Paytm મની સ્ટોક બ્રોકિંગ: જોણો કેવી રીતે ખુલશે ખાતુ,શું મળશે સુવિધા

share-market-news-india
|

August 09, 2020, 4:47 PM


PAYTM-MONEY-1200x600.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : સૌથી મોટી મોબાઇલ વોલેટ કંપની પેટીએમ મની(Paytm Money)એ આ સપ્તાહની શરૂઆતમાં સ્ટોક ટ્રેડિંગ સર્લિસને રોલ આઉટ કરી છે.પેટીએમ પોર્ટફોલિયોમાં પહેલાથી જ મ્યુચ્યુઅલ ફંડ અને નેશનલ પેંશન સ્કિમ(NPS) છે,સ્ટોક ટ્રેડિંગ ઓપ્શન હાલ એન્ડ્રોઇડ યુઝર્સ દ્વારા એક્સેસ કરવામાં આવશે,અને ટુંક સમયમાં જ આ સુવિધાને IOS યુઝર્સ માટે ચાલુ કરવામાં આવશે,કંપની આના પર હાલ કામ કરી રહી છે.પેટીએમ મનીને સ્ટોક ટ્રેડિંગ સર્વિસ શરૂ કરવાની અનુમતિ સેબીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ આપી દિધી હતી.

પેટિએમ મની પર એકાઉન્ટ ખોલવાથી લઇને કેવાઇસી સુધીની તમામ પ્રક્રિયા પેપર લેસ છે,એમા ડિઝિટલ કેવાયસી સુવિધા છે.આ સાથે પુરી પ્રોસેસ માત્ર 24 જ કલાકનો સમય લાગે છે.ગ્રાહક તેમા પ્રાઇઝ એલર્ટ સેટ કરી શકે છે,સાથે જ 50 શેર સુધી રિયલ ટાઇમ પ્રાઇઝ ચેંજને ટ્રેક કરવા સુધીની વોચલિસ્ટ બનાવી શકે છે.

આનાથી તમને માર્કેટની અપડેટ જાણકારી મળશે.જેનાથી ક્યો શેર ફાયદામાં ચાલી રહ્યો છે અને ક્યો નુક્સાનમાં તેના પર માર્કેટ વિવેચકો વિવરણ કરી શકશે

આ રીતે ખોલો પેટીએમ મનીથી ડીમેટ એકાઉન્ટ-સૌથી પહેલા ઓપન ડીમેટ એકાઉન્ટ પર ક્લિક કરો અને ફોર્મ ભરો,ત્યાર બાદ તમને પેટીએમ એક્સીક્યુટિવનો ફોન આવશે,તેમને મોબાઇલમાં એસએમએસ દ્વારા તમારા ઇમેલ આઇડી પર લિન્ક મળશે,લિન્ક પર જાઓ અને તમારી કેવાઇસી પુરી કરો.

કેવાઇસી પ્રોસેસ માટે તમે પાન કાર્ડ નંબર,આધાર કાર્ડ નંબર અને અમુક ડોક્યુમેન્ટની જરૂર પડશે,પ્રોસેસ પુરી થયાના 24 કલાકમાં આઇડી અને પાસવર્ડ મળી જશે.

પેટીએમ મની સ્ટોક બ્રોકિંગ પ્લેટફઓર્મ માટે શુલ્ક-પેટીએમ મની પર એકાઉન્ટ ખોલવા માટે 300 રૂપિયા અને ડિઝિટલ કેવાઇસી માટે 200 રૂપિયા ચાર્જ લાગશે


 

Web Title: Paytm Money stock trading option can be accessed by android users for now