OnePlus Nord Vs Realme X3: જાણો ક્યો ફોન છે વધુ સારો,કેટલી છે કિંમત

www.vyaapaarsamachar.com

OnePlus Nord Vs Realme X3: OnePlus Nord લોન્ચ થયો છે,નવા ફોનને કંપનીએ પોતાના સસ્તા ફોનની કેટેગરીમાં પહેલો ફોન બતાલવ્યો છે.ફોનમાં બેક પર ક્વોડ રિયલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે.અને 5G કનેક્ટીવીટી પણ ધરાવે છે,ફોનને ત્રણ વોરિયન્ટમાં રજુ કરાયો છે, ભારતીય બજારોમાં આની હરીફાઇમાં Realme X3 સાથે હશે,આવો જાણીએ બંનેના ફિચર વિશે

કિંમત

OnePlus Nordની ભારતમાં કિંમત 24,999 રૂપિયા છે જેમાં 6GB રેમ અને 64GB સ્ટોરેજ આપવામાં આવ્યુ છે,બીજા વોરિયન્ટમાં 8 GB રેમ અને 128GB સ્ટોરેજ છે.જેની કિંમત 27,999 રૂપિયા અને ટોપ વેરિયન્ટ 12GB રેમ અને 256GB સ્ટોરેજના 29,999માં ખરીદી શકાય તેમ છે,

બીજી તરફ Realme X3ની ભારતમાં શરૂઆતી કિંમત 24,999 રૂપિયા છે, 6GB રેમ, 128GB સ્ટોરેજ છે.ફોનનો 8 GB રેમ અને 128GB સ્ટોરેજની કિંમત રૂ 25,999 છે.

કેમેરા

OnePlus Nordમાં ક્વોડ રિયલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે,48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેંસર f/1.75 લેંસ સાથે આવશે,આ સાથે 8 મેગા પિક્સલનો સેકેન્ડરી સેંસર f/2.25 અપર્ચર લેંસ સાથે છે,આ સાથે 2 મેગાપિક્સલનો મેક્રો શુટર અને 5 મેગાપિક્સલનો ડેપ્થ સેંસર છે.બંને f/2.4 અપર્ચર સાથે છે,સેલ્ફિ અને વિડિયો કોલ માટે OnePlus Nord પર ફ્રન્ટ ડુઅલ સેલ્ફી ફ્રન્ટ કેમેરા છે,આમા 32 મેગાપિક્સલનું પ્રાઇમરી સેંસર અને 8 મેગાપિક્સલનો સેકન્ડરી સેંસર પણ છે.

Realme X3માં ક્વોડ રિયલ કેમેરા સેટઅપ છે જેમા 64 મેગાપિક્સલની પ્રાઇમરી સેંસર f/1.8 સાથે રહેશે,આ સાથે 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો કેમેરા પણ આપવામાં આવ્યો છે,ફોનમાં 12 મેગાપિક્સલનું સેંસર પણ છે,સેલ્ફી અને વીડીયો કોલ માટે ફોનમાં 16 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલના કેમેરા પણ છે

સ્પેસિફિકેશન

OnePlus Nord  એક ડુઅલ સિમ ફોન છે,જેમા એમાં એન્ડ્રોઇડ 10 બેસ્ડ OxygenOS ઓપરેટિંગ સિસ્ટમ છે ફોનમાં 6.44 ઇંચનું ફુલ એચડી પ્લસ ફ્લુડ AMOLED ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટ અને 20:9ના અસ્પેક્ટ રેશીઓ સાથે આપવામાં આવ્યો છે.ડિસ્પ્લે પ્રોટેક્શન માટે ક્રોનિંગ ગ્લાસ 5 અને બીજા ફિચર છે.ફોનમાં ઓક્ટા-કોર-ક્વોલકમ સ્નેપડ્રેગન 765G SoC પ્રોસેસર છે,ફોનામાં 12 GB રેમ અને 256 જીબી સુધી સ્ટોરેજ પમ છે સ્ટોરેજ માટે એસડી કાર્ડની સુવીધા નથી.

સ્માર્ટફોનમાં 4,115 એમએએચની બેટરી છે જે Warp Charge 30Tફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીને સપોર્ટ કરે છે.

બીજી બાજુ, Realme X3 ડ્યુઅલ-સિમ (નેનો) ફોન છે જેમાં Android 10 હાજર છે. આ સિવાય ફોનમાં 6.6 ઇંચની ફુલ એચડી પ્લસ અલ્ટ્રા સ્મૂધ ડિસ્પ્લે છે. ડિસ્પ્લેમાં પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 પેનલ છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 એસઓસી પ્રોસેસર અને 8 જીબી રેમ છે. ફોનમાં 128GB ઓનબોર્ડ સ્ટોરેજ છે જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકાતો નથી.ફોનમાં 4,200 એમએએચની બેટરી છે જે 30Wડાર્ટ ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીને સપોર્ટ કરે છે.