H-1B વિઝા ધારકોને મોટી રાહત, આગામી પ્રતિબંધ પહેલાં વિઝા ધારકો નોકરી પર પાછા આવી શકે છે

world-news
|

August 13, 2020, 3:47 PM

| updated

August 13, 2020, 4:11 PM


Donald Trump Administration Makes Exception To Visa Ban, Allows H-1B Visa Holders To Enter US On Conditions.jpg

www.vyaapaarsamachar.com

વૉશિંગ્ટન : અમેરિકાએ વિઝા પ્રતિબંધોમાં મોટી રાહત આપી છે, જેનાથી ભારતીયોને ઘણો ફાયદો થશે. અમેરિકાએ કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને વિઝા પ્રતિબંધો લાદ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે H1B વિઝાધારકોને યુ.એસ.માં પ્રવેશવાની મંજૂરી આપવા માટેના નિયમો હળવા કર્યા છે. આ વિઝા દ્વારા ભારતીયો મહત્તમ સંખ્યામાં અમેરિકાની મુલાકાત લે છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું છે કે તે H1B વિઝાધારકો માટે બનાવેલા કેટલાક નિયમોને હળવા કરી રહ્યો છે જેથી તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં આવી શકે. જોકે, આ માટે એક શરત રાખવામાં આવી છે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે આ વિઝા ધારકોએ તે જ નોકરી કરવા માટે પાછુ ફરવુ પડશે, જેને તે વિઝા પ્રતિબંધો પહેલા કરી રહ્યા હતા.

અમેરિકી વિદેશ મંત્રાલયના સલાહકારે કહ્યુ કે આશ્રિતોને પણ પ્રાથમિક વિઝા ધારકોની સાથે મુસાફરી કરવાની અનુમતિ આપવામાં આવશે. વિભાગીય સલાહકારે કહ્યુ કે એક જ એમ્પ્લોયર અને પોતાની જૂની જ નોકરીને ફરીથી શરૂ કરનારોને આવવાની પરવાનગી આપવામાં આવે છે.

ટ્રમ્પ વહીવટીતંત્રએ તકનીકી વિશેષજ્ઞો, વરિષ્ઠ-સ્તરના સંચાલકો અને અન્ય કામદારોને પણ મુસાફરીની અનુમતિ આપી છે જે એચ-1બી વિઝા ધારક છે અને જેમની મુસાફરી સંયુક્ત રાજ્ય અમેરિકાની તત્કાલ અને નિરંતર આર્થિક પરિસ્થિતિને સુવિધાજનક બનાવવા માટે જરૂરી છે.

અમેરિકા પર કોરોના વાઈરસ મહામારીનો ખાસો પ્રભાવ જોવા મળ્યો છે જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણયને લેવાયો છે. અમેરિકા વહીવટીતંત્રએ તે વિઝા ધારકોને છુટ આપી છે જે કોવિડ-19 મહામારીના પ્રભાવોને ઓછા કરવા માટે અથવા નોંધપાત્ર જાહેર આરોગ્ય લાભોવાળા વિસ્તારમાં ચાલી રહેલા તબીબી સંશોધનનું સંચાલન કરવા માટે જાહેર આરોગ્ય અથવા આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો કે સંશોધક તરીકે કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 22 જૂને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોજગાર આધારિત કેટલીક અમેરિકી વિઝા પ્રોગ્રામ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી હતી. તેમના આ નિર્ણય બાદ અમેરિકામાં નોકરી કરવાની ઈચ્છા રાખનારા લાખો લોકોની આશાઓને જોરદાર ઝટકો લાગ્યો હતો.

H-1B વિઝા શુ છે?

એચ-1બી વિઝા અંતર્ગત અમેરિકી કંપનીઓ તકનીકી અથવા વિશેષજ્ઞતા વાળા પદ પર બીજા દેશોના વ્યવસાયિકને નિયુક્ત કરે છે. અમેરિકામાં ટેક કંપનીઓ આ વિઝા દ્વારા દક્ષિણ એશિયાના હજારો વ્યવસાયિકોને નોકરી પર રાખે છે. આ વિઝા અંતર્ગત મોટી સંખ્યામાં ભારતીય અને ચીની વ્યવસાયિક અમેરિકામાં જઈને નોકરી કરે છે. અમેરિકી સરકાર દ્વારા તે કર્મચારીઓને આ વિઝા દ્વારા નોકરી પર રાખવામાં આવે છે, જેમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલુ હોય છે.

Web Title: Donald Trump , Allows H-1B Visa Holders To Enter US On Conditions