LIC IPO: 6.48 કરોડ પોલિસીધારકોએ LICના IPOમાં રસ દર્શાવ્યો, DIPAM અધિકારીએ આપી માહિતી

કંપનીનો IPO 4 મેના રોજ ખુલશે અને 9 મેના રોજ બંધ થશે. બિડ 15 શેરના લોટમાં મૂકી શકાય છે.

6.48 crore policyholders showed interest in LIC's IPO, DIPAM official gave information

પ્રતિકાત્મક તસવીર

LIC IPO Update: લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ની જાહેરાત બાદથી, LIC ના 6.48 પોલિસીધારકોએ આ દેશની સૌથી મોટી વીમા કંપનીના શેર ખરીદવામાં ભારે રસ દાખવ્યો છે.

નાણા મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના ડાયરેક્ટર રાહુલ જૈને જણાવ્યું હતું કે, “આઇપીઓ માટે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. અમારી પાસેના કેટલાક આંકડાઓ, જેમ કે 6.48 કરોડ પોલિસીધારકોએ કટ-ઓફ તારીખ (ફેબ્રુઆરી 28, 2022) PAN નંબરને પોલિસીની વિગતો સાથે લિંક કર્યો છે.”

LICએ તેના રૂ. 21,000 કરોડના IPO માટે શેર દીઠ રૂ. 902-949ની કિંમતની રેન્જ નક્કી કરી છે. તેના પોલિસીધારકોને દસ ટકા આરક્ષણ આપવામાં આવશે.

જૈને જણાવ્યું હતું કે, “પૉલિસીધારકો ગમે તે હોય, જો તેઓએ 28 ફેબ્રુઆરી સુધીમાં પોલિસીની વિગતોમાં તેમના પાન કાર્ડની વિગતો ઉમેરી હોય, તો તેઓ આરક્ષિત કેટેગરી દ્વારા LIC IPOમાં ભાગ લઈ શકે છે.”

DIPAM ના ડિરેક્ટરે જણાવ્યું હતું કે કોઈપણ પોલિસીધારક આરક્ષિત કેટેગરીમાં રૂ. 2 લાખ સુધીનું રોકાણ કરી શકે છે અને રિટેલ કેટેગરીમાં રૂ. 2 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. LIC પોલિસીધારકોને IPOમાં 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જૈને કહ્યું કે આ 6.48 લાખ પોલિસીધારકો IPOમાં ભાગ લઈ શકે છે, જો તેઓ ડીમેટ ખાતું ખોલાવે.

કંપનીનો IPO 4 મેના રોજ ખુલશે અને 9 મેના રોજ બંધ થશે. બિડ 15 શેરના લોટમાં મૂકી શકાય છે.

IPOનું કદ અને વિગતો જાણો

LICનો IPO 4 મે થી 9 મે દરમિયાન રોકાણકારોના રોકાણ માટે ખુલ્લો રહેશે. એન્કર રોકાણકારો 2 મેના રોજ પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટમાં રોકાણ કરી શકે છે. IPO દ્વારા રૂ. 20,557 કરોડ એકત્ર કરવાની યોજના છે. જોકે, અગાઉ સરકારે IPO દ્વારા રૂ. 60,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ IPOનું કદ ઘટાડી દેવામાં આવ્યું છે. IPO માટે રૂ. 902 થી 949ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. DIPAM સેક્રેટરી તુહિન કાંત પાંડેએ કહ્યું કે LIC IPOનું કદ ઘટાડ્યા પછી પણ આ સૌથી મોટો IPO છે.


Tags:
IPO
LIC
LIC IPO
lic ipo date
LIC Share Price
LIC Issue
LIC Issue Date



આ વેબસાઇટ કૂકીઝ અથવા સમાન ટેકનોલોજીનો ઉપયોગ બ્રાઉઝિંગ અનુભવને વધારવા અને વ્યક્તિગત કરેલી ભલામણોના આધારે કરે છે. અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારી ગોપનીયતા નીતિ સાથે સહમત થાવ છો.