OMCSઓએ ડીઝલ ડોરસ્ટેપ ડિલીવરી માટે સ્ટાર્ટઅપ્સ પાસે Eois મંગાવ્યા

startup
|

July 22, 2020, 5:45 PM


OMCS invite start-ups to deliver diesel at doorstep.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: ભારતમાં ઓઈલ રિટેલ ક્ષેત્ર માટે ઓલા-ઉબર જેવી સુવિધા ટૂંક સમયમાં મળી શકે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCS) મોબાઈલ પેટ્રોલ પંપોના માધ્યમથી હાઈસ્પીડ ડીઝલ (HSD)ની ડોરસ્ટેપ ડિલીવરી શરૂ કરવા માટે સ્ટાર્ટ-અપ્સ કે ઓઈલ સાહસીઓ સાથે મળીને યોજના બનાવી રહી છે. માર્કેટ એક્સપર્ટ્સ અનુસાર, આ પગલાથી લગભગ 9000 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે.

OMCS- ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશને સ્ટાર્ટ અપ્સ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (Eois) મંગાવ્યા છે જે ફ્યુઅલન્ટ્સ તરીકે નામના મેળવવા માંગતા હોય. જે ફર્મ્સ અગાઉથી જ ઓએમસીએસ સાથે ભાગીદાર તરીકે સેક્ટરમાં હતી, તેઓ ફ્યુઅલેન્ટ્સને ચાલુ કર્યા બાદ સત્તાવાર પુનર્વિક્રેતા બની જશે.

પહેલાથી જ ડિઝલની હોમ ડિલીવરી કરતા ટોચના ખેલાડીઓમાં ફ્યુઅલબડ્ડી, રિપોજ એનર્જી, પેપફેલ્સ, માયપેટ્રોલપંપ અને હમસફર સામેલ છે. એક સૂત્રે જણાવ્યું કે, આગામી 12-18 મહિનામાં ઈચ્છુક ખેલાડીઓ માટે લગભગ 2000 કરોડ રૂપિયાની રેવેન્યુ છે.

15 જુલાઈએ ઈઓએસ આમંત્રિત કરતા આઈઓસીએ કહ્યું કે, આનો ઉદ્દેશ એક કોમર્શિયલ પ્રપોઝલ તરીકે ડીઝલની ડોર-ટૂ-ડોર ડિલીવરી સ્થાપિત કરવા માટે સ્ટાર્ટ અપનું રજીસ્ટ્રેશન કરવાનો હતો. પાછલા મિલ વિતરણમાં સુધારા માટે સરકાર ઓછી મૂડીવાળા પેટ્રોલ પંપોને પ્રોત્સાહન આપી રહી છે. જો કે, 20-30 લાખના નાના રોકાણ સાથે સંચાલિત થઈ શકે છે. રતન ટાટા દ્વારા સમર્થિત એક સ્ટાર્ટ-અપ, રિપોઝ એનર્જીના સીઈઓ ચેતન વાલુંજએ જણાવ્યું કે, અમને ઓછામાં ઓછા 30,000 સાહસીઓ ફ્યુઅલન્ટ તરીકે રજીસ્ટર્ડ થાય તેવી અપેક્ષા છે. જે 9000 કરોડ રૂપિયાનું રોકાણને જોઈ શકે છે. 130 શહેરોમાં અમારી હાજરી છે અને આ પગલાથી વિસ્તાર કરવાની યોજના છે.

2019-20માં ભારતમાં કુલ ડીઝલની માંગ 82.6 મિલિયન ટન હતી, જે 2018-19માં 83.5 મિલિયન ટનથી 1 ટકા ઓછી છે. પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન (પીઈએસઓ)ના નિયમો અનુસાર, જો ડીલર સહમતિ પત્ર આપે અને રિટેલ આઉટલેટ પર મોબાઈલ ડિસ્પેન્સર માટે લોડીંગની વ્યવસ્થા થાય તો ઓઈલ પુરવઠા ક્ષેત્ર અથવા રિટેલ આઉટલેટને સ્થાપવામાં સક્ષમ થશે.

ફ્યુઅલબડ્ડીના સહસ્થાક અદનાન કિડવઈએ કહ્યું છે કે, ઓઈલ રિટેલ સેક્ટરમાં ઉબર-ઓલા મોમેન્ટ થવા જઈ રહી છે. આ સ્ટાર્ટ એપ્સ માટે સમગ્ર ડીઝલ બજારના ઓછામાં ઓછા 30 ટકા ખોલી દેશે. આ સિવાય, આવનાર વર્ષોમાં ડીઝલની માંગ વધશે અને એટલા માટે આ એક ગેમ ચેન્જર બની રહેશે.

Web Title: Oil marketing companies invites startups for diesel door step delivery business