IT શેરમાં પ્રોફિટ બુકિંગ, સેન્સેકસ 200 અંક ઉંચકાયો

share-market-news-india
|

July 17, 2020, 11:31 AM


IT Share Face Profit Booking Sensex Up 200 Pts; HDFC Bank Awaited.jpeg

vyaapaarsamachar.com

અમદાવાદ : સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરમાર્કેટમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે. આજે ભલે આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળે છે અને ખાનગી બેંકોમાં ભારે અફરાતફરી છે છતા બેંચમાર્ક ઈન્ડાયસિસ 0.50% સુધી અપ છે.

સેન્સેકસ શુક્રવારના સેશનમાં 209 અંક વધીને 36,681ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 73 અંકોના ઉછાળે 10,813ના લેવલે ટ્રેડ કરી રહ્યાં છે પરંતુ, આજે બેંકિંગ શેરમાં ઉથલપાથલ છે.

એક્સિસ બેંક, ઈન્ડસિન્ડ બેંક અને કોટક બેંક ડાઉન છે તો પરિણામો પૂર્વે HDFC બેંક અડધો ટકો અપ છે. ICICI બેંકમાં 0.50%નો ઉછાળો છે છતા બેંક નિફટી ઈન્ડેકસ 23 અંકોના ઘટાડે 21,573ના લેવલે ટ્રેડ કરી રહ્યો છે.

મજબૂત પરિણામો છતા આજે HCL ટેકમાં શરૂઆતી સત્રમાં વેચવાલી જોવા મળી હતી. જોકે નીચલા લેવલે સામાન્ય ખરીદારી બાદ શેર સ્ટેબલ છે. આ સિવાય TCS, વિપ્રો અને ઈન્ફોસિસમાં પણ સામાન્ય પ્રોફિટ બુકિંગ ઉપલા લેવલે જોવા મળી છે.

આજે સૌની નજર HDFC બેંકના પરિણામો પર મંડાયેલી રહેશે.

બીએસઈ ખાતે આજે બ્રોડર માર્કેટમાં એકંદરે મજબૂત ટ્રેડ છે. 1425 વધનારા શેરની સામે 781 શેર જ ઘટ્યાં છે પરંતુ, 184 શેરમાં લોઅર સર્કિટ તો 203 શેરમાં અપર સર્કિટ છે.

BSE મિડકેપ ઈન્ડેકસ 0.98% અને સ્મોલકેપ ઈન્ડેકસ 1% અપ છે. મેટલ કંપનીઓને સરકાર તરફથી રાહતના અહેવાલ બાદ આજે મેટલ ઈન્ડેકસ સૌથી વધુ 2.25% અપ છે. ક્રૂડના કડાકે ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેકસ પણ 2.19% અપ છે.

Web Title: IT Share Face Profit Booking; Sensex Up 200 Pts; HDFC Bank Awaited