RBIએ પ્રાયોરિટી સેક્ટર માટે ધિરાણના નિયમો બદલ્યા, જાણો હવે કેટલી લોન મળશે

money-and-banking
|

September 04, 2020, 4:10 PM


RBI revises Priority Sector Lending Guidelines for boost credit to Start-ups, Health, Farmers.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ પ્રાથમિકવાળા ક્ષેત્રોની માટે ધિરાણ સંબંધિત ગાઇડલાઇનમાં સુધારો કર્યો છે. RBIએ ઉદ્યોગસાહસિક અને રિન્યુએબલ એનર્જીને પ્રાયોલિટી સેક્ટરમાં શામેલ કર્યા છે. દેશની બદલાતી જરૂરિયાતોને જોતા RBIએ આ પગલુ ભર્યુ છે. હવે સ્ટાર્ટઅપ્સને રૂ.50 કરોડ સુધીની, સોલાર પ્લાન્ટ્સ અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે ખેડૂતોને આપવામાં આવતી લોનને પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં આવી જશે. સોલાર પ્લાન્ટ જે ગ્રિડ કનેક્ટેડ એગ્રીકલ્ચર પંપનો હિસ્સો હોવો જોઇએ.  

RBIએ કહ્યુ કે, પ્રાથમિક ક્ષેત્રની ગાઇડલાઇનમાં સંશોધનથી ક્ષેત્રોને વધારે ધિરાણ મળી શકશે, જ્યાં અત્યાર સુધી ધિરાણની ઉપલબ્ધતા ઓછી રહી છે. તેનાથી નાના અને સીમાંત ખેડૂતોને પણ વધારે લોન મળી શકશે. પ્રાયોરીટિ સેક્ટરને લોનની નવી ગાઇડલાઇન તમામ કોમર્શિયલ બેન્કો માટે લાગુ થશે. તેમાં ક્ષેત્રિય ગ્રામિણ બેન્કો, સ્મોલ ફાઇનાન્સ બેન્કો, લોકલ એરિયા બેન્ક અને પ્રાયમરી (અર્બન) કો-ઓપરેટિવ બેન્ક શામેલ છે. તે પહેલા RBIએ કોમર્શિયલ બેન્કોની માટે એપ્રિલ 2015માં પ્રાથમિક ક્ષેત્રની ગાઇડલાઇનની સમીક્ષા કરી હતી. અર્બન કો-ઓપરેટિવ બેન્કોની માટે આ ગાઇડલાઇનની સમીક્ષા મે-2018માં થઇ હતી.    

મધ્યસ્થ બેન્કે કહ્યુ કે, નવી ગાઇડલાઇનથી પ્રાયોરીટિ સેક્ટર લોનના મામલે પ્રાદેશિક અસમાનતાઓ દૂર થશે. પસંદ કરાયેલા ક્ષેત્રોમાં પ્રાયોરીટિ સેક્ટર લોન વધારવા માટે વધારે ભાર અપાશે. આ જિલ્લઓમાં પ્રાયોરીટિ સેક્ટર હેઠળ મળનાર લોનનું પ્રમાણ હજી ઓછુ છે.

સરકારી બેન્કોના અધિકારીઓએ જણાવ્યુ કે, નાના અને સીમાંત ખેડૂતો અને નબળા વર્ગોના પ્રસ્તાવિત લક્ષ્યોને તબક્કાવાર રીતે વધારવામાં આવશે. રિઝર્વ બેન્કે યુકે સિન્હાની અધ્યક્ષમતા હેઠળની સમિતીની ભલામણોના આધારે પ્રાયોરીટિ સેક્ટર લોનની ગાઇડલાઇનમાં સુધાર કર્યો છે. MSMEને લોન સંબંધિત ભલામણો માટે આ સમિતીની રચના કરાઇ હતી. તે ઉપરાંત એમકે જૈનની અધ્યક્ષતા વાળી ઇનટર્નલ વર્કિંગ ગ્રૂપની ભલામણો પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.  

Web Title: RBI revises Priority Sector Lending Guidelines for boost credit to Start-ups, Health, Farmers