IIFL ફાઇનાન્સે ડિજિટલ ગોલ્ડ લોન લોંચ કરી

ભારતની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક IIFL ફાઇનાન્સએ ડિજિટલ ગોલ્ડ લોન લોંચ કરી છે, જે ગ્રાહકોને શાખાની મુલાકાત લીધા વિના લોનનો લાભ લેવાની સુવિધા આપે છે.

IIFL ફાઇનાન્સના ગ્રાહકો સરળતાપૂર્વક તેમની ગોલ્ડ-લોન એકાઉન્ટમાં ટોપ-અપનો લાભ લઈ શકે છે અને તેને રિન્યૂ કરાવી શકે છે, બેંક એકાઉન્ટ ઉમેરી શકે છે, લોન સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકે છે, EMIsની ચુકવણી વગેરે કરી શકે છે.

કોવિડ-19ના રોગચાળા, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના આ સમયગાળામાં લોકોને ઘરે સલામત રહેવાની સલાહ આપવામાં આવી છે. એટલે ડિજિટલ ગોલ્ડ લોન ઘરની બહાર નીકળ્યાં વિના ગોલ્ડ લોનનો લાભ લેવા ગ્રાહકો માટે આદર્શ પ્રોડક્ટ છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન, અતિ સુવિધાજનક છે અને ગણતરીની મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે, જેથી એની ટેગલાઇન ક્લિક ક્લિક ઔર હો ગયા! રાખવામાં આવી છે.

આ પહેલ વિશે IIFL ફાઇનાન્સના ગોલ્ડ લોનના બિઝનેસ હેડ શ્રી સૌરભ કુમારે કહ્યું હતું કે, અમે અમારા ગ્રાહકોની મુશ્કેલી સમજીએ છીએ, જેઓ કોરોનાનો ચેપ લાગવાના ડર અને નિયંત્રણોને કારણે તેમના ઘરમાંથી બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. એટલે ડિજિટલ ગોલ્ડ લોન ગ્રાહકોને એમના ઘરે બેસીને અને રાતે કે દિવસે કોઈ પણ સમયે વ્યવસાયો કે કટોકટીજન્ય સ્થિતિ માટે ફંડની તેમની જરૂરિયાત પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. અમારું માનવું છે કે, કોવિડ-19ના સમયગાળા દરમિયાન અને ભવિષ્યમાં અમારા ગ્રાહકોને મદદ કરવાની દિશામાં આ મોટું પગલું છે.

IIFL ફાઇનાન્સે તાજેતરમાં ભારતના સુપરસ્ટાર ક્રિકેટર રોહિત શર્માને એનો સૌપ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.

IIFL ફાઇનાન્સ સિસ્ટેમેટિકલી ઇમ્પોર્ટન્ટ નોન-બેંકિંગ કંપની છે, જે પબ્લિક ડિપોઝિટ સ્વીકારતી નથી તથા હોમ અને પ્રોપર્ટી લોન, ગોલ્ડ લોન, સીક્યોરિટીઝ સામે લોન, એસએમઈ બિઝનેસ અને માઇક્રોફાઇનાન્સ લોનના વ્યવસાયમાં સંકળાયેલી છે. IIFL ફાઇનાન્સ ક્રિસિલનું લાંબા ગાળાનું રેટિંગ AA (સ્ટેબ્લ), ઇક્રાનું AA (સ્ટેબ્લ) અને કેર દ્વારા AA (પોઝિટિવ) રેટિંગ ધરાવે છે. પોતાની પેટાકંપનીઓ દ્વારા IIFL ફાઇનાન્સ 30 લાખના બહોળા ગ્રાહકવર્ગને હોમ લોન, ગોલ્ડ લોન, બિઝનેસ લોન, માઇક્રોફાઇનાન્સ, કેપિટલ માર્કેટ ફાઇનાન્સ, ડેવલપર અને કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ જેવી વિવિધ પ્રોડક્ટ ઓફર કરે છે. IIFL ફાઇનાન્સ દેશભરમાં એના શાખાઓના વિસ્તૃત નેટવર્ક અને વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા સંપૂર્ણ ભારતમાં ગ્રાહકો સુધી પહોંચ ધરાવે છે.