Income Tax: FDથી આ રીતે બચાવો ટેક્સ,થશે અનેક ગણો ફાયદો

tax-savings
|

July 28, 2020, 6:30 PM


taxes-reuters.jpg

www.vyaapaarsamachar.com

ઇનકમ ટેક્સ બચત માટે કેટલીક એવી રીતો છે જેમાં તમે તમારા માતા-પિતા જીવનસાથી અને બાળકોની પણ મદદ લઇ શકો છો. તેમાં ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી પણ સામેલ છે.

ઇનકમ ટેક્સમાં બચત કરવા માટે લોકો I-T એક્ટના સેક્શન 80C અંતર્ગત વધુમાં વધુ રોકાણ કરવાનો પ્રયાસ કરે છે. કેન્દ્ર સરકારે I-T એક્ટના ચેપ્ટર VIA-B અંતર્ગત ડિડક્શન ક્લેમ કરવા માટે રોકાણ અથવા ચુકવણી કરવા માટે તારીખ લંબાવી હતી, જેમાં સેક્શન 80C (LIC, PPF, NSC વગેરે), 80D (મેડિક્લેમ), 80G (ડોનેશન) સામેલ છે. નાણાકીય વર્ષ 2019-20 માટે આ સેક્શન અંદર ડિડક્શનને ક્લેમ કરવા માટે રોકાણ અથવા ચૂકવણી 31 જુલાઇ 2020 સુધી કરી શકાય છે.

હવે તેમાં ગણતરીના જ દિવસોબાકી છે. ઇનકમ ટેક્સ બચત માટે કેટલીક એવી રીતો છે જેમાં તમે તમારા માતા-પિતા જીવનસાથી અને બાળકોની પણ મદદ લઇ શકો છો. તેમાં ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી પણ સામેલ છે. જો કે તેમાં પરિવારના તમામ સભ્યોના નામ પર તેનો લાભ ન મેળવી શકાય.

માતા-પિતાના નામે ખોલો FD એકાઉન્ટ

તમે પોતાના માતા-પિતાના નામે ફિક્સ્ડ ડિપોઝિટ ખોલી શકો છો. જો તે તમારી તુલનામાં ઓછા ટેક્સ સ્લેબમાં આવતા હોય તો એફડી પર ચુકવવા પાત્ર લાગતુ વ્યાજ તમારી તુલનાએ ઓછુ હશે. જો તમે તમારા નામ પર તે જ એફડી ખોલાવશો તો તમારે વધુ ટેક્સ ચુકવવો પડશે.

આ ઉપરાંત જો તમારા માતા-પિતા સીનિયર સિટીઝન હોય તો તમે તમારી ફિક્સ્ડ ડિપોઝીટ દ્વારા વધુ વ્યાજ મેળવવામાં મદદ કરી શકે છે. કારણ કે બેન્ક સીનિયર સિટીઝનને એફડી પર વધુ વ્યાજ ઑફર કરે છે. આ સાથે જ સેક્શન 80TTB અંતર્ગત સીનિયર સિટીઝન એક નાણાકીય વર્ષ દરમિયાન અનેક ફિક્સ્ડ ડિપોઝિટથી 50 હજાર રૂપિયા સુધી ટેક્સ ફ્રી વ્યાજ જમા કરી શકે છે.

જીવનસાથીના નામે ખોલવાથી નહી થાય બચત

જો કે આવુ પોતાના જીવનસાથીના નામે ન કરી શકાય. જો પતિ પોતાની પત્નીના નામે રોકાણ કરે તો આવા રોકાણથી થતી આવક તેની આવક સાથે જોડાઇ જાય છે. ઇનકમ ટેક્સ એક્ટની જોગવાઇ અનુસાર તેને તમારી પોતાની આવક માનવામાં આવે છે અને તમારા પર લાગુ થતા ટેક્સ સ્લેબના દર અનુસાર ટેક્સ લાગે છે.

આ સાથે જ સગીર સંતાનના નામે એફડી એકાઉન્ટ ખોલવા પર મેળવેલી આવક વ્યક્તિની આવકમાં જ જોડાઇ જાય છે. જ્યારે સંતાન 18 વર્ષનું થઇ જાય તો તેને અલગ એકમ તરીકે જોવામાં આવે છે અને તેના પર મેળવેલી આવક માટે ટેક્સ લગાવવામાં આવે છે. તેમાં માતા-પિતા ઉપર ટેક્સ નથી લાગતો.

Web Title: Tax-saving fixed deposits: things you should know