VIL તમામ પોસ્ટપેઇડ ગ્રાહકોને એકસમાન વોડાફોન રેડનો અનુભવ પ્રદાન કરશે

ભારતની અગ્રણી ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીની એક વોડાફોન આઇડિયા લિમિટેડે આઇડિયાના તમામ પોસ્ટ-પેઇડ સબસ્ક્રાઇબર્સને સિંગલ અમ્બ્રેલા વોડાફોન રેડ અંતર્ગત લાવીને એની પોસ્ટપેઇડ કોન્સોલિડેશનની કામગીરી પૂર્ણ કરવાની આજે જાહેરાત કરી હતી. વોડાફોન આઇડિયાના તમામ પોસ્ટપેઇડ ગ્રાહકો હવે એકસમાન ગ્રાહક સેવા અને રસપ્રદ, મનોરંજક ડિજિટલ અનુભવ આપતા વોડાફોન રેડ પ્લાનનો લાભ મેળવી શકે છે.

આ કોન્સોલિડેશન એની બંને કંપનીઓનો સમન્વય કરવાની દિશામાં મોટું પગલું છે તથા રેટિલ અને એન્ટરપ્રાઇઝ એમ બંને પ્રકારના ગ્રાહકો માટે પ્રક્રિયાનાં સ્ટાન્ડર્ડાઇઝેશન તરફ દોરી ગઈ છે.

આ કંપનીને ઉત્પાદનો, સેવાઓનો લાભ લેવા અને પેમેન્ટ કરવા IVR, USSD, માયવોડાફોન એપ અને વેબસાઇટો પર સમૃદ્ધ મેનુ વિકલ્પો સાથે સેલ્ફ-સર્વિસ ચેનલ્સ દ્વારા એકસમાન ગ્રાહક અનુભવ પ્રદાન કરવા સક્ષમ બનાવશે. અગાઉ આઇડિયાના પોસ્ટપેઇડ ગ્રાહકોને હવે ઓન-બોર્ડ આવવા અને સેવાનો લાભ મેળવવા માટેની અલગ પ્રક્રિયાની જરૂર નહીં પડે. તેઓ રેડ ફેમિલી સબસ્ક્રિપ્શનનો લાભ લઈ શેક છે, જે સંપૂર્ણ પરિવાર માટે સિંગલ બિલ, વોડાફોન પ્લેની સુલભતા, પ્રીમિયમ કન્ટેન્ટની મજા તથા અન્ય વિવિધ મૂલ્ય સંવર્ધિત સેવાઓનો લાભ પ્રદાન કરે છે.

વોડાફોન આઇડિયાના ચીફ ટેકનોલોજી ઓફિસર વિશાંત વોરાએ પોસ્ટપેઇડ કોન્સોલિડેશનની કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે, “વોડાફોન અને આઇડિયાના પોસ્ટપેઇડ ગ્રાહકોનું કોન્સોલિડેશન એક કંપની, એક નેટવર્કના અમારા વિઝનને પૂર્ણ કરવાની દિશામાં મોટું પગલું છે. ટેલીકોમ સેગમેન્ટમાં સૌથી મોટી અને સૌથી ઝડપી માઇગ્રેશન પ્રક્રિયા પૈકીની એક આ કામગીરી અમારા પોસ્ટપેઇડ રિટેલ અને એન્ટરપ્રાઇઝ એમ બંને પ્રકારના ગ્રાહકો માટે કામગીરીનો સમન્વય કરવા અને પ્રક્રિયાને સ્ટાન્ડર્ડ બનાવવા તરફ દોરી ગઈ છે. આ અમને અમારા પોસ્ટપેઇડ યુઝર્સને શ્રેષ્ઠ સેવાનો લાભ મેળવવા સક્ષમ બનાવે છે.”

આ કોન્સોલિડેશન સાથે કોલ સેન્ટર એજન્ટો ગ્રાહકની માહિતી, ઇન્ટરેક્શન્સ અને સર્વિસની પ્રોફાઇલ પર 360 ડિગ્રી વ્યૂ દ્વારા પ્રદાન CRM ઇનસાઇટનો ઉપયોગ કરીને ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા સક્ષમ બનશે. રિયલ ટાઇમ રેટિંગ ફંક્શનાલિટી કોઈ  પણ સમયે ગ્રાહકો માટે સચોટ અનબિલ ચાર્જિંગ સુનિશ્ચિત કરશે. ગ્રાહકો કોઈ પણ યુઝેજ માટે સમયસર નોટિફિકેશન અને એલર્ટ પણ મેળવી શકશે. ઉપરાંત ઓટોમેટેડ ક્રેડિટ મોનિટરિંગ અને ડનિંગ ગ્રાહકને સમયસર મળી શકશે, જેથી ગ્રાહકોને મોટા બિલનો આંચકો નહીં લાગે અને તેમની વપરાશ પર નજર રહેશે.

વોડાફોન આઇડિયાએ 92 ટકા જિલ્લાઓમાં બંને મજબૂત નેટવર્કનો સફળતાપૂર્વક સમન્વય કર્યો છે, જેનાથી સંકલિત સર્કલની સંખ્યા 18 થઈ છે. ક્ષમતા સંવર્ધન અને 4જી કવરેજમાં વધારો કરવા M-MIMO, DSR, હાઇબ્રિડ ક્લાઉડ, ઓપનરેન જેવી અદ્યતન ટેકનોલોજીઓનો ઉપયોગ ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે.

રોગચાળા દરમિયાન કંપનીએ ATM/ USSD/ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા રિચાર્જ અને પેમેન્ટ જેવી કેટલીક પહેલો પ્રસ્તુત કરી છે તેમજ ગ્રાહકોને તેમના પ્રિયજનો સાથે જોડી રાખવા વ્હોટ્સ પર AI સંચાલિત કસ્ટમર સર્વિસ Bot શરૂ કરી છે.