Jio બાદ ગુગલ હવે આ કંપનીમાં કરી શકે છે 15 કરોડ ડોલરનું મૂડીરોકાણ

share-market-news-india
|

August 08, 2020, 5:44 PM

| updated

August 08, 2020, 5:58 PM


After Jio Google to spend $150 million for 10% stake in Policybazaar Report.jpg

www.vyaapaarsamachar.com

મુંબઇઃ અગ્રણી સર્ચ એજન્સી અને દિગ્ગજ ટેક કંપની ગુગલ વધુ એક ભારતીય કંપનીમાં હિસ્સેદારી ખરીદવાની તૈયારી કરી રહ્યુ છે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. મુકાશે અંબાણીની માલિકીના જિયો પ્લેટફોર્મમાં 4.5 અબજ ડોલરનુ મૂડીરોકાણ કર્યા બાદ અમેરિકાની ટેક કંપની ગુગલ સોફ્ટબેંકનું સમર્થન ધરાવતા ઓનલાઇન ઇન્સ્યોરન્સ પ્લેટફોર્મ પોલિસીબાજારમાં આંશિક હિસ્સેદારી ખરીદી શકે છે.

ગુગલ આગામી 5થી 7 વર્ષમાં ભારતમાં 10અબજ ડોલરનું મૂડીરોકાણ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. તે પોલિસીબાજારમાં 10 ટકા હિસ્સેદારી હસ્તગત કરવાની ઇચ્છા ધરાવે છે અને તેની માટે લગભગ 15 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરી શકે છે. સોફ્ટબેન્કની પોલિસીબાજારમાં 15 ટકા હિસ્સેદારી છે અને તે પોતાનો હિસ્સો થોડોક ઘટાડી શકે છે.    

એક સુત્ર એ જણાવ્યુ કે, ગુગલ આ ડિલ કરવાની તૈયારીમાં છે કારણ કે તે ભારતના ડિજિટલ માર્કેટમાં પોતાની હાજરી વધારે ઇચ્ચે છે. તેની માટે વેલ્યૂએશન અને હિસ્સેદારી પાછલા ઇન્વેસ્ટમેન્ટ રાઉન્ડ પર નિર્ભર કરશે. આ અંગે ગુગલઅને સોફ્ટબેન્કે કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી. ગુગલના એક નજીકના સુત્રે આ અંગે વાતથી ઇન્કાર કર્યો કે આવી કોઇ ડિલ પર કામ ચાલુ રહ્યુ છે. પોલિસીબાજારે પણ આ અંગે ટિપ્પમી કરવા ઇન્કાર કર્યો છે.

4-5 કંપનીમાં મૂડીરોકાણ કરવાની યોજના

આલ્ફાબેટ ઇંકની માલિકીની ગૂગલે પાછલા મહિને ભારતમાં પોતાની મૂડીરોકાણ યોજનાઓનો ખુલાસો કર્યો છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઇ એ કહ્યુ કે, ગુગલ ભારતમાં તમામ કદની કંપનીઓ સાથે કામગીરી કરવા તૈયાર છે. ત્યારબાદ ગુગલે મુકેશઅંબાણીની કંપની જિયો પ્લેટફોર્મમાં 4.5 અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.સુત્રોના મતે કંપની ભારતમં વધુ 4થી 5 ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ કંપનીઓમાં મૂડીરોકાણ કરવાના ફિરાકમાં છે.

પોલિસીબાજાર લાવશે આઇપીઓ

પોલિસીબાજારે આગામી વર્ષે આઇપીઓ મારફતે નાણાં એક્ત્ર કરવાની યોજના બનાવી છે. કંપનીનું કહેવુ છે કે આ પહેલા તે 25 કરોડ ડોલરનું ફંડ એક્ત્ર કરવા માંગ છે. પોલિસીબજારના સહ-સંસ્થાપક યશીશ દહિયાએ તાજેતરમં કહ્યુ હતુ કે આગામી વર્ષે સપ્ટેમ્બરમાં આઇપીઓ લાવે તે પહેલા કંપની 3.5 અબજ ડોલરની વેલ્યૂએશન પર ફંડ એક્ત્ર કરવા માંગે છે.     

Web Title: After Jio Google to spend $150 million for 10% stake in Policybazaar: Report