Q2 દરમિયાન જી-20 દેશોમાં ભારતની અર્થવ્યસ્થા સૌથી નબળી રહેશે : ગીતા ગોપીનાથ
india-news
|
September 03, 2020, 9:52 AM
| updated
September 03, 2020, 9:53 AM

vyaapaarsamachar.com
અમદાવાદ:કોરોના સંકટને કારણે ભારતની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ તકલીફો દૂર થવાનું નામ નથી લઇ રહી. રોજ નવા નવા આંકડા અર્થવ્યવસ્થાની વધી રહેલ ખરાબી વર્ણવી રહયા છે. સોમવારે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરની જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો થયો છે. આ બાદ હવે સમગ્ર નાણાંકીય વર્ષ દરમિયાન જીડીપીમાં 10.9 ટકાનો ઘટાડો થશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થા જી-20 દેશોમાં સૌથી ખરાબ હાલતમાં રહી શકે છે. તેઓએ કહ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યસ્થાના વિકાસદરમાં ઐતિહાસિક નબળાઈ જોવા મળી શકે છે.
ગીતા ગોપીનાથે આ બાબતે એક ટ્વીટ કર્યું છે. તેઓએ ટ્વીટમાં લખ્યું છે કે ” ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પણ જી-20 દેશોની અર્થવ્યસ્થા પર કોરોનાની અસર જોવા મળી રહી છે. જી-20 દેશોના અર્થતંત્રની ગ્રોથ નેગેટિવ ઝોનમાં જ રહી શકે છે. આ સમુહમાં ભારતની જીડીપી 25.6 ટકા સુધી નેગેટિવ રહેવાની સંભાવના છે.
ગીતા ગોપીનાથે વધુમાં લખ્યું છે કે આ આંકડા ક્વાર્ટર પર ક્વાર્ટર આધારના છે, તેની સરખામણી કોઈ વર્ષ સાથે નહીં કરી શકાય. તેઓએ કહ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન અર્થવ્યસ્થામાં સુધારો જોવા મળી શકે છે.
Web Title: IMF’s Gita Gopinath confirms India’s GDP as most affected among G-20 countries