IRFC લાવશે વર્ષનો પ્રથમ આઇપીઓ, ઈન્ડિગો પણ લાઈનમાં 

share-market-news-india
|

January 13, 2021, 1:24 PM


Indian Railway Finance Corporation to launch IPO on January 18; price band set at Rs 25-26.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : આગામી અઠવાડિયાથી 2021ની નવી IPO સિઝન શરુ થઇ રહી છે. પ્રથમ ઇનિશિયલ પબ્લિક ઓફર 18 જાન્યુઆરીએ ખુલશે અને 20 જાન્યુઆરીએ બંધ થશે. ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન આઇપીઓથી 4633 કરોડ રૂપિયા એકત્ર કરશે. IPOની કિંમત 25થી 26 રૂપિયા નક્કી કરવામાં આવી છે. બીજો આઇપીઓ ઈન્ડિગો પેઇન્ટ્સનો છે તે 20 જાન્યુઆરીએ ખુલીને 22 તારીખે બંધ થશે.

IRFC સરકારી કંપની છે.તેમાં ઓછામાં ઓછા 275 શેર માટે અરજી કરી શકાશે. એક લોટમાં આશરે 575 શેર રાખવામાં આવ્યા છે. મહત્તમ 13 લોટ માટે અરજી કરી શકાય છે. કુલ 178 કરોડ શેર જારી કરવામાં આવશે. રેલવેની કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ કોર્પોરેશન અગાઉ જ આઇપીઓ લાવી ચુકી છે. રેલ વિકાસ નિગમનો આઇપીઓ પણ ટૂંક સમયમાં આવનાર છે.

પેઇન્ટ સેક્ટરની કંપની ઈન્ડિગો પેઇન્ટ આઇપીઓએ દ્વારા 1000 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખી રહી છે. ઈન્ડિગો પેઇન્ટમાં સિકોઈયા કેપિટલની મોટી હિસ્સેદારી છે. ગત અઠવાડિયે સેબીએ આ આઇપીઓ માટે મંજૂરી આપી હતી. કંપની 300 કરોડ રૂપિયા માટે શેર જારી કરશે. ઓફર ફોર સેલ થકી 58.40 લાખ શેર જારી કરવામાં આવશે. તેમાં સિકોઈયા કેપિટલ અને પ્રમોટર્સ હેમંત જાલાન પોતાની હિસ્સેદારી વેચશે. ઈન્ડિગો પેઇન્ટના આ આઇપીઓનું મેનેજમેન્ટ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, એડલવાઈઝ ફાઇનાન્સિયલ સર્વિસ અને ICICI સિક્યુરિટીઝ કરશે.


 

Web Title: Indian Railway Finance Corporation to launch IPO on January 18; price band set at Rs 25-26