IMF એ હિમાલયક્ષેત્રમાં ૪૦૫ નવા શિખરો વિકસાવવા માટે સરકારને સુચવ્યુ  

india-news
|

September 03, 2020, 5:50 PM


_112522905_whatsubject.jpg

www.vyaapaarsamachar.com

IMF  એ પ્રવાસનને વેગ આપવા તેમજ પર્વતારોહણને ઉત્તેજન પૂરૂં પાડવા માટે હિમાલયક્ષેત્રમાં ૪૦૫ નવા શિખરો વિકસાવવા માટે સરકારને સૂચવ્યું છે.  આ વાત, પર્વતારોહણ અને સાહસ-પ્રવાસન માટેની મધ્યવર્તી સંસ્થાઓ સાથેની સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રના  સાંસ્કૃતિક અને પ્રવાસન પ્રધાન પ્રહલાદ પટેલને જણાવાઇ હતી. 

આ બેઠકમાં IMF એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ, નેશનલ  ઇન્સ્ટિટયુટ ઓફ  વોટર સ્પોર્ટસ,  ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સ્કિઇંગ તથા માઉન્ટેનીઅરિંગ એન્ડ  એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા વગેરે સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

પ્રવાસન પ્રધાન પ્રહલાદ પટેલે બેઠક દરમિયાન  દેશમાં સાહસ-પ્રવાસનને ઉત્તેજન આપવા માટે વિવિધ પ્રવૃતિઓની સમીક્ષા  કરી હતી. એમાં ભાગ લેનારી બધી સંસ્થાઓએ સાહસ-પ્રવાસન વિષેના વર્તમાન કોર્સ અને પ્રવૃત્તિઓ વિશે એમનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સાથે જ ભાવિ પ્રવૃત્તિઓને ખ્યાલ આપ્યો હતો, એમ  પ્રવાસન મંત્રાલયન યાદીમાં જણાવાયું. 

IMF એ એની તાજેતરની પર્વતારોહણ સંબંધી પ્રવૃતિઓથી પટેલને વાકેફ કર્યા હતા.  IMFના  મતાનુસાર, સરકારે પર્વતારોહણ માટે  તાજેતરમાં ૧૩૭ નવા શિખરો વિકસાવ્યા છે, જે આવકાર્ય છે. હિમાલય ક્ષેત્રમાં ૪૦૫ નવા શિખરોના વિકાસ માટે સૂચવ્યું છે કે, જેથી પર્વતારોહણને પૂરા જુસ્સા સાથે ઉત્તેજન પૂરૂં પાડી શકાય, એમ યાદીમાં ઉમેરાયું છે.  સરકારે ગયા વર્ષે વિદેશીઓને પર્વતારોહણ-યાત્રા અને ટ્રેકિંગની તક મળે એ માટે વિશ્વના  તૃતીય સૌથી ઊંચા- ૮૫૮૯ મીટર ઊંચા  કાંચનજંગા સહિત ૧૩૭ હિમાલયન શિખરો વિકસાવ્યા હતા. આ રીતે પ્રવાસનને વ્યાપક ઉત્તેજન પૂરૂં પડાયું હતું. 

નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વોટર સ્પોર્ટસની પ્રવૃતિઓની સમીક્ષામાં જણાયું કે,  ૨૦૧૯-૨૦માં સંસ્થાએ  ૩૯૭૨ તાલીમાર્થીઓ માટે ૧૯૨ વોટર – સ્પોર્ટસ તાલીમ  કોર્સ યોજ્યા હતા.  પ્રહલાદ પટેલે  ઉમેર્યુ કે હાલમાં નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વોટર સ્પોર્ટસની પ્રવૃત્તિઓ પ્રાથમિકપણે કાંઠા વિસ્તારોમાં કેન્દ્રિત થઇ છે, પણ એણે વધુ લોકોને તાલીમબધ્ધ કરી શકાય એ માટે નદીઓ અને પર્વતોની નજીકના વિસ્તારોને પણ વોટર સ્પોર્ટસ માટે આવરી લેવા જોઇએ. આમ થવાથી દેશભરમાં વોટર સ્પોર્ટસ પ્રવાસનને વિકસાવી શકાશે, એમ પટેલે ઉમેર્યુ. એમણે વોટર સ્પોર્ટસ સંબંધી તાલીમ પ્રવૃત્તિઓ માટે વિવિધ રાજ્ય સરકારોના સંપર્કમાં રહેવા માટે ઇન્સ્ટિટયુટસે સૂચવ્યું છે.

Web Title: IMF Proposal to develop 405 new peaks to Encourag Mountaineering