PM મોદી ક્યાં સુધી વડાપ્રધાન રહેશે, જાણો નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી

india-news
|

August 11, 2020, 8:50 PM


How Long Will Narendra Modi Be The Prime Minister, Know The Prophecy Of Nostradamus (1).jpg

www.vyaapaarsamachar.com

લગભગ 450 વર્ષ પહેલાં ફ્રાન્સિસી ભવિષ્યવેત્તા માઇકલ દિ નાસ્ત્રેદમસે આગાહી કરી હતી કે, 2014થી 2026 સુધીમાં એક એવો વ્યક્તિ આવશે જે ભારતને ઊંચા સ્તરે લઈ જશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી બિલકુલ સાચી પડી, કેમ કે ભારતને એક એવા PM 2014માં મળ્યા. જોકે આ ભવિષ્યવાણીમાં વધુ એક વાત જણાવાઈ છે કે, PM નરેન્દ્ર મોદી 2026 સુધી જ વડાપ્રધાન પદ પર રહેશે, તો જાણીએ આવું કેમ બનશે ?  યાદ રાખો આમાં કોઈ નકારાત્મક વાત નથી.

વાત જાણે એમ છે કે, કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન બને છે તો તે વ્યક્તિને નિર્ધારિત સમય સુધી વડાપ્રધાન બનવાની તક આપવામાં આવે છે. એવો નિયમ બનાવાયો છે કે, કોઈપણ વ્યક્તિ 75 વર્ષ સુધી જ વડાપ્રધાન બની શકે છે. એવામાં અમે તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઊંમર 69 વર્ષની છે, તેથી તેઓ આગામી છ વર્ષમાં આ પદ પરથી નિવૃત્ત થઈ જશે. એવામાં 2026 આવશે અને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી પડશે. તમને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નિયમ બનાવાયો છે. જો કોઈપણ પ્રધાનમંત્રી 75 વર્ષથી વધુ ઉંમરના થાય તો તેમણે રાજીનામું આપવું પડે છે.

સૌથી હિંસક વર્ષ હશે 2020..! નાસ્ત્રેદમસે કરી હતી ચોંકાવનારી ભવિષ્યવાણી

કોણ છે નાસ્ત્રેદમસ?

14 ડિસેમ્બર 1503ના રોજ ફ્રાન્સમાં જન્મેલા નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીઓને સો છંદોમાં કરી છે. તેમાંથી 12 સદી સદી બનાવવામાં આવે છે. જેમાંથી અંતિમ બે સદીઓના અનેક છંદોનો વિલોપ કરવામાં આવ્યો છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓને આખી દુનિયામાં ગંભીરતાથી લેવામાં આવે છે, કારણ કે તેમાંથી લગભગ બધી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ છે. નાસ્ત્રેદમસની કાલગણના અનુસાર વર્તમાનમાં ધરતી ચંદ્રમાની દ્વિતિય મહાન ચક્ર અવધિમાંથી પસાર થઇ રહી છે, વર્ષ 1889થી શરૂ થઇ છે અને સન 2243માં સમાપ્ત થશે. નાસ્ત્રોદમસના અનુસાર આ અવધિ મનુષ્ય જાતિ રજતયુગની સમાન છે. નાસ્ત્રેદમસએ આ ભવિષ્યવાણીઓ લગભગ 500 વર્ષ પહેલાંની હતી.

ત્રીજા વિશ્વયુદ્ધ શરૂ થઇ છે?

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં મોટાભાગમાં કોઇ મોટા મહાયુદ્ધનો ઉલ્લેખ આવે છે. કહેવામાં આવે છે કે આ સ્થિતિ હાલથી વર્ષ 2025 સુધી પણ બની શકે છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ મહાયુદ્ધમાં ભારત નિર્ણાયક અને શાંતિદૂતની ભૂમિકા ભજવશે અને વિશ્વને યુદ્ધની વિભીષકાથી ઉભરવામાં મદદ કરશે. આ દરમિયાન ભારત મહાગુરૂ તરીકે ઓળખાશે. આ ભવિષ્યવાણીમાં કોઇ મહાન નેતા દ્વારા વધુ સંકેત આપવામાં આવશે જે વિશ્વના પ્રિય નેતા હશે. આ નેતાનો જન્મ કયા દેશમાં થશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. એટલા માટે ભારત સહિત અનેક દેશ અને તેને પોત-પોતાના નેતા સાથે જોડીને જુએ છે.

કુદરતી આફતો વરસશે?

નાસ્ત્રેદમસની ધરતી સમાપ્ત થવાની ભવિષ્યવાણી પણ દુનિયાભરમાં ચર્ચિત રહી છે. આ ભવિષ્યવાણી તેમણે તે સંદર્ભમાં કરી હતી કે 21મીએ સદી ધરતી માટે મહાપ્રલય સમાન હશે. એક દિવસ એવો આવશે જ્યારે પૃથ્વી સળગવા લાગશે, સમુદ્વમાંથી આગ નિકળશે. સમુદ્વનું પાણી એટલું ગરમ થઇ જશે કે તેમાં રહેનાર જીવજંતુ જીવિત રહી નહી શકે. પૃથ્વી પર લોકોને શ્વાસ લેવો મુશ્કેલ થઇ જશે. પૃથ્વી પર લોકોને શ્વાસ લેવો મુશ્કેલ થઇ જશે. ક્યાં આગ તો ક્યાં હિમવર્ષાથી પૃથ્વી ઢંકાઇ જશે. ભૂકંપ, સુનામીથી ધરતીનો કણ-કણ હલી જશે. આ ભવિષ્યવાણીને થોડા દિવસો પહેલાં સુનામી, કટરીના સહિત અન્ય વાવાઝોડા સાથે જોડીને જોઇ શકાશે. આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓ પણ થશે. આ ભવિષ્યવાણીના સંદર્ભમાં જોવા જઇએ તો ગરમીના દિવસોમાં ભયાનક ગરમી, કહેર વર્તાવનાર વરસાદ થયો અને હવે ઠંડી ભયાનક પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નાસ્ત્રેદમસ અન્ય ભવિષ્યવાણીઓ

  • ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતિ ઈન્દિરા ગાંધી વિશે કહેવામાં આવ્યું હતું કે તેને પોતાનું સાશન પરત મળશે. તેના દુશ્મનો તેમના વિરુદ્ધ ષડયંત્ર રચશે છતા પણ તે વિજેતા બનશે. આ ઉપરાંત તેમના મૃત્યું અંગે પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી.
  • રાજીવ ગાંધીને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક પાયલોટ ખાલી પડેલી જગ્યા પર સાશન કરશે અને 7 વર્ષ બાદ તેમનું સામ્રાજ્ય ખતમ થઈ જશે. તેની હત્યા અંગે પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
  • વર્ષ-2014માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપને બહુમત મળ્યો હતો. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મૂજબ નરેન્દ્ર મોદી અજેય રહેશે અને વર્ષ-2026 સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને વડાપ્રધાન રહેશે.
  • 9/11 ના આતંકવાદી હુમલા માટે તેમણે કહ્યું હતું કે ધરતીના કેન્દ્રમાંથી એક જ્વાળામુખી ફાટશે અને આતંકનો એક નવો મહારાજા બનશે. જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને ઓસામા બીન લાદેનની વાત કરી હતી.
  • પ્રિન્સેસ ડાયના મૃત્યું અંગે ભવિષ્યવાણી કરી હતી કે ઈશ્વરના દૂત તેને જીંદગી કરતા પહેલા તેની સાથે લઈ જશે.
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોહ્ન ઓફ કેનેડીની હત્યા માટે એવું કહેવામાં આવ્યું હતું કે એક મહાન વ્યક્તિ એક જ દિવસમાં કોઈ તૂફાનનો શિકાર બનશે અને તે ખતમ થઈ જશે.
  • વિશ્વમાં એક મોટી સમસ્યા આવશે અને તેના કારણે માનવ જીંદગીઓનો એક મોટો હિસ્સો નાશ પામશે. આ ભવિષ્યવાણી જાપાન પર થયેલા પરમાણું હુમલા અંગે કરવામાં આવી હતી.
  • પશ્વિમી યુરોપમાં એક બાળકનો જન્મ થશે જે તેના શબ્દોથી સેનાને પ્રભાવીત કરશે અને તે વિશ્વ પર સાશન કરશે, તે વ્યક્તિ છે હિટલર.
  • બીજા વિશ્વ યુધ્ધને લઈને નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે જેમાં અનેક લોકોના મોત થયા હતા.
  • નેપોલીયન પર ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે તે એક મહાન વ્યક્તિ બનશે અને તેની લોકપ્રિયતા ચારે તરફ ફેલાશે.

Web Title: How Long Will Narendra Modi Be The Prime Minister, Know The Prophecy Of Nostradamus