ITCએ મસાલા બનાવતી ભારતની મોટી કંપની ખરીદી, 2150 કરોડમાં સોદો

share-market-news-india
|

July 29, 2020, 9:25 PM


ITC Bought Sunrise Masala In Rs 2150 Crores (1).jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : FMCG કંપની ITCએ મસાલા બનાવતી ભારતની મોટી કંપની સનરાઈઝ ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડને ખરીદી લીધી છે. આ સોદો 2150 કરોડ રૂપિયામાં થયો છે. ઉલ્લેખનિય છે કે, સનરાઈઝની શરૂઆત કોલકાતથી થઈ હતી અને પૂર્વ ભારતમાં આનો સારોએવો કારોબાર ચાલી રહ્યો છે. બિહાર, બંગાળ, નોર્થ-ઈસ્ટ અને ઓડિશા જેવા રાજ્યોમાં સનરાઈઝ મસાલાનું ખુબ વેચાણ થાય છે.

100 ટકા હિસ્સો ખરીદ્યો

આઈટીસીએ 27 જુલાઈ-2020ના રોજ સનરાઇઝની ઇક્વિટી શેર મૂડીનો 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. આ સોદા સાથે સનરાઇઝ મસાલા ઉપરાંત તેની બે સહાયક કંપનીઓ – સનરાઇઝ શીતગ્રહ પ્રા.લિ. અને હોબિટ્સ ઇન્ટરનેશનલ ફૂડ્સ પ્રા.લિ. પણ આઇટીસીની પેટાકંપનીઓ બની ગઈ છે. અગાઉ 24 મેના રોજ આઇટીસીએ જાહેરાત કરી હતી કે તે SFPLને હસ્તગત કરશે.

કોલકાતા, આગ્રા, જયપુર અને બિકાનેરમાં છે ફેક્ટરીઓ

આ સોદાને લઈ ITC તરફથી જણાવાયું છે કે, સનરાઈઝના આશીર્વાદ રેંજના મસાલાઓની તેલંગણા અને આંધ્રપ્રદેશમાં સારી માંગ છે. આ કંપની હાઈ ક્વોલિટી મસાલાની સૌથી મોટી ઉત્પાદક અને નિકાસકાર કંપનીઓમાંની એક છે. સનરાઈઝની ફેક્ટરીઓ કોલકાતા, આગ્રા, જયપુર અને બિકાનેરમાં આવેલી છે. સનરાઇઝ ફુડ્સના અધિગ્રહણ સાથે આઈટીસી દેશના મોટા ભાગમાં તેની હાજરીને વધુ મજબુત કરી શકશે.

Web Title: ITC Bought Sunrise Masala In Rs 2150 Crores