IL&FS કેસઃ ડેલોઇટના પૂર્વ CEO પર 7 વર્ષનો પ્રતિબંધ અને રૂ.25 લાખનો દંડ   

share-market-news-india
|

July 22, 2020, 6:12 PM

| updated

July 22, 2020, 6:14 PM


IL&FS Case NFRA bars ex-Deloitte CEO for 7 years, slaps Rs 25L fine for his role in fraud.jpg

મુંબઇઃ IL&FS ફ્રોડ કેસના મામલે ઓડિટ નિયમનકાર નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA) એ કડક કાર્યવાહી કરતા ડેલોઇટ ઇન્ડિયાના પૂર્વ સીઇઓ પર સાત વર્ષનો પ્રતિબંધ મૂકવાની સાથે સાથે IL&FS ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (IFIN)ના ફ્રોસ કેસના ઓડિટમાં ભૂમિકા બદલવા બદલ રૂ. 25 લાખનો દંડ ફટકાર્યો છે.

ઉદયન સેન એ ડેલોઇટ ઇન્ડિયાના પૂર્વ સીઇઓ હતા, જેઓ ડેલોઇટ હસ્કિન્સ એન્ડ સેલ્સના પાર્ટનર હતા, જે IL&FSના ઓડિટર હતા.

NFRAએ આજે બુધવારે કહ્યુ કે, ઉદયન સેનને કંપની ઓડિટર અથવા ઇન્ટરનલ ઓડિટર તરીકે નિમણૂક કરવા અથવા ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ્સ અથવા કોઈપણ કંપનીની કામગીરીનું અને કોઇ પણ કંપની કે કોર્પોરેટ બોડીની કામગીરીના સંદર્ભમાં ઇન્ટરનલ ઓડિટ કરવા ઉપર આગામી સાત વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે.

NFRAએ ઉમેર્યુ કે, ઉદયન સેનને પ્રત્યુત્તર આપવા માટે અગાઉ પુરતો સમય આપવામાં આવ્યો હતો.

ગત જાન્યુઆરીમાં NFRA દ્વારા કારણ દર્શક નોટિસ ફટકાર્યા બાદ ઉદયન સેને દિલ્હી હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી.

ઉદયન સેને કરેલી પિટિશનમાં જણાવ્યુ છે કે, IFINનું ઓડિટ હાથ ધરાયુ હતુ ત્યારે NFRAની રચના પણ કરાઇ ન હતી. તેઓ દલીલ કરી કે, કરવામં આવેલો કોઇ દંડ એ પૂર્વવર્તી હશે, કારણ કે એક નિયામક અને ત્યારબાદ બનેલા નિયમોમાં અગાઉ ઘટીત ઘટનાઓ અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. IFINનું ઓડિટ કરતા સમયે તેમને કોઇ દ્રશ્ય લાભ થયો નથી. જ્યારે તેઓ IFINનું ઓડિટ કરી રહ્યા હતા તે સમયે પ્રવર્તીત પરિસ્થિતિઓના આધારે ઓડિટ રિપોર્ટ તૈયાર કરાયો છે.

NFRAના આદેશમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણીની આગામી તારીખ નક્કી કરવામાં આવી છે, તેથી આ આદેશ 31 જુલાઈ સુધી લાગુ થશે નહીં. 

Web Title: IL&FS Case : NFRA bars ex-Deloitte CEO for 7 years, slaps Rs 25L fine for his role in fraud