Jioની જોરદાર ઓફર, માત્ર રૂ.141માં ઘરે લઈ જાવ Jio Phone 2
gadget-news-india
|
August 13, 2020, 10:10 PM

www.vyaapaarsamachar.com
- કંપની તેના ફીચર ફોન ગ્રાહકો માટે પણ જોરદાર ઓફર લઈને આવી
- જિયોના ફિચર ફોન Jio Phone-2ને 141/મહિનાની કિંમતે ખરીદી શકાશે
- આ EMI યોજના છે, જેની માહિતી કંપનીની વેબસાઇટ પર અપાઈ છે.
- આ ફોન કંપનીની ઓફિશિયલ વેબસાઇટ Jio.com પરથી ખરીદી શકાય છે
નવી દિલ્હી : દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ (Reliance Jio) પોતાના ગ્રાહકો માટે નવી પ્રીપેઇડ યોજનાઓ તો લાવતી જ રહે છે, પણ હવે કંપની તેના ફીચર ફોન ગ્રાહકો માટે પણ જોરદાર ઓફર લઈને આવી છે. કંપનીની ઓફર અંતર્ગત ગ્રાહકો રિલાયન્સ જિયોના ફિચર ફોન Jio Phone-2ને 141/મહિનાની કિંમતે ખરીદી શકે છે. આ એક EMI યોજના છે, જેની માહિતી કંપનીની વેબસાઇટ પર આપવામાં આવી છે.
જાણો ઓફર
જિઓફોન-2 ફિચર ફોનની અસલ કિંમત 2999 રૂપિયા છે, જો કે તે EMI ઓફર હેઠળ દર મહિને 141.17 રૂપિયાના હપ્તા પર ખરીદી શકાય છે. વેબસાઇટ અનુસાર ફક્ત ક્રેડિટ કાર્ડ યુઝર્સો જ આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. ગ્રાહકો આ ફોન કંપનીની ઓફિશિયલ વેબસાઇટ Jio.com પરથી ખરીદી શકે છે. ફોન ખરીદવા માટે સૌપ્રથમ આ વેબસાઈટ પર તમારો પિન કોડ દાખલ કરો અને તમારી ઉપલબ્ધતા તપાસો. ડિલિવરી ચાર્જ 99 રૂપિયા ચૂકવવો પડશે.
Jio Phone-2ના ફિચર્સ
- Jio Phone-2માં ફૂલ કીબોર્ડની સાથે હોરીઝોન્ટલ સ્ક્રિન ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.
- ફોનમાં ફૂલ કીબોર્ડ ક્વેર્ટી કીપેડ ફોર્મમાં છે જેનાથી ટાયપિંગ ખૂબ આસાનીથી થઇ શકે છે.
- આ ફોનમાં 2.4 ઇંચનો ડિસ્પ્લે અને 512 MB RAM આપવામાં આવી છે.
- સ્ટોરેજ તરીકે યુઝર્સને 4 GB ઇન્ટર્નલ સ્ટોરેજ મળશે અને જેને વધારીને માઈક્રો SD વડે 128 GB સુધી વધારી શકાય છે.
Jio Phone-2માં બે કેમેરાની સુવિધા
- ફોનના પાછળના ભાગમાં 2 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે.
- સેલ્ફી માટે યુઝર્સને જિઓ ફોન 2માં VGA ફ્રન્ટ કેમેરા મળે છે.
- આ ફોનમાં વાઇ-ફાઇ, GPS, બ્લૂટૂથ અને FMની સુવિધાઓ છે.
- ફોનમાં HD વોઈસ કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.
- પાવર માટે 2,000 mAhની બેટરી છે અને તે KAI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
Jio Phone-2માં WhatsApp Feature
- Jio Phone-2 24 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.
- ફોનમાં વોટ્સએપ અને યુટ્યુબ જેવી સુવિધાઓ પણ છે.
- ફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટની પણ સુવિધા છે જેના કારણે ફોન પર કમાંડ આપીને ઘણા ટાસ્ક થઈ શકે છે.
Web Title: Reliance Jio Announces New Best Offer, Now You Can Get The Jio Phone 2 In Rs 141