NCP ના નેતા માજિદ મેમણને સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડને લઇને કર્યુ ટ્વીટ   

મુંબઇ:  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા માજિદ મેમણને સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે મીડિયા દ્વારા ઉઠાવવામાં આવી રહેલા સવાલો અનુકૂળ નથી આવી રહ્યા લાગતા. જેના કારણે  માજિદ મેમણે મીડિયા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સવાલો ઉભા કર્યા છે.

ટ્વીટ કરી આપ્યું નિવેદન

There is so much noise on my tweet on Sushant . Does it mean that Sushant was not popular during his life time or that he should not get justice ? Certainly not. Misinterpretation should be avoided.The tweet doesnot in any way insults or belittle him.

— Majeed Memon (@advmajeedmemon) August 12, 2020

Sushant was not as famous during his lifetime as he is after his death. The space in media he is occupying nowadays is perhaps more than our PM or President of US !

— Majeed Memon (@advmajeedmemon) August 12, 2020

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા માજિદ મેમણે એક વિવાદિત નિવેદન આપતા ટ્વીટ કરતા જણાવ્યું છે કે સુશાંત પોતાના જીવનકાળ દરમ્યાન એટલા પ્રખ્યાત નથી થયો જેટલો તે મોત બાદ પ્રખ્યાત થયો છે.

પીએમ અને યુએસ પ્રેસિડેન્ટ કરતા વધુ અપાઈ રહ્યું છે મહત્વ

એનસીપી નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ માજિદ મેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી અને અમેરિકન રાષ્ટ્રપતિ કરતા પણ વધુ હવે મીડિયા સુશાંતને મહત્વ આપી રહ્યું છે.

તપાસમાં ગોપનીયતા જાળવી રાખવી જરૂરી : મેમણ

તેમને વધુમાં જણાવ્યું કે જયારે પણ કોઈ અપરાધ તપાસના તબક્કામાં હોય છે ત્યારે ગોપનીયતા જાળવી રાખવી પડે છે. મહત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાની પ્રક્રિયામાં દરેકે દરેક પાસાને જાહેર કરવા સત્ય અને ન્યાયના હિતમાં પ્રતિકૂળ પ્રભાવ પાડી શકે છે.