J&K :પુલવામામાં આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, 1 આતંકી ઠાર
india-news
|
August 12, 2020, 11:57 AM
| updated
August 12, 2020, 11:57 AM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ જેમા સેનાનો એક જવાન શહીદ અને એક જવાન ઘાયલ થયો. સેનાના પુલવામામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ. જે દરમ્યાન આતંકવાદીઓએ સેના પર ગોળીબાર કર્યો.
સર્ચ ઓપરેશન દરમ્યાન આંતકીઓએ કર્યો હુમલો
- જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ
- અથડામણમાં એક જવાન શહીદ, એક જવાન ઘાયલ
- સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકીઓનો કયાર્ે ઘેરાવ
Jammu and Kashmir: One soldier lost his life in action and one terrorist has been neutralised in the ongoing Pulwama encounter. Search operation underway. (Visuals deferred by unspecified time) pic.twitter.com/ClBipyAqVb
— ANI (@ANI) August 12, 2020
ઉલ્લેખનીય છે કે આ અથડામણમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ સેનાએ એકથી બે આતંકવાદીઓને આ વિસ્તારમાં ઘેર્યા છે. મહત્વપૂર્ણ છે કે, સેનાએ કાશ્મીર ખીણમાં ઓપરેશન ઓલ આઉટ શરૂ કરતા આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો છે.
Web Title: One terrorist killed by security forces in J-K’s Pulwama