ટેકનોલોજીકલ રીતે અદ્યતન UV- Cનો ઉપયોગ કરે છે. નાની UV- C ચેમ્બરનો ઉપયોગ ચાવી, વોલેટ અને ક્રેડિટ કાર્ડ વગેરે જેવી ગ્રાહકની ચીજવસ્તુઓને સેનિટાઇઝ કરવા માટે પણ થાય છે. તમામ કર્મચારીઓના ઓક્સિજનનું સ્તર ચકાસવા ફેસ શીલ્ડ સાથે પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ ફરજિયાત છે, જેનાથી જો કોઈ કર્મચારીમાં ઓક્સિજનનું સ્તર ઓછું હોય કે શ્વાસોશ્વાસની સમસ્યા હોય, તો એને ઓળખવામાં મદદ મળશે. બ્રાન્ડ ગ્રાહકોને પસંદગીના શહેરોમાં અંગત સલામતી માટે તેમના ઓક્સિજનના સાંદ્રતાના સ્તરને નિયંત્રણમાં રાખવા પ્રોત્સાહન પણ આપે છે. તનિષ્કે સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાં સાથે સર્વોચ્ચ સલામતીને પ્રોત્સાહન આપવા પસંદગીના શહેરોમાં કર્મચારીઓ અને સપોર્ટ સ્ટાફ માટે અવરજવરની વ્યવસ્થા પણ કરી છે.

ટાઇટન કંપની લિમિટેડ, તનિષ્ક, માર્કેટિંગ અને રિટેલ કેટેગરીના એવીપી શ્રી અરુણ નારાયણે સ્ટોર્સમાં વધારાની સલામતીના પગલાં વિશે કહ્યું હતું કે, “અમે અમારા તમામ સ્ટોરમાં સલામતીના સર્વોચ્ચ ધારાધોરણોનું પાલન કરીને અમારા કર્મચારીઓ અને ગ્રાહકોની સલામતીને સર્વોચ્ચ મહત્ત્વ આપીએ છીએ. અમારી સલામતીના પગલાંને અમારા રોલિંગ NPS સર્વમાં ઊંચું રેટિંગ મળ્યું છે, જેમાં 28 ટકા ગ્રાહકોએ બેસ્ટ રેટિંગ આપ્યું છે! અત્યારે કોવિડના કેસોમાં વધારાની સાથે અમે અમારા સ્ટોર્સમાં UVC ચેમ્બર્સ, પલ્સ ઓક્સિમીટર અને ફેસ શીલ્ડ સાથે સલામતીને વધારી છે. આ દરેક ગ્રાહકના ટ્રાયલ પછી તમામ જ્વેલરીના સ્ટીમ ક્લીનિંગ ઉપરાંતનું છે. અમારા સ્ટોર્સમાં આ વધારાના પગલાં સાથે જ્વેલરી ખરીદી કરવા સૌથી વધુ સલામત બની છે. જોકે છેલ્લાં એક મહિનામાં 1800થી વધારે ગ્રાહકોએ વીડિયો કોલ્સ મારફતે જ્વેલરી ખરીદવાનો વિકલ્પ ધરાવે છે અને અમને સ્ટોર તેમજ ઘરે એમ બંને જગ્યાએ શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની ખુશી છે.”